Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Cole Thomas Allen : કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી, એન્જિનિયર, વીડિયો ગેમ ડેવલપર કેમ બન્યો શૂટર ?

Cole Thomas Allen : વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન હિલ્ટન હોટેલમાં ગોળીબાર કરનાર શખ્સની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાયેલા શૂટર કોલ થોમસ એલનની (Cole Thomas Allen) પ્રોફાઇલ જોઈને તપાસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
cole thomas allen   કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી  એન્જિનિયર  વીડિયો ગેમ ડેવલપર કેમ બન્યો શૂટર
Advertisement
  • Cole Thomas Allen : કેલટેકનો એન્જિનિયર અને ગેમ ડેવલપર નીકળ્યો હુમલાખોર
  • એવોર્ડ વિજેતા શિક્ષકમાંથી ગુનેગાર: માસ્ટર ડિગ્રી હોલ્ડર કોલ એલને કર્યું ફાયરિંગ
  • રાજકીય જોડાણ: શૂટરે કમલા હેરિસના ચૂંટણી અભિયાનમાં આપ્યું હતું દાન
  • મોટી કબૂલાત: "ટ્રમ્પના વરિષ્ઠ અધિકારીઓ જ હતા મારું અસલી નિશાન"
  • તપાસ તેજ: સોમવારે કોર્ટમાં રજૂઆત, હિંસા પાછળનું રહસ્ય શોધવા મથતું તંત્ર

Cole Thomas Allen : વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર (White House Correspondents' Dinner) દરમિયાન હિલ્ટન હોટેલમાં ગોળીબાર કરનાર શખ્સની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાયેલા શૂટર કોલ થોમસ એલનની (Cole Thomas Allen) પ્રોફાઇલ જોઈને તપાસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઉચ્ચ શિક્ષિત અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ ધરાવતો આ યુવાન કેવી રીતે હિંસાના માર્ગે વળ્યો તે હવે તપાસનો વિષય બન્યો છે.

Cole Thomas Allen : ઉચ્ચ શિક્ષિત અને 'શિક્ષક ઓફ ધ મન્થ'

31 વર્ષીય કોલ થોમસ એલન દક્ષિણ કેલિફોર્નિયાના ટોરેન્સ (Torrance, California) વિસ્તારનો રહેવાસી છે. તેની લિંક્ડઇન પ્રોફાઇલ (LinkedIn Profile) મુજબ, તે અત્યંત પ્રતિભાશાળી શૈક્ષણિક રેકોર્ડ ધરાવે છે. તેણે 2017માં વિશ્વપ્રસિદ્ધ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (Caltech) માંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યું હતું. એટલું જ નહીં, ગયા વર્ષે જ તેણે કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી (Master’s Degree in Computer Science) મેળવી હતી. તે 'C2 એજ્યુકેશન' નામની સંસ્થામાં શિક્ષક તરીકે કાર્યરત હતો અને ડિસેમ્બર 2024માં તેને "શિક્ષક ઓફ ધ મન્થ" (Teacher of the Month) નો એવોર્ડ પણ મળ્યો હતો.

Advertisement

Advertisement

ટ્રમ્પના અધિકારીઓ હતા નિશાન પર

મીડિયા રિપોર્ટ મુજબ, એલને પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે તેનો ઈરાદો ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ અધિકારીઓને નિશાન બનાવવાનો હતો. તે વ્યવસાયે વિડીયો ગેમ ડેવલપર (Video Game Developer) પણ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેને 'માનસિક રીતે બીમાર' ગણાવ્યો છે, પરંતુ તેની પ્રોફાઇલ એક શાર્પ પ્રોફેશનલ જેવી દેખાઈ રહી છે.

રાજકીય જોડાણ અને દાન

તપાસમાં વધુ એક વિગત સામે આવી છે કે એલન રાજકીય રીતે પણ સક્રિય હતો. ફેડરલ ઇલેક્શન કમિશન (FEC) ના રેકોર્ડ્સ દર્શાવે છે કે ઓક્ટોબર 2024માં તેણે કમલા હેરિસના (Kamala Harris) ચૂંટણી પ્રચાર અભિયાન માટે $25નું દાન પણ આપ્યું હતું. આ રાજકીય જોડાણ હુમલા પાછળના હેતુને સમજવા માટે મહત્વની કડી સાબિત થઈ શકે છે. હાલમાં તે કસ્ટડીમાં છે અને સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : Washington Hotel Shooting : ટ્રમ્પની હાજરીમાં ગોળીબાર કરનાર શખ્સ ઝડપાયો, જાણો કોણ છે આ હુમલાખોર?

Tags :
Advertisement

.

×