Tesla Autopilot કેસમાં કોર્ટે ટેસ્લા કંપનીને 1,660 કરોડનો દંડ ફટકાર્યો
- એલોન મસ્કની ટેસ્લા કંપનીને મોટો ઝટકો
- ગમખ્વાર અકસ્માતમાં 1,660 કરોડનો કોર્ટે ફટકાર્યો દંડ
- અમેરિકન કોર્ટે ટેસ્લા કંપનીની ટેકનોલોજીને ઠેરાવી દોષિત
એલોન મસ્ક (Elon Musk) ની ટેસ્લા (Tesla) કંપનીને અમેરિકાની કોર્ટે એક Tesla Autopilot અકસ્માત કેસમાં જવાબદાર ઠેરવીને $200 મિલિયન (લગભગ રૂ. 1,660 કરોડ) થી વધુનું નુકસાનનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ અકસ્માત ફ્લોરિડામાં થયો હતો, જેમાં ટેસ્લાની ઓટોપાયલટ (Tesla Autopilot ) ડ્રાઇવર આસિસ્ટ ટેકનોલોજીને દોષિત ઠેરવવામાં આવી હતી. અમેરિકાના મિયામીમાં એક જ્યુરીએ એલોન મસ્કની કંપની ટેસ્લાને માર્ગ અકસ્માત માટે જવાબદાર ઠેરવી હતી.
Tesla ની ટેકનોલોજી ડ્રાઇવર કરતાં વધુ જવાબદાર
નોંધનીય છે કે આ (Tesla Autopilot) કેસ સંદર્ભે પીડિતે કહ્યું કે અકસ્માત સમયે કાર ચલાવતો ડ્રાઇવર મોબાઇલમાં વ્યસ્ત હતો.જેના લીધે અકસ્માત સર્જાયો હતો. આ રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે માન્યું કે ડ્રાઇવરની સાથે ટેસ્લાની ટેકનોલોજી યોગ્ય રીતે કામ કરી શકી ન હતી, જેના લીધે કંપનીને પણ જવાબદાર ઠેરવવામાં આવી. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે એલોન મસ્ક અમેરિકન જનતાને ખાતરી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમની કાર હવે પોતાની જાતે સુરક્ષિત રીતે ચાલી શકે છે. તે ટૂંક સમયમાં કેટલાક શહેરોમાં ડ્રાઇવરલેસ ટેક્સી સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
4 વર્ષ જૂના કેસનો ઐતિહાસિક ચૂકાદો
આ કેસ લગભગ ચાર વર્ષ સુધી ચાલ્યો અને ખાસ વાત એ હતી કે તે ટ્રાયલમાં પહોંચ્યો. ટેસ્લા સામેના મોટાભાગના આવા કેસ કાં તો કોર્ટમાં ફગાવી દેવામાં આવે છે અથવા કંપની જાહેર ટ્રાયલ ટાળવા માટે અગાઉથી સમાધાન કરી લે છે. પરંતુ આ કેસમાં આવું બન્યું નહીં અને પરિણામ કંપની માટે મોટો ઝટકો બની ગયું.એક ટેસ્લા કાર, જે ઓટોપાયલટ મોડમાં હતી, તે રસ્તા પર એક યુવા દંપતીને ટક્કર મારી, જેના કારણે એક મહિલાનું મૃત્યુ થયું.
હવે વધુ લોકો કોર્ટમાં પણ જશે
કાર અકસ્માતના કેસોમાં કામ કરતા નિષ્ણાત વકીલ મિગુએલ કસ્ટોડિયો કહે છે, "આ કોર્ટના નિર્ણયના લીધે હવે વધુ લોકો કોર્ટનો સંપર્ક કરશે." તે આ કેસ સાથે સંકળાયેલા નહોતા, પરંતુ નિર્ણયની ગંભીરતા જોયા પછી તેમણે આ પ્રતિક્રિયા આપી હતી.
પુરાવા છુપાવવાના આરોપો પણ લગાવવામાં આવ્યા હતા
આ Tesla Autopilot કેસમાં, મૃતક 22 વર્ષીય નાયબેલ બેનાવિડ્સ લિયોન અને તેના ઘાયલ બોયફ્રેન્ડ ડિલન એંગુલોના વકીલોએ ટેસ્લા સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કંપનીએ અકસ્માત પહેલા રેકોર્ડિંગ અને ડેટા છુપાવ્યો હતો અથવા 'ગુમ' કરી દીધો હતો. જો કે, પાછળથી જ્યારે વકીલોએ ફોરેન્સિક નિષ્ણાતોની તપાસ માંગી અને પુરાવા બહાર આવ્યા જે ટેસ્લા વારંવાર કહી રહી હતી કે તેની પાસે નથી. બાદમાં કંપનીએ કહ્યું કે આ ભૂલથી થયું છે.
આ પણ વાંચો : ટેરિફ અંગે પત્રકારના સવાલ પર Donald Trump થયા લાલઘૂમ, ગુસ્સે થઈને કહ્યું તમે "પાગલ" છો