ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

covid-19 : WHO એ ઐતિહાસિક મહામારી કરાર અપનાવ્યો,124 દેશનું સમર્થન

કોરોનાના ફરી સળવળાટ વચ્ચે WHOનું મોટું પગલું WHOએ ઐતિહાસિક મહામારી કરારને અપનાવ્યો 3 વર્ષની વાટાઘાટો અને ચર્ચાઓ બાદ અંતિમ સ્વરૂપ WHOના 194 પૈકી 124 સભ્ય દેશોએ આપ્યું સમર્થન ભવિષ્યની મહામારીને પહોંચી વળવા બનશે ઉપયોગી આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમોમાં કરાયા છે...
03:55 PM May 20, 2025 IST | Hiren Dave
કોરોનાના ફરી સળવળાટ વચ્ચે WHOનું મોટું પગલું WHOએ ઐતિહાસિક મહામારી કરારને અપનાવ્યો 3 વર્ષની વાટાઘાટો અને ચર્ચાઓ બાદ અંતિમ સ્વરૂપ WHOના 194 પૈકી 124 સભ્ય દેશોએ આપ્યું સમર્થન ભવિષ્યની મહામારીને પહોંચી વળવા બનશે ઉપયોગી આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમોમાં કરાયા છે...
WHO

Covid 19: એશિયાના દેશોમાં કોરોનાના (Asian Corona)સળવળાટ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઐતિહાસિક મહામારી કરારને (corona virus)અપનાવ્યો છે આ કરાર કોવિડ-19 મહામારી બાદ ત્રણ વર્ષથી વધુ સમયની તીવ્ર વાટાઘાટો અને ચર્ચાઓ પછી અંતિમ સ્વરૂપમાં આવ્યો છે.WHOના 194 સભ્ય દેશોમાંથી 124 દેશોએ આ કરારને મંજૂરી આપી છે.

વૈશ્વિક સ્તરે વધુ સારી તૈયારી

જેને WHOના ડિરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે "જાહેર આરોગ્ય, વૈજ્ઞાનિક સહકાર અને બહુપક્ષીય કાર્યવાહી માટેની જીત" તરીકે ગણાવી આ કરારનો મુખ્ય હેતુ ભવિષ્યમાં આવી શકે તેવી મહામારીઓ સામે વૈશ્વિક સ્તરે વધુ સારી તૈયારી, સહકાર અને પ્રતિસાદને સુનિશ્ચિત કરવાનો છે...તેમાં આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો માં સુધારા કરવામાં આવ્યા છે

આ પણ  વાંચો -Putin-Trump વચ્ચે 2 કલાક ફોન પર વાતચીત થઈ, રશિયા-યુક્રેન વચ્ચે થઈ શકે છે સીઝફાયર

વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે

આ સુધારાઓનો ઉદ્દેશ દેશોને વધુ સારી રીતે રોગચાળાની ચેતવણી આપવાની સિસ્ટમ વિકસાવવા, માહિતીની આપ-લેમાં પારદર્શિતા વધારવા અને વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે...આ ઉપરાંત કરારમાં નવી વૈશ્વિક વ્યૂહરચનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રસીઓ, દવાઓ અને નિદાન સાધનોની ન્યાયી વહેંચણી અને નબળા દેશોમાં આરોગ્ય સંભાળની સુવિધાઓને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે

આ પણ  વાંચો -Corona Alert: Mumbai માં ફરી કોરોનાની દહેશત! 52 દર્દીઓ પોઝિટિવ, તંત્ર એલર્ટ પર

આંતરરાષ્ટ્રીય સહકારનો અભાવ મુખ્ય હતા

ડૉ. ટેડ્રોસે જણાવ્યું કે કોવિડ-19 મહામારીએ વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થામાં રહેલી ખામીઓને ઉજાગર કરી હતી, જેમાં અસમાનતા, માહિતીની અછત અને આંતરરાષ્ટ્રીય સહકારનો અભાવ મુખ્ય હતા. આ કરાર એવી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ છે કે જેથી ભવિષ્યમાં આવી ભૂલો ન થાય...કોવિડ-19 દરમિયાન ગરીબ દેશોને રસીઓની ઉપલબ્ધતામાં વિલંબ થયો હતો, જેને ધ્યાનમાં રાખીને આ કરારમાં "સમાનતા આધારિત પહોંચ"ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.જોકે આ કરારને વ્યાપક સમર્થન મળ્યું છે,તેના અમલીકરણમાં અનેક પડકારો છે.WHOનું બજેટ હાલમાં ઘટી રહ્યું છે, અને અમેરિકા જેવા મુખ્ય દાતા દેશે ભંડોળમાં કાપની જાહેરાત કરી છે.

Tags :
corona cases in indiaCorona in Asian countriesCorona Viruscovid 19 cases in indiacovid in indiaCovid-19new wave of covid in india 2025what is covid JN.1 variantWHO
Next Article