Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે 10 મહિના બાદ યુદ્ધવિરામ!

હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ લેબનોનમાં શાંતિ, ઈઝરાયેલની ચેતવણી હિઝબુલ્લાહ સામે લેબનીઝ સેનાની તૈનાતી Ceasefire : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં એક મહત્વપૂર્ણ ડિપ્લોમેટિક સફળતા હાંસલ કરી છે. તેમણે છેલ્લા 10 મહિનાથી લેબનોનના હિઝબુલ્લાહ સંગઠન અને...
હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે 10 મહિના બાદ યુદ્ધવિરામ
Advertisement
  • હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ
  • લેબનોનમાં શાંતિ, ઈઝરાયેલની ચેતવણી
  • હિઝબુલ્લાહ સામે લેબનીઝ સેનાની તૈનાતી

Ceasefire : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના કાર્યકાળના અંતિમ દિવસોમાં એક મહત્વપૂર્ણ ડિપ્લોમેટિક સફળતા હાંસલ કરી છે. તેમણે છેલ્લા 10 મહિનાથી લેબનોનના હિઝબુલ્લાહ સંગઠન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકી દીધું છે. આ યુદ્ધવિરામ માટેની સમજૂતી આજે સવારથી અમલમાં આવી છે. સમજૂતીની પ્રક્રિયામાં અમેરિકા અને ફ્રાન્સે મહત્વની ભૂમિકા ભજવી હતી. લેબનીઝ સરકારના પ્રધાનો આ બેઠકમાં સામેલ રહ્યા હતા, જોકે હિઝબુલ્લાહના કોઈ પ્રતિનિધિ હાજર નહોતા. ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે, જો હિઝબુલ્લાહ આ કરારનો ભંગ કરશે, તો તેને કડક જવાબ આપવામાં આવશે.

યુદ્ધવિરામની શરતો

ઇઝરાયેલની સુરક્ષા કેબિનેટે 10-1 મતથી ડીલને મંજૂરી આપ્યા બાદ, યુએસ રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે તેમણે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને લેબનોનના કાર્યકારી વડા પ્રધાન નજીબ મિકાતી સાથે વાત કરી છે. બાઈડેને કહ્યું, "આ કરાર અસ્થાયી રૂપે યુદ્ધને સમાપ્ત કરવા માટે બનાવવામાં આવ્યો હતો. હિઝબુલ્લાહ અને અન્ય આતંકવાદી સંગઠનોને ઇઝરાયેલની સુરક્ષામાં હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં." બાઈડેને યુદ્ધવિરામની શરતો સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, લેબનીઝ સેના ઈઝરાયલની સરહદ નજીકના વિસ્તારો પર પોતાનો કંટ્રોલ સ્થાપિત કરશે.

Advertisement

Advertisement

ઈઝરાયેલ પોતાની સેનાને 60 દિવસમાં પરત ખેંચશે અને હિઝબુલ્લાહને આ વિસ્તારોમાં ફરીથી આધાર બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બંને બાજુના નાગરિકોને સુરક્ષિત રીતે પોતાના ઘરે પાછા જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામને સ્વીકાર્ય ગણાવ્યું છે, પરંતુ કડક ચેતવણી આપી છે કે જો આ શરતોનું ઉલ્લંઘન થશે, તો તે તેનો સખત જવાબ આપશે.

લેબનોનની સૈનિક તૈનાતી

ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામની પ્રક્રિયામાં મહત્ત્વની રણનીતિ રજૂ કરી. તેઓએ કહ્યું કે, આ યુદ્ધવિરામ ઈઝરાયેલને ઈરાન અને હમાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપશે. નેતન્યાહુએ કહ્યું કે, હિઝબુલ્લાહ સંઘર્ષમાં નબળું પડી ગયું છે, અને ઈઝરાયેલે તેના આતંકી ઠેકાણાઓનો નાશ કરી દીધો છે, જે દાયકાઓ સુધી કાર્યરત હતા. લેબનોન સરકાર દ્વારા દક્ષિણ લેબનોનમાં 5,000 સૈનિકોને તૈનાત કરવામાં આવશે, જેથી હિઝબુલ્લાહ દ્વારા પાયાં બાંધવામાં ન આવે અને શાંતિ જળવાઈ રહે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને આ ડીલ માટે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ શાંતિ ડીલ ઘણા મહિનાના પ્રયાસોનું પરિણામ છે.

આ પણ વાંચો:   નેતન્યાહુએ Israel અને Hezbollah વચ્ચે યુદ્ધવિરામને મંજૂરી આપી! પરંતુ અહીં અટક્યું...

Tags :
Advertisement

.

×