Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

વેનેઝુએલા સંકટ પર ચીનની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી, કહ્યુ-દાદાગીરી નહીં ચાલે

અમેરિકા દ્વારા નિકોલસ માદુરોની ધરપકડને ચીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે કહ્યું કે કોઈપણ દેશ દુનિયાનો પોલીસમેન કે ન્યાયાધીશ બની શકે નહીં. જિનપિંગે અમેરિકાની 'એકતરફી દાદાગીરી' સામે લાલ આંખ કરી છે અને વેનેઝુએલાના સાર્વભૌમત્વનું સન્માન કરવા આગ્રહ કર્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ આ મામલે રશિયા અને પાકિસ્તાન સાથે મળીને અમેરિકાના સૈન્ય એક્શનનો વિરોધ કર્યો છે
વેનેઝુએલા સંકટ પર ચીનની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી  કહ્યુ દાદાગીરી નહીં ચાલે
Advertisement

. અમેરિકાની દાદાગીરી સામે ચીનની લાલ આંખ
. કોઈ દેશ દુનિયાનો પોલીસમેન કે જજ બની શકે નહીં: જિનપિંગ
. ચીને અમેરિકાની વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહીનો કર્યો વિરોધ

બીજિંગ: વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લેરેસને અમેરિકાની સેના દ્વારા એક મોટા સૈન્ય અભિયાનમાં એરેસ્ટ કરીને અમેરિકા લઈ જવાયા છે. આ ઘટનાની ચીને આકરા શબ્દોમાં નિંદા કરીને કડક લહેજામાં ચેતવણી પણ આપી છે.

Advertisement

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે કહ્યુ છે કે કોઈ દેશ દુનિયાનો પોલીસકર્મી અથવા આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશ બનવાનો હકદાર નથી. તેમણે કહ્યુ છે કે આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે અને વેનેઝુએલાના સાર્વભૌમત્વ પર હુમલો છે. ચીને અમેરિકાને ચેતવણી આપતા કહ્યુ છે કે એકતરફી દાદાગીરી નહીં ચાલે.

Advertisement

શું કહ્યું જિનપિંગે?

સોમવારે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે વૈશ્વિક મામલાઓમાં એકતરફી અને દાદાગીરી ભરેલા કૃત્યોની ટીકા કરતા મહાસત્તાઓને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોનું સમ્માન કરવાનો આગ્રહ કર્યો છે.

સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆ પ્રમાણે, શી જિનપિંગે બીજિંગમાં આયરલેન્ડના પ્રધાનમંત્રી મિશેલ માર્ટિન સાથેની બેઠક દરમિયાન આ ટીપ્પણીઓ કરી છે. જિનપિંગે કહ્યુ છે કે તમામ દેશોના લોકો દ્વારા પસંદ કરાયેલા વિકાસ માર્ગોનું સમ્માન કરવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદાની સાથે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ઉદેશ્યો અને સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ, જેમાં મુખ્ય દેશોની અગ્રણી ભૂમિકા હોવી જોઈએ. વૈશ્વિક વ્યવસ્થા પર વધતા દબાણની ચેતવણી આપતા ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગે કહ્યુ છે કે પરિવર્તનો અને અરાજકતાથી ઘેરાયેલી દુનિયામાં એકતરફી અને દાદાગીરીવાળા કૃત્ય આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને ગંભીરપણે નબળા બનાવે છે.

ચીનના વિદેશ મંત્રીએ પણ કર્યો હતો વિરોધ

આ પહેલા રવિવારે બીજિંગમાં ચીન-પાકિસ્તાનના વિદેશ મંત્રીઓના રણનીતિક સંવાદ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ બીજિંગ તરફથી વિરોધ વ્યક્ત કર્યો હતો. વાંગ યીએ કહ્યુ હતુ કે ચીન હંમેશા બળનો પ્રયોગ અથવા ધમકીનો, તેની સાથે એક દેશ દ્વારા અન્ય દેશ પર પોતાની ઈચ્છા થોપવાનો વિરોધ કરે છે. તેમણે કહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ ઝડપથી અસ્થિર અને જટિલ થઈ ગઈ છે અને એકતરફી દાદાગીરી ઝડપથી ગંભીર થઈ રહી છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે વૈશ્વિક વ્યવસ્થા કોઈ એક શક્તિ દ્વારા નિર્ધારીત કરી શકાય નહીં.
વાંગ યીએ કહ્યુ હતુ કે અમે ક્યારેય એ માનતા નથી કે કોપણ દેશ વિશ્વ પોલીસકર્મીની ભૂમિકા નિભાવી શકે છે અને ન તો અમે એ વાત સાથે સંમત છીએ કે કોપણ દેશ ખુદને આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશ થવાનો દાવો કરી શકે છે.

ચીનના વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તમામ દેશોનું સાર્વભૌમત્વ અને સુરક્ષાની સંપૂર્ણ પ્રકારે સુરક્ષા થવી જોઈએ. તેમણે કહ્યુ છે કે ચીન સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું પાલન કરે, મૂળભૂત આંતરરાષ્ટ્રીય માપદંડોને જાળવી રાખે, રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું સમ્માન કરે અને વૈશ્વિક શાંતિ તથા વિકાસની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખે.

અમેરિકાની કસ્ટડીમાં માદુરો

મહત્વપૂર્ણ છેકે વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ પદ પર આસિન નિકોલસ માદુરો અને તેમના પત્નીને શનિવારે રાત્રે એક મોટા સૈન્ય અભિયાન દરમિયાન અમેરિકાની સેનાએ એરેસ્ટ કરીને અમેરિકાની અદાલતમાં રજૂ કર્યા હતા. માદુરોના સ્થાને ડેલ્સી રોડ્રિગેઝને વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આકરી ચેતવણી જાહેર કરીને કહ્યુ છે કે વેનેઝુએલાએ અમેરિકાને પુરી પહોંચ આપવી પડશે અથા કદાચ માદુરોથી પણ ખરાબ પરિણામોનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો:વેનેઝુએલા પર એક્શન બાદ ટ્રમ્પે વધુ 2 દેશને આપી ધમકી, કહ્યુ- આવા જ હાલ થશે!

Tags :
Advertisement

.

×