ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટ્રમ્પ સાથે લડાઈના મુડમાં છે આ દેશ, કહ્યું 'અમે અમેરિકાના 15 લાખ ઘરોની બત્તી ગુલ કરી દઈશુ'

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાંથી અમેરિકાના ત્રણ રાજ્યોમાં વીજળી પૂરી પાડવામાં આવે છે. અમેરિકાના મિનેસોટા, મિશિગન અને ન્યૂ યોર્કમાં લગભગ 1.5 મિલિયન ઘરોને ઑન્ટેરિયોમાંથી વીજળી પૂરી પાડવામાં આવે છે.
04:14 PM Mar 05, 2025 IST | MIHIR PARMAR
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાંથી અમેરિકાના ત્રણ રાજ્યોમાં વીજળી પૂરી પાડવામાં આવે છે. અમેરિકાના મિનેસોટા, મિશિગન અને ન્યૂ યોર્કમાં લગભગ 1.5 મિલિયન ઘરોને ઑન્ટેરિયોમાંથી વીજળી પૂરી પાડવામાં આવે છે.
US Canada Trade War

Canada US Trade War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો હવે ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે, ટ્રમ્પને અમેરિકામાં પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટ્રમ્પ દ્વારા અમેરિકન અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે લેવામાં આવેલા ટેરિફ પગલાની અસર હવે અમેરિકા પર જ પડી હોય તેવું લાગી રહ્યુ છે. અમેરિકા આજે વિશ્વ શક્તિ હોવા છતાં, તેણે જે રીતે ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદ્યા છે. આ દેશો હજુ પણ એ જ અંદાજમાં જવાબ આપી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે મંગળવારથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે હવે આમાં વિલંબનો કોઈ અવકાશ નથી. આ પછી, કેનેડા ખુબ ગુસ્સે છે અને આર્થિક મોરચે આ લડાઈ અંત સુધી લડવાના મૂડમાં છે.

કરો યા મરોના મૂડમાં કેનેડા

વાસ્તવમાં, ટ્રમ્પે ઉર્જા આયાત સિવાય કેનેડામાંથી આવતા તમામ માલસામાન પર 25 ટકા ટેરિફની જાહેરાત કરતાની સાથે જ કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 30 બિલિયન કેનેડિયન ડૉલરની અમેરિકન આયાત પર ટેરિફ લાદીને બદલો લીધો હતો. કેનેડાએ અમેરિકન ઉત્પાદનો પર વધારાનો 25 ટકા સરચાર્જ પણ લગાવ્યો છે. ઉપરાંત, જસ્ટિન ટ્રુડોએ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા. ટ્રુડોએ ટ્રમ્પ પર કેનેડાની અર્થવ્યવસ્થાને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો જેથી તેઓ દેશને અમેરિકા સાથે મર્જ કરવાની તેમની યોજના પર કામ કરી શકે.

આ પણ વાંચો :  Trade War : ટ્રમ્પના ટેરિફથી કેટલાક ખુશ છે તો કેટલાક દુઃખી... બજાર ઘટ્યું, સોનાના ભાવ વધ્યા અને ક્રૂડ ઓઇલ સસ્તું થયું

પ્રીમિયર ડગ ફોર્ડેનો વળતો પ્રહાર

આ દરમિયાન કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના પ્રીમિયર (Premier of Ontario) ડગ ફોર્ડે (Doug Ford) અમેરિકા પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે અમેરિકાને બત્તી ગુલ કરવાની ધમકી આપી છે. તમને જણાવી દઈએ કે, કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાંથી અમેરિકાના ત્રણ રાજ્યોને વીજળી પૂરી પાડવામાં આવે છે. અમેરિકામાં મિનેસોટા, મિશિગન અને ન્યુ યોર્કમાં લગભગ 1.5 મિલિયન ઘરોને ઓન્ટારિયોથી વીજળી પૂરી પાડવામાં આવે છે. તેનો અર્થ એ કે કેનેડા અમેરિકાને વીજળીની નિકાસ કરે છે. ઑન્ટારિયો પ્રાંત અમેરિકાની સરહદે છે. આ સિવાય કેનેડાએ પણ નિકલ (Nickel) નો સપ્લાય બંધ કરવાની ધમકી આપી છે.

ડગ ફોર્ડે ટેરિફ લાદતા પહેલા જ વીજ પુરવઠો બંધ કરવાની ધમકી આપી હતી, પરંતુ તેની અમેરિકા પર કોઈ અસર થઈ ન હતી અને મંગળવારથી કેનેડા પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.

વીજ પુરવઠો બંધ કરવાની ધમકી

ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવાની ધમકી આપ્યા બાદ પ્રીમિયર ડગ ફોર્ડે કહ્યું કે, "આપણે અમેરિકાનો ઉર્જા પુરવઠો કાપી શકીએ છીએ," અને ઉમેર્યું કે કેનેડા "આર્થિક નુકસાન અટકાવવા માટે તમામ વિકલ્પો પર વિચાર કરશે." "કેનેડિયનોને નુકસાન થશે, પણ હું તમને એક વાતની ખાતરી આપી શકું કે અમેરિકનો પણ તેની અસર અનુભવશે અને તે દુર્ભાગ્યપૂર્ણ છે. ફોર્ડનો આ દૃષ્ટિકોણ તણાવને પ્રતિબિંબિત કરે છે.

આ પણ વાંચો :  USA : Donald Trump એ કહ્યું કે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત સામે રેસિપ્રોકલ ટેક્સ લાદીશું

અમેરિકા કેનેડામાંથી હાઇડ્રોપાવરની આયાત કરે છે

તમને જણાવી દઈએ કે, ઓન્ટારિયો અમેરિકાને વીજળીની નિકાસ કરે છે. અમેરિકા દર વર્ષે કેનેડામાંથી મોટા પ્રમાણમાં હાઇડ્રોપાવરની આયાત કરે છે. યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (EIA) અનુસાર, અમેરિકાએ 2023 માં 38.9 મિલિયન મેગાવોટ કલાક વીજળી આયાત કરી હતી, જેમાંથી 33.2 મિલિયન મેગાવોટ કલાક કેનેડાથી આવી હતી. જો કે, આ અમેરિકાના કુલ વીજળી વપરાશના માત્ર 1% છે. આટલું જ નહીં, કેનેડા અમેરિકાનું સૌથી મોટું વિદેશી ઓઈલ સપ્લાયર છે. 2023 માં, અમેરિકાએ કેનેડાથી દરરોજ 1.4 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી, જે અમેરિકાની કુલ આયાતના અડધાથી વધુ છે. જોકે, નિષ્ણાતો માને છે કે કેનેડા તેલ પુરવઠો બંધ કરવા જેવું પગલું ભરશે નહીં, કારણ કે તેનાથી તેની પોતાની અર્થવ્યવસ્થા પર અસર પડશે.

ચીને પણ અમેરિકાને વળતો જવાબ આપ્યો

તે જ સમયે, ટ્રમ્પે ચીની વસ્તુઓ પર ડ્યૂટી બમણી કરીને 20% કરી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણય પર ચીનના અમેરિકી દૂતાવાસે સોશિયલ મીડિયા પર લખ્યું, 'જો અમેરિકા યુદ્ધ ઈચ્છે છે, પછી તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈ પ્રકારનું યુદ્ધ હોય તો અમે અંત સુધી લડવા માટે તૈયાર છીએ. એટલું જ નહીં, અમેરિકાને જવાબ આપવા માટે ચીને પોતાનું ટેરિફ કાર્ડ પણ ફેંકી દીધું. ચીને અમેરિકન ચિકન, મકાઈ અને અન્ય કૃષિ ઉત્પાદનોની આયાત પર 15 ટકા, સોયા અને અન્ય પર 10 ટકા ટેરિફ લાદ્યા.

આ પણ વાંચો :  Trump Speech : 'અમેરિકા પાછું આવ્યું છે, આ તો ફક્ત શરૂઆત છે...', ટ્રમ્પે યુએસ સંસદને સંબોધતા કહ્યું

Tags :
CanadaStrikesBackChinaRespondsEconomicRetaliationEnergySupplyThreatGlobalTradeBattleGujaratFirstMihirParmarOntarioEnergyTradeTensionsTrumpTariffsUSCanadaTradeWarUSTariffWar
Next Article