ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ચીન જલ્દી જ લાવી રહ્યું છે Flying Cars! બનાવશે 1 લાખ કાર

ચીન હવાઈ કાર ટેકનોલોજીમાં વિશ્વને નવી દિશા આપવા તૈયાર છે. ચીનનું શહેર બેઇજિંગ આગામી 6 વર્ષમાં 1 લાખ ફ્લાઈંગ કાર બનાવવાની યોજના ધરાવે છે. આ ફ્લાઈંગ કારનો ઉપયોગ વ્યક્તિગત પરિવહન, ફ્લાઈંગ ટેક્સી, ડિલિવરી વાન, ઈમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન અને ખેતીમાં ઓટોમેટેડ વાહનો તરીકે કરવામાં આવશે. આ ટેક્નોલોજીનું આધાર સ્તંભ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને માનવરહિત કામગીરી રહેશે. ચીનમાં ડ્રોન ટેકનોલોજી પણ ઝડપથી વિકાસ પામી રહી છે.
01:11 PM Nov 29, 2024 IST | Hardik Shah
ચીન હવાઈ કાર ટેકનોલોજીમાં વિશ્વને નવી દિશા આપવા તૈયાર છે. ચીનનું શહેર બેઇજિંગ આગામી 6 વર્ષમાં 1 લાખ ફ્લાઈંગ કાર બનાવવાની યોજના ધરાવે છે. આ ફ્લાઈંગ કારનો ઉપયોગ વ્યક્તિગત પરિવહન, ફ્લાઈંગ ટેક્સી, ડિલિવરી વાન, ઈમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન અને ખેતીમાં ઓટોમેટેડ વાહનો તરીકે કરવામાં આવશે. આ ટેક્નોલોજીનું આધાર સ્તંભ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને માનવરહિત કામગીરી રહેશે. ચીનમાં ડ્રોન ટેકનોલોજી પણ ઝડપથી વિકાસ પામી રહી છે.
Flying Cars in China

Flying Cars in China : આજથી 15 વર્ષ પહેલા લોકો સપના જોતા હતા કે 2020 પછી દુનિયાભરમાં હવામાં ઉડતી કાર જોવા મળી જશે. પણ તે આજે પણ એક સપના બરાબર દેખાઇ રહ્યું છે. ત્યારે હવે આ સપનાને પાંખો આપવા ચીન આગળ આવ્યું હોવાનું સામે આવ્યું છે. જીહા, ચીનનું કહેવું છે કે, ટૂંક સમયમાં શહેરોને ફ્લાઈંગ કારથી બદલી દેશે. મળતી માહિતી અનુસાર, ચીનનું શહેર બેઇજિંગ 1 લાખ ફ્લાઈંગ કાર બનાવવાની યોજના ધરાવે છે.

આગામી 6 વર્ષમાં ચીનમાં જોવા મળશે ફ્લાઈંગ કાર

ચીનના કહેવા પ્રમાણે ફ્લાઈંગ કારનો ઉપયોગ વિવિધ સેવાઓમાં કરવામાં આવશે, જેમાં વ્યક્તિગત પરિવહન, ફ્લાઈંગ ટેક્સી, ડિલિવરી વાન, ઈમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન અને ખેતીમાં ઓટોમેટેડ વાહનોનો સમાવેશ થાય છે. એક તાજેતરના રિપોર્ટ અનુસાર, આગામી 6 વર્ષમાં ચીનના મુખ્ય શહેરોના આકાશમાં ફ્લાઈંગ કાર દેખાવાની સંભાવનાઓ છે. આ ઉડતી કારોને ટેકનિકલી "ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ વ્હીકલ" (eVTOL) તરીકે ઓળખવામાં આવે છે. ચીનના મહત્તમ શહેરોએ આ પરિવર્તન માટે પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચાઈના લો-અલ્ટીટ્યુડ ઈકોનોમિક એલાયન્સના રિપોર્ટ મુજબ, ફ્લાઈંગ કાર માટે એર ટ્રાફિક નેટવર્ક અને ગ્રાઉન્ડ ફેસિલિટીની સ્થાપના બેથી ત્રણ વર્ષમાં પૂર્ણ થઈ જશે. 2026 થી આ ટેક્નોલોજીના મોટા પાયે ઉત્પાદનની શરૂઆત થશે.

ખર્ચ ઘટાડા અને ટેક્નોલોજીનો વિકાસ

વર્તમાન સમયમાં એક eVTOLની કિંમત £1 મિલિયન (અંદાજે રૂ. 10 કરોડ) છે, પરંતુ 2030 સુધીમાં આ કિંમતોમાં ઘટાડો થવાની આશા છે. પરિવાર માટે અનુકૂળ એવી 4થી 5 સીટ ધરાવતી ફ્લાઈંગ કારની કિંમત £200,000 (અંદાજે રૂ. 2.14 કરોડ) સુધી હોઈ શકે છે. આ ટેક્નોલોજીનું આધાર સ્તંભ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને માનવરહિત કામગીરી રહેશે.

ડ્રોન ટેક્નોલોજી અને તેનો વિકાસ

ફ્લાઈંગ કારની ટેક્નોલોજી સાથે ચીનમાં ડ્રોન ટેક્નોલોજી પણ ઝડપથી વિકાસ પામી રહી છે. બેઇજિંગ સ્થિત i-Kingtec જેવી કંપનીઓએ સ્વાયત્ત ડ્રોન ગેરેજ વિકસાવ્યા છે, જે પાવર ગ્રીડ નિરીક્ષણ અને પર્યાવરણીય દેખરેખ માટે ઉપયોગમાં લેવાય છે. આ અદ્યતન ટેક્નોલોજી ખાસ કરીને વિશાળ વિસ્તારોનું સંચાલન કરવા માટે સક્ષમ છે.

ચીનના આકાશમાં નવી ક્રાંતિ

આ યોજનાઓ સ્પષ્ટ કરે છે કે ચીન ફ્લાઈંગ કાર ટેક્નોલોજીમાં વિશ્વને એક નવી દિશા આપવાની તૈયારીઓ કરી રહ્યું છે. ડ્રોન અને eVTOL જેવા નવીન ઉપકરણો ચીનના આકાશને નવા આયામ આપશે. આ મહત્ત્વાકાંક્ષી આયોજન ફક્ત ચીનના ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં જ નહીં, પરંતુ વૈશ્વિક ટેક્નોલોજી ઉદ્યોગમાં પણ મોટી પ્રગતિનું નિર્માણ કરશે.

આ પણ વાંચો:  આ દેશમાં બાળકો માટે સોશિયલ મીડિયા Ban!

Tags :
Affordable Flying Cars FutureArtificial Intelligence in Flying CarsAutomated Farming VehiclesAutonomous Drone GarageBeijing Flying Car ProjectChina's Air Traffic NetworkChina's Flying Car PlansChina's Role in Global TechnologyCost of Flying Cars 2030Drone Technology in ChinaElectric Vertical Takeoff and Landing VehiclesEmergency Rescue Flying VehicleseVTOL DevelopmentFlying Cars for Personal TransportFlying Cars in ChinaFlying Taxi ServicesFuture of Air Transportation in ChinaFuture Transportation TechnologyGujarat FirstHardik ShahHigh-Tech Mobility SolutionsInnovations in Air MobilityLow-Altitude Economic Alliance ChinaMass Production of Flying Cars by 2026Smart Cities with Flying CarsTechnological Advancements in China
Next Article