કોલ્ડપ્લે કોન્સર્ટમાં મોટી સોફ્ટવેર કંપનીના CEO અને HR રોમાન્સ કરતા કેમેરામાં કેપ્ચર, જુઓ Video
- એક મોટી સોફ્ટવેર કંપનીના CEO ને HR હેડ સાથે અફેર!
- કોલ્ડપ્લે કોન્સર્ટમાં બધાની સામે સત્ય ખુલ્યું
- સોશિયલ મીડિયામાં આ વીડિયો થયો ખૂબ વાયરલ
Coldplay Concert : સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ ચર્ચામાં છે, જેમાં ડેટા/સોફ્ટવેર કંપની એસ્ટ્રોનોમરના CEO એન્ડી બાયર્ન (Andy Byrne) અને તેમના HR chief Kristin Cabot એકબીજાની નજીક જોવા મળ્યા હતા. આ વીડિયો બોસ્ટનના જિલેટ સ્ટેડિયમમાં યોજાયેલા કોલ્ડપ્લે (Coldplay) ના તાજેતરના કોન્સર્ટ દરમિયાનનો છે, જે ઝડપથી વાયરલ થયો અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો.
કોન્સર્ટમાં 'કિસ કેમ'નો ખળભળાટ
બુધવારે રાત્રે કોલ્ડપ્લેના કોન્સર્ટ દરમિયાન, જ્યારે 'કિસ કેમ' પ્રેક્ષકોમાં હાજર કપલ્સ પર ફોકસ કરી રહ્યું હતું, ત્યારે કેમેરો અચાનક એન્ડી બાયર્ન અને ક્રિસ્ટિન કેબોટ (Andy Byrne and Kristin Cabot) પર રોકાયો. વીડિયોમાં બંને એકબીજાની ખૂબ નજીક હતા, પરંતુ જેવું તેમને ખ્યાલ આવ્યું કે તેઓ મોટા સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, તેમણે ઝડપથી પોતાને છુપાવવાનો પ્રયાસ કર્યો. બાયર્ને પોતાનું મોં ફેરવી લીધું, જ્યારે કેબોટે હાથથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. આ ઘટનાએ હાજર લોકોનું ધ્યાન ખેંચ્યું, અને કોલ્ડપ્લેના ફ્રન્ટમેન ક્રિસ માર્ટિને મજાકમાં કહ્યું, "ઓહ, લાગે છે આ બંને કાં તો અફેરમાં છે અથવા ખૂબ શરમાળ છે!" આ ટિપ્પણીએ પરિસ્થિતિને વધુ રસપ્રદ બનાવી દીધી.
સોશિયલ મીડિયા પર ઉઠેલો હંગામો
આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયો, અને લોકોએ તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી. ખાસ કરીને, એન્ડી બાયર્ન (Andy Byrne) ના પરિણીત હોવાને કારણે આ વીડિયો વધુ વિવાદાસ્પદ બન્યો. ઘણા યુઝર્સે બાયર્ન અને કેબોટ (Byrne and Cabot) વચ્ચે અફેરની અટકળો શરૂ કરી. એક યુઝરે લખ્યું, "બાયર્નની પત્ની માટે દિલથી દુઃખ થાય છે, પરંતુ એ વાતની ખુશી છે કે આ બંને ખુલ્લા પડી ગયા." બીજા એક યુઝરે ટિપ્પણી કરી, "શું વધુ ખરાબ છે? તમારા પાર્ટનરનું અફેર હોવું કે તેમનું કોલ્ડપ્લેનું સંગીત પસંદ કરવું?" કેટલાકે આ ઘટનાને "ઇન્ટરનેટનું સૌથી મોટું કૌભાંડ" ગણાવ્યું, જ્યારે અન્યોએ બાયર્ન અને કેબોટની જાહેર સ્થળે આવું વર્તન કરવાની મૂર્ખતા પર સવાલ ઉઠાવ્યા. એક યુઝરે લખ્યું, "જો તમે અફેરમાં હોવ, તો કોન્સર્ટ જેવી જાહેર જગ્યાએ કેમ જશો?"
એન્ડી બાયર્ન વિશે
એન્ડી બાયર્ન જુલાઈ 2023થી એસ્ટ્રોનોમરના CEO તરીકે કાર્યરત છે, જે એક ડેટા/સોફ્ટવેર કંપની છે અને તેનું મૂલ્ય $1.3 બિલિયનથી વધુ છે. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર, તેમણે અગાઉ ફ્યુઝ અને થિંકિંગફોન્સ જેવી કંપનીઓમાં મહત્વની ભૂમિકાઓ નિભાવી છે. બાયર્નના લગ્ન મેગન કેરીગન બાયરન સાથે થયા છે, અને તેઓ ન્યૂયોર્કમાં તેમના 2 બાળકો સાથે રહે છે.
મેગન બાયર્નની પ્રતિક્રિયા અને અટકળો
આ વીડિયો બાદ, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો કે મેગન બાયર્ને તેમની પ્રોફાઇલમાંથી 'બાયર્ન' અટક હટાવી દીધી છે. આ ઘટનાએ બંનેના વૈવાહિક જીવનમાં તણાવ હોવાની અટકળોને વધુ હવા આપી. જોકે, મેગને આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, જેના કારણે આ બાબતે રહસ્ય વધુ ગાઢ બન્યું છે.
આ પણ વાંચો : રશિયા મુદ્દે NATO ચીફ માર્ક રૂટે ચીન-બ્રાઝિલ અને ભારતને આપી ધમકી