ચીને તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા ડેમનું શરૂ કર્યું બાંધકામ
- ચીને તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા ડેમનું શરૂ કર્યું બાંધકામ
નવી દિલ્હી: ચીને દક્ષિણ-પૂર્વ તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર દુનિયાનું સૌથી મોટા ડેમના નિર્માણનું કામ શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટને ચીને ડિસેમ્બરમાં મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ ચીન માટે કેટલો મહત્વપૂર્ણ છે, તેનો અંદાજો તેના ઉપરથી લગાવી શકાય છે કે, આના શિલાન્યાસ સમારંભમાં ચીનના વડાપ્રધાન લી કિયાંગ સામેલ થયા હતા.
ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યું હતું કે આ બંધ દ્વારા ઉત્પાદિત વીજળી તિબેટમાં સ્થાનિક વીજળીની જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ સાથે અન્ય વિસ્તારોમાં વપરાશની આપૂર્તિને પણ પૂર્ણ થશે. ચીને તેને તિબેટ ક્ષેત્રમાં કાર્બન તટસ્થતા લક્ષ્યો અને વિકાસ લક્ષ્યો તરફની સફરમાં મદદરૂપ ગણાવ્યું છે.
દુનિયાનો સૌથી મોટો ડેમ
બ્રહ્મપુત્ર નદી પર બની રહેલો આ બંધ વિશ્વનો સૌથી મોટો બંધ હશે. હાલમાં, ચીનમાં યાંગત્ઝે નદી પર બનેલો થ્રી ગોર્જીસ ડેમ વિશ્વનો સૌથી મોટો બંધ છે. બ્રહ્મપુત્ર પર બની રહેલો આ બંધ થ્રી ગોર્જીસ કરતા અનેક ગણી વધુ વીજળી ઉત્પન્ન કરશે તેવી અપેક્ષા છે. પરંતુ ચીનનો આ પ્રોજેક્ટ ભારત માટે ચિંતાનો વિષય છે.
આશરે $167 બિલિયનના ખર્ચે બનેલા આ બંધના નિર્માણ પછી બ્રહ્મપુત્ર નદી પ્રણાલીના પાણીના પ્રવાહ અને ઇકોલોજીને અસર થવાની આશંકા છે. તેની અસર ભારત અને બાંગ્લાદેશ પર પણ જોવા મળી શકે છે. ચીને આ પ્રોજેક્ટને મંજૂરી આપ્યા પછી જ ભારતે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
જોકે, ચીને કહ્યું હતું કે બ્રહ્મપુત્ર નદી પર બની રહેલા બંધની નીચલા વિસ્તારો પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં. આ ડેમમાં 5 જળવિદ્યુત મથકો બનાવવામાં આવશે. અરુણાચલ પ્રદેશથી થોડા અંતરે સ્થિત ચીનના નિંગચી શહેરમાં આયોજિત એક કાર્યક્રમ બાદ ડેમનું બાંધકામ શરૂ થયું.
આ પણ વાંચો- 1 અક્ટોબરથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ: 10 લાખ લોકોને મળશે રોજગાર, આ વસ્તુઓ થશે સસ્તી!