Dalai Lama Grammy Award : તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાને મળ્યો ગ્રેમી એવોર્ડ, ચીન ભડક્યું
- 68મા ગ્રેમી એવોર્ડ્સમાં દલાઈ લામાએ જીત્યો પ્રથમ એવોર્ડ (Dalai Lama Grammy Award)
- 'બેસ્ટ ઓડિયો બુક' કેટેગરીમાં આધ્યાત્મિક ગુરુની ઐતિહાસિક જીત
- ચીને એવોર્ડને 'ચીન વિરોધી અલગતાવાદી પ્રવૃત્તિ' ગણાવી
- દલાઈ લામા ધાર્મિક નહીં પણ રાજકીય નિર્વાસિત છે: ચીન
તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા (Dalai Lama) ને મળેલા પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ (Grammy Award) બાદ ચીનનો આક્રમક મિજાજ (Aggressive Stance) સામે આવ્યો છે. ચીને આ સન્માનની આકરી નિંદા કરતા જણાવ્યું હતું કે તે આ પુરસ્કારનો ઉપયોગ રાજકીય એજન્ડા અને 'ચીન વિરોધી અલગતાવાદી પ્રવૃત્તિઓ' માટે કરવાના સખત વિરોધમાં છે.
Dalai Lama Grammy Award : શ્રેષ્ઠ ઓડિયો બુક કેટેગરીમાં ઐતિહાસિક જીત
લોસ એન્જલસમાં યોજાયેલા 68મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સ (68th Annual Grammy Awards) માં દલાઈ લામા, તેનઝિન ગ્યાત્સો (Tenzin Gyatso) એ ઈતિહાસ રચ્યો છે. તેમણે તેમના સ્પોકન આલ્બમ 'મેડિટેશન્સ: ધ રિફ્લેક્શન્સ ઓફ હિઝ હોલિનેસ ધ દલાઈ લામા' (Meditations: The Reflections of His Holiness the Dalai Lama) માટે શ્રેષ્ઠ ઓડિયો બુક, નેરેટર અને સ્ટોરીટેલિંગ રેકોર્ડિંગ કેટેગરીમાં તેમનો પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો છે.
At 90, His Holiness the Dalai Lama wins a Grammy-
for Best Audio Book, Narration & Storytelling Recording for his spoken-word album Meditations: The Reflections of His Holiness the Dalai Lama #DalaiLama #Wisdom #InnerPeace #GrammyAwards pic.twitter.com/lLOKbPX31p— Tibet Culture (@CultureTibet) February 2, 2026
ચીનના વિદેશ મંત્રાલયનો ગંભીર આરોપ
દલાઈ લામાના આ સન્માન પર પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાન (Lin Jian) એ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, "90 વર્ષીય આ આધ્યાત્મિક નેતા કેવળ ધાર્મિક વ્યક્તિ નથી, પરંતુ ધર્મના આડમાં ચીન વિરોધી પ્રવૃત્તિઓમાં રોકાયેલા રાજકીય નિર્વાસિત છે." બેઇજિંગે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પક્ષ દ્વારા આ એવોર્ડનો ઉપયોગ ચીનની અખંડિતતા વિરુદ્ધ કરવામાં આવે તેનો વિરોધ કરે છે.ઉલ્લેખનીય છે કે, 1959થી ભારતના ધર્મશાળા (Dharamshala, India) માં રહી રહેલા દલાઈ લામાને 1989માં તિબેટની મુક્તિ માટેના અહિંસક સંઘર્ષ બદલ 'નોબેલ શાંતિ પુરસ્કાર' (Nobel Peace Prize) પણ મળી ચૂક્યો છે.
આ પણ વાંચો: ભ્રષ્ટાચાર મામલે ઢાકા કોર્ટે પૂર્વ PM શેખ હસીનાને ફટકારી 10 વર્ષની જેલની સજા!


