ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dead man turns up alive: અંતિમ સંસ્કાર પછી મૃત વ્યક્તિ થયો જીવીત, કહ્યું, 'હું હજી...'

Dead man turns up alive: જો કોઈ પણ પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય તો તે પરિવારમાં ભારે આઘાતજનક પરિસ્થિતિ બની જાય છે.પછી ભરે તે વ્યક્તિ પરિવાર સાથે રહેતો હોય કે, કામ અર્થે રહેતો હોય. પરંતુ તો આવા કોઈ પણ વ્યક્તિનું...
08:06 AM Jan 15, 2024 IST | VIMAL PRAJAPATI
Dead man turns up alive: જો કોઈ પણ પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય તો તે પરિવારમાં ભારે આઘાતજનક પરિસ્થિતિ બની જાય છે.પછી ભરે તે વ્યક્તિ પરિવાર સાથે રહેતો હોય કે, કામ અર્થે રહેતો હોય. પરંતુ તો આવા કોઈ પણ વ્યક્તિનું...
dead man turns up alive

Dead man turns up alive: જો કોઈ પણ પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય તો તે પરિવારમાં ભારે આઘાતજનક પરિસ્થિતિ બની જાય છે.પછી ભરે તે વ્યક્તિ પરિવાર સાથે રહેતો હોય કે, કામ અર્થે રહેતો હોય. પરંતુ તો આવા કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય છે તો આખો પરિવાર ભારે દુઃખી થતો હોય છે. પરંતુ વિચારો કે, પરિવારના કોઈ સભ્યનું અવસાન થયું હોય અને તેની અંતિમ ક્રિયાઓ પણ પૂરી થઈ હોય, ત્યારે બાદ તે જીવત નીકળે તો! છે ને વિચારવા મજબુર કરી તેવી વાત, પરંતુ આવી જ એક ઘટના અમેરિકામાં બની છે.

પરિવારના લોકો રહી ગયા દંગ

જે વ્યક્તિને મૃત માની તેની તમામ અંતિમ સંસ્કારની ક્રિયાઓ કરી દીધી અને સરકારી ચોપડે પણ તેને મૃત માની લેવામાં આવ્યો તે વ્યક્તિ અચાનક જીવત થઈ ગયો. જેણે પણ આ વ્યક્તિને જોયો તે બધાના હોંસ જ ઉડી ગયા હતા કારણે કે, પરિવાર પાસે તે વ્યક્તિના અંતિમ સંસ્કારની રાખ પણ પહોંચી ગઈ હતી. જે વ્યક્તિને મૃત માનવામાં આવ્યો તેની ઉંમર પણ કઈ વધારે નહોતી. તેની ઉંમર માત્ર 23 વર્ષની જ હતી. આ ઘટનાને તમે સરકારની બેદરકારી માનો કે બીજું કઈ પરંતુ ઘટના દંગ રાખીદે તેવી છે.

મૃત વ્યક્તિ થઈ ગયો જીવીત

જેની વાત કરી રહ્યા છીએ તેનું નામ ટેલર ચેઝ છે અને તે માત્ર 23 વર્ષનો છે. તેના અવસાનનો સર્ટિફિકેટ પણ બની ગયું હતું અને અંતિમ સંસ્કાર કરીને તેની રાખ પણ ઘરે પહોચાડી દેવામાં આવી હતી. વિગતો પ્રમાણે તેના મૃત્યુનું કારણ કે, વધારે ડ્રગ્સ લેવાથી થયું હોવાનું જણાવાયું અને તેને સારવાર માટે પણ લઈ જવામાં આવ્યો હતો. તે બધા એક દિવસ ટેલરને પોતાના ભાગનું રાશન લેતો દેખાયો, જેથી ત્યાં હાજર કર્મચારીએ તેને જોઈને દંગ રહી ગયા હતા. ટેલર પાસે આઈડી માંગી, જ્યારે ટેલરે પોતાની ઓળખ બતાવી તો તેની મૂંઝવણ વધારે વધી ગઈ. કર્મચારીએ કહ્યું કે, સરકારી કાગળો પ્રમાણે તમે મરી ચૂક્યા છો અને તમારૂ મૃત સર્ટિફિકેટ તમારે ઘરે પહોંચી ગયું છે.

આ પણ વાંચો: ‘ભારતે 15 માર્ચ પહેલા માલદીવમાંથી પોતાની સેના પાછી ખેંચી લેવી જોઈએ…’

આ રીતે થઈ હતી ગરબડ

વાસ્તવમાં એવું થયું કે, થોડા દિવસો પહેલા ટેલરનું પાકિટ ચોરી થઈ ગયું હતુ. જેથી જે વ્યક્તિએ તેનું પાકિટ ચોરી કર્યું હતું તેની મોત થઈ ગયું. જ્યારે તેમાં સારવાર કરવામાં લઈ જવામાં આવ્યો ત્યારે તેની પાસેથી ટેલરની પાકિટ મળી આવ્યું, જે બાદ તેની ઓળખ ટેલર તરીકે કરી લેવામાં આવી હતી. કારણ કે, ટેલર વધારે ડ્રગ્સ લેવાના કારણે રિકવરી સેન્ટરમાં હતો અને તેના પરિવાર સાથે તેની કોઈ વાતચીત પણ નહોતી થતી. જેથી સત્યની તેમને કોઈ જાણ નહોતી. આ ઘટનાની જાણ થયા બાદ તમામ અધિકારીઓએ આ મામલે માફી પણ માંગી હતી.

Tags :
AmericaGujarati Latest NewsGujarati NewsInternational News
Next Article