Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Caramelo Dogs : એક કૂતરા માટે 2 દેશો આમને-સામને! કારણ જાણીને ચોંકી જશો

Caramelo Dogs : બ્રાઝિલ (Brazil) અને મેક્સિકો (Mexico) વચ્ચે એક અનોખો વિવાદ ચર્ચામાં છે, જેમાં ‘કારામેલો’ (Caramelo) નામના રખડતા કૂતરાને લઈને બંને દેશો પોતાનો દાવો કરી રહ્યા છે. બ્રાઝિલમાં સાંસ્કૃતિક પ્રતિક બની ચૂકેલા આ કૂતરાને મેક્સિકોએ પણ પોતાનો ખજાનો જાહેર કર્યો છે. આ વિવાદ પાછળ કારામેલોની લોકપ્રિયતા, ઇતિહાસ અને ખાસિયતો મહત્વપૂર્ણ કારણ બની છે.
caramelo dogs   એક કૂતરા માટે 2 દેશો આમને સામને  કારણ જાણીને ચોંકી જશો
Advertisement

Caramelo Dogs : લેટિન અમેરિકાના 2 મોટા દેશ બ્રાઝિલ (Brazil) અને મેક્સિકો (Mexico) વચ્ચે હાલમાં એક અનોખો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે દેશો સરહદ, વેપાર અથવા રાજકીય મુદ્દાઓને લઈને મતભેદમાં આવતા હોય છે, પરંતુ આ વખતે એક રખડતા કૂતરા (Stray Dog Breed)ને લઇને બંને દેશો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે. આ કૂતરાનું નામ ‘કારામેલો’ (Caramelo) છે, જે બ્રાઝિલમાં માત્ર એક પ્રાણી નહીં પરંતુ સાંસ્કૃતિક ઓળખ (Cultural Identity) તરીકે પણ ઓળખાય છે.

બ્રાઝિલમાં કારામેલોની લોકપ્રિયતા

કારામેલો (Caramelo) બ્રાઝિલમાં અત્યંત લોકપ્રિય છે. સોશિયલ મીડિયા (Social Media) પર તેના મીમ્સ (Memes) વાયરલ થાય છે, તેની તસવીરો ટી-શર્ટ (T-Shirt) અને અન્ય ઉત્પાદનો પર જોવા મળે છે અને તેના પર ગીતો પણ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, બ્રાઝિલના પ્રખ્યાત કાર્નિવલ (Carnival) ઉત્સવોમાં પણ કારામેલોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષ 2025 દરમિયાન તે એક ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો, જેના કારણે તેની લોકપ્રિયતા વધુ વધી હતી. કારામેલો પ્રત્યેનો પ્રેમ એટલો વધી ગયો છે કે બ્રાઝિલની સંસદ (Parliament)માં તેના ચહેરાને રાષ્ટ્રીય ચલણ (Currency) પર છાપવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. અંદાજે બ્રાઝિલમાં લગભગ 2 કરોડ જેટલા કૂતરાઓ છે અને તેમાંના મોટા ભાગના કારામેલો પ્રકારના હોવાનું માનવામાં આવે છે.

Advertisement

મેક્સિકોએ કેમ કર્યો પોતાનો દાવો?

આ વર્ષે એપ્રિલ મહિનામાં મેક્સિકો (Mexico)એ કારામેલોને પોતાના દેશનો સાંસ્કૃતિક ખજાનો (Cultural Treasure) જાહેર કર્યો હતો. સાથે જ તેને સ્થાનિક પ્રતિક (National Symbol) તરીકે પણ માન્યતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ નિર્ણય બાદ બ્રાઝિલમાં અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે કારામેલો તેમની રાષ્ટ્રીય ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને મેક્સિકો તેને પોતાની ઓળખ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Advertisement

કારામેલો જાતિનો ઇતિહાસ (Caramelo Dogs)

વૈજ્ઞાનિકો (Scientists) દ્વારા કરવામાં આવેલા એક આનુવંશિક અભ્યાસ (Genetic Study) મુજબ કારામેલો કોઈ એક શુદ્ધ જાતિ નથી, પરંતુ વિશ્વભરની લગભગ 300 અલગ-અલગ કૂતરાની જાતિઓના મિશ્રણથી બનેલો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ કૂતરાઓના પૂર્વજો પોર્ટુગીઝ (Portuguese) વસાહતીઓ તેમજ ઇટાલી (Italy), જર્મની (Germany), સ્પેન (Spain) અને જાપાન (Japan)માંથી આવેલા ઇમિગ્રન્ટ્સ દ્વારા બ્રાઝિલમાં લાવવામાં આવ્યા હતા. સમય જતાં ઔદ્યોગિકીકરણ (Industrialization) વધતા ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં આવેલા લોકો પોતાના કૂતરાઓને પણ સાથે લાવ્યા. વિવિધ જાતિઓ વચ્ચે થયેલા કુદરતી સંવર્ધન (Breeding)ના પરિણામે આજના કારામેલો કૂતરાઓનો વિકાસ થયો.

કારામેલો શા માટે ખાસ છે?

નિષ્ણાતોના મતે કારામેલોની ટૂંકી ભૂરા રંગની રૂંવાટી (Brown Fur) તેને ઉષ્ણકટિબંધીય વાતાવરણ (Tropical Climate)માં અનુકૂળ બનાવે છે. આ રંગ જંતુઓ (Insects)ને ઓછા આકર્ષે છે અને ગરમીમાં શરીરને ઠંડું રાખવામાં મદદ કરે છે. ઉપરાંત, મિશ્ર જાતિના હોવાને કારણે તેમને કેટલાક આનુવંશિક રોગો (Genetic Diseases) સામે પણ કુદરતી સુરક્ષા મળે છે. આજે કારામેલો માત્ર એક રખડતો કૂતરો નથી, પરંતુ બ્રાઝિલ અને મેક્સિકો વચ્ચે સાંસ્કૃતિક ગૌરવ અને ઓળખનું પ્રતિક બની ગયો છે.

આ પણ વાંચો : રખડતા શ્વાન મુદ્દે SCનો મોટો ચુકાદો! નસબંધી ફરજિયાત, જાહેર સ્થળોએથી હટાવવાનો આદેશ

Tags :
Advertisement

.

×