Canada India Relations: ભારત મુલાકાત પહેલા કેનેડાના PM માર્ક કાર્ની એ ભારતને હિંસક ગુનાઓના તમામ આરોપ પર આપી ક્લીનચીટ!
- કેનેડાએ ભારત વિરુદ્ધના હિંસક ગુનાઓના તમામ આરોપો ફગાવ્યા (Canada India Relations)
- વડાપ્રધાન માર્ક કાર્ની ગુરુવારે મુંબઈ અને દિલ્હીની મુલાકાતે આવશે
- PM મોદી અને માર્ક કાર્ની વચ્ચે વેપાર અને ઉર્જા ક્ષેત્રે થશે મંત્રણા
- અમેરિકાની બદલાતી નીતિ વચ્ચે કેનેડાએ ભારત સાથે મિત્રતા વધારી
ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. કેનેડા સરકારે ભારત વિરુદ્ધ અગાઉ કરેલી "ગંભીર ચિંતાઓ" અને આરોપોને ફગાવી દેતા એક મોટું નિવેદન જાહેર કર્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે કેનેડામાં થતી હિંસક ઘટનાઓ સાથે ભારતનો કોઈ સંબંધ નથી. આ નિવેદન કેનેડિયન વડાપ્રધાન માર્ક કાર્ની (Mark Carney) ની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત પહેલા આવતા બંને દેશો વચ્ચેના સંબંધો સુધરવાના સંકેતો મળી રહ્યા છે.
Canada India Relations: ભારત સાથે વ્યવહારિક સંબંધોની શરૂઆત
કેનેડિયન અખબાર 'ટોરોન્ટો સ્ટાર' (Toronto Star) ના અહેવાલ મુજબ, વરિષ્ઠ અધિકારીઓએ સ્વીકાર્યું છે કે બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (National Security Advisors) વચ્ચે થયેલી ઊંડી ચર્ચા બાદ તેઓ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. કેનેડા હવે ભારત સાથેના સંબંધોમાં 'વ્યવહારિક વિદેશ નીતિ' અપનાવી રહ્યું છે. ખાસ કરીને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના શાસન હેઠળ બદલાતી સ્થિતિને જોતા, કેનેડા 1.4 અબજની વસ્તી ધરાવતા ભારત જેવા મોટા બજાર સાથે વેપાર વધારવા આતુર છે.
Ahead of Mark Carney's visit, Ottawa says India no longer linked to violent crimes in Canada
Read @ANI Story | https://t.co/zmza7AVFHu#India #Canada #CarneyVisit #Modi #IndiaCanadaties pic.twitter.com/En9yZKteXJ
— ANI Digital (@ani_digital) February 26, 2026
ઉર્જા અને AI ક્ષેત્રે નવી ભાગીદારી
વડાપ્રધાન માર્ક કાર્ની ગુરુવારે મુંબઈ અને નવી દિલ્હીની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય તેલ, ગેસ નિકાસ (Oil and Gas Exports) અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) જેવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવાનો છે. કેનેડા માને છે કે જો સુરક્ષા અંગેની ચિંતાઓ યથાવત હોત તો આ મુલાકાત શક્ય જ ન બની હોત.
ખાલિસ્તાની તત્વોને મોટો ફટકો
કેનેડાના આ બદલાયેલા વલણથી કેનેડામાં સક્રિય ખાલિસ્તાની સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રિટિશ કોલંબિયામાં રહેતા ખાલિસ્તાની સમર્થક મોનિન્દર સિંહ (Moninder Singh) એ દાવો કર્યો છે કે પોલીસ દ્વારા તેમને જીવનું જોખમ હોવાની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, શીખ્સ ફોર જસ્ટિસ (Sikhs for Justice) ના સભ્યોએ પાર્લામેન્ટ હિલ (Parliament Hill) પર વિરોધ પ્રદર્શન કરી ભારતીય ધ્વજનું અપમાન કર્યું હતું અને કાર્નીના રાજીનામાની માંગ કરી હતી. જોકે, કેનેડા સરકાર હવે કટ્ટરપંથીઓના વિરોધને બદલે ભારતના આર્થિક અને રાજદ્વારી મહત્વને પ્રાધાન્ય આપી રહી છે.
આ પણ વાંચો : Instagram પર PM મોદીનો વર્લ્ડ રેકોર્ડ, 10 કરોડ ફોલોઅર્સ સાથે બન્યા વિશ્વના નંબર વન નેતા


