China માં જિનપિંગના તખ્તાપલટની કોશિશ, જનરલે US ને ન્યૂક્લિયર સિક્રેટ લીક કર્યા!
. ચીનના સૌથી વરિષ્ઠ જનરલ ઝાંગ યૌશિયો પર દેશદ્રોહના ગંભીર આરોપ
. જિનપિંગ સામે સૈન્ય અસંતોષને કારણે તખ્તાપલટની કોશિશની આશંકા
. ભ્રષ્ટાચાર-શિસ્તભંગના નામે જિનપિંગે ચીની જનરલોને ઠેકાણે પાડયા
China Coup Attempt: ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ના સૌથી વરિષ્ઠ અધિકારી જનરલ ઝાંગ યૌશિયા (General Zhang Youxia) પર ગંભીર આરોપ લગ્યા છે. અમેરિકાના અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, તેમના પર અમેરિકાને ચીનના પરમાણુ શસ્ત્રો સાથે જોડાયેલી ગુપ્ત જાણકારી લીક કરવાનો અને પ્રમોશનના બદલામાં લાંચ લેવાનો આરોપ છે. આ આરોપો બાદ ચીનના સૈન્ય નેતૃત્વમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે.
ચીનના સંરક્ષણ મંત્રાલયે શનિવારે કહ્યું કે કેન્દ્રીય સૈન્ય કમાન્ડ (CMC) ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જનરલ ઝાંગ યૌશિયા અને સીએમસીના જોઈન્ટ સ્ટાફ વિભાગના પ્રમુખ જનરલ લિયૂ ઝેનલીની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. મંત્રાલયે ક્હ્યું છે કે બંને પર શિસ્ત અને કાયદાના ગંભીર ઉલ્લંઘનની શંકા છે.
તેના સિવાય ચીનનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે પાંચ અન્ય અધિકારીઓને પણ હટાવ્યા છે. આરોપ છે કે આ અધિકારીઓએ પીપલ્સ લિબરેશન આર્મી પર ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્ણ નિયંત્રણને નબળું કરવાની કોશિશ કરી હતી.
જિનપિંગના તખ્તાપલટની કોશિશ
રિપોર્ટો અને અફવાઓ મુજબ, કેટલાક ટોચના સૈન્યાધિકારીઓએ શી જિનપિંગને હટાવવાની કોશિશ કરી, કારણ કે તે પીએલએ અને સીસીપીના આકરા નિયંત્રણથી ખુશ ન હતા. જો કે કેટલાક લોકો તેને શી જિનપિંગની પીએલએમાં પોતાની પકડ મજબૂત કરવા માટે કરવામાં આવેલી એક સામાન્ય અને નિયમિત કાર્યવાહી પણ માની રહ્યા છે.
ચીનના વરિષ્ઠ સૈન્યાધિકારીઓની બંધબારણે યોજાયેલી બેઠક સાથે જોડાયેલા લોકોને ટાંકીને વૉલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું છે કે જનરલ ઝાંગ યૌશિયા પર બેહદ ગંભીર આરોપ લાગેલા છે. રિપોર્ટ મુજબ, તેમણે ચીનના પરમાણુ હથિયારો સાથે જોડાયેલી મહત્વની તકનીકી જાણકારી અમેરિકાના અધિકારીઓને આપી અને સેનાના શક્તિશાળી ખરીદ તંત્રમાં અધિકારીઓને પ્રમોશન આપવા બદલ મોટી લાંચ લીધી.
રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે જનરલ ઝાંગ પર કમ્યુનિસ્ટ પા્ટીની એકતાને નબળી કરવા માટે રાજકીય જૂથ બનાવવાનો અને પાર્ટીના સર્વોચ્ચ સૈન્ય નિર્ણય લેનારી સંસ્થા સેન્ટ્રલ મિલિટ્રી કમિશન (CMC) માં પોતાના ધિકારોનો દુરુપયોગ કરવાનો આરોપ છે.
રિપોર્ટ મુજબ, અધિકારી એ મુખ્ય એજન્સીમાં જનરલ ઝાંગ યૌશિયાની ભૂમિકાની તપાસ પણ કરી રહ્યા છે, જે હથિયારોના રિસર્ચ, ડેવલપમેન્ટ અને ખરીદ સાથે જોડાયેલા છે. આરોપ છે કે તેમણે આ એજન્સીમાંલાંચના બદલામાં અધિકારીઓના પ્રમોશનને મંજૂરી આપી.
આ મામલામાં મળેલા કેટલાક પુરાવા ચીન નેશનલ ન્યૂક્લિયર કોર્પોરેશનના પૂર્વ પ્રમુખ ગૂ જૂનની તપાસ સાથે પણ જોડાયેલા છે. આ સરકારી કંપની ચીનના નાગરિક અને સૈન્ય પરમાણુ કાર્યક્રમોની દેખરેખ કરે છે.
"THE MILITARY COUP IN CHINA IS A DIVERSION"
The top general in China is under suspicion for allegedly leaking information about the country's nuclear weapons program to the U.S. and for accepting bribes in exchange for official decisions.
The person of interest is Gen. Zhang… pic.twitter.com/gHsTcdvpIm
— WORLD AT WAR (@World_At_War_6) January 25, 2026
આ પણ વાંચો: Xi Jinping Coup Attempt : હોટલમાં જિનપિંગનું 'ઢીમ' ઢાળી દેવાનો પ્લાન હતો? સેનામાં ભૂકંપ!
શિસ્તભંગ સાથે જોડાયેલો પરમાણુ ક્ષેત્રની સુરક્ષાનો મામલો
બીજિંગે આ સપ્તાહની શરૂઆતમાં જણાવ્યું હતું કે ગૂ જૂનની વિરુદ્ધ ગંભીર અનુશાસનહિનતાના આરોપોની તપાસ ચાલી રહી છે. બાદમાં અધિકારીઓએ આ તપાસને પરમાણુ ક્ષેત્રમાં થયેલી એક સુરક્ષા ચૂક સાથે પણ સાંકળી.
વૉલ સ્ટ્રીટ જર્નલના નિવેદનમાં ચીની દૂતાવાસના પ્રવક્તા લિયૂ પેંગયૂએ કહ્યુ છે કે આ તપાસ ભ્રષ્ટાચાર વિરુદ્ધ બીજિંગની ઝીરો ટોલરન્સ પોલિસીને દર્શાવે છે.
WW3: China Silent Military Coup Purge Before Taiwan Invasion
Xi just purged China's ENTIRE military leadership 6 of 7 top generals: GONE Zhang Youxia (Military #2): Under investigation Only survivor: Zhang Shengmin (Xi's hometown neighbor) Dictators purge old generals before… pic.twitter.com/fFpM0k1jOu
— SynCronus (@syncronus) January 26, 2026
આ પણ વાંચો: Greenland પર પુતિન-જિનપિંગને કરવો છે કબજો, માત્ર US બચાવી શકશે: Davosમાં બોલ્યા ટ્રમ્પ
જિનપિંગના સૌથી નિકટવર્તી જનરલ
જનરલ જાંગ લાંબા સમયથી રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના સૌથી નજીકના સૈન્ય સહયોગી ગણાય છે. તે સત્તારુઢ કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિતબ્યૂરોના સદસ્ય છે અને ચીનના ગણતરીના વરિષ્ઠ અધિકારીઓમાં સામેલ છે કે જેમની પાસે વાસ્તવિક યુદ્ધનો અનુભવ છે.
તેમણે 1979 અને 1984માં વિયતનામની સાથે થયેલા સીમા સંઘર્ષોમાં હિસ્સો લીધો હતો. રિટાયરમેન્ટની વય પૂર્ણ થયા બાદ પણ તેમને સીએમસીમાં રાખવામાં આવ્યા. જે દર્શાવે છે કે ઝાંગ જિનપિંગથી કેટલા નજીક છે.
75 વર્ષના જનરલ ઝાંગ યૌશિયા ચીનના સૌથી ઉંચા પદ પર આસિન સૈન્યાધિકારી છે. તેઓ સેન્ટ્રલ મિલિટ્રી કમિશનના ઉપાધ્યક્ષ છે. તેમની સાથે જનરલ ઝાંગ શેંગમિન પણ ઉપાધ્યક્ષ છે. ઝાંગ શેંગમિનને ગત વર્ષ ત્યારે પ્રમોટ કરવામાં આવ્યા હતા, જ્યારે ભ્રષ્ટાચારના આરોપોમાં એક અન્ય વરિષ્ઠ અધિકારીને પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
બંને અધિકારીઓ રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગથી નીચી રેન્ક ધરાવે છે. શી જિનપિંગ 2012થી સેન્ટ્રલ મિલિટ્રી કમિશનના અધ્યક્ષ છે.
એન્ટી કરપ્શનના મામલામાં તપાસ
આ તપાસ પીપલ્સ લિબરેશન આર્મીની અંદર શી જિનપિંગા મોટા એન્ટી કરપ્શન ઓપરેશન વચ્ચે થઈ રહી છે, આ ઓપરેશન 2023થી વધુ તેજ કરાયું છે.
અત્યાર સુધી આ કાર્યવાહીમાં સીએમસીના ઘણાં સદસ્ય, બે પૂર્વ સંરક્ષણ મંત્રીઓ અને સેનાની અલગ-અલગ શાખાના ઘણાં વરિષ્ઠ કમાન્ડર તપાસ પ્રક્રિયામાં આવી ચુક્યા છે.
વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, શી જિનપિંગે જનરલ ઝાંગના પહેલા સૈન્ય કાર્યકાળની તપાસ માટે એક સ્પેશયલ ટીમ બનાવવાનો આદેશ કર્યો છે. તેની સાથે જ જરનલ ઝાંગ અને જનરલ લિયૂ સાથે જોડાયેલા અધિકારીઓના મોબાઈલ ફોન પણ જપ્ત કરવાામં આવ્યા છે, કારણ કે તપાસ પ્રક્રિયા આખા સૈન્ય માળખામાં ફેલાઈ રહી છે.
જો કે ચીની સરકારના સત્તાવાર નિવેદનોમાં માત્ર એટલું કહેવામાં આવ્યું છે કે તપાસ ચાલુ છે, પરંતુ વૉલ સ્ટ્રીટ જર્નલે એક્સપર્ટ્સને ટાંકીને કહ્યું છે કે આટલા વરિષ્ઠ અધિકારીઓ પર કાર્યવાહીને કારણે કેટલાક સમય માટે સેનાની તૈયારીઓ પ્રભાવિત થઈ શકે છે, ભલે તેનાથી શી જિનપિંગનું સેના પર રાજકીય નિયંત્રણ વધુ થઈ જાય.
આ પણ વાંચો: ચીન તાઈવાનને ગળી જ જશે, 2026માં જિનપિંગના સંદેશમાં બ્રહ્મપુત્ર ડેમનો પણ ઉલ્લેખ


