દિલ્હી જ નહીં આ દેશના શહેરની હવામાં પણ પ્રદૂષણનો જોવા મળ્યો કહેર!
- તેહરાનમાં પ્રદૂષણનો પ્રકોપ: બે દિવસ માટે લોકડાઉન
- હવાની ગુણવત્તા ખરાબ: શાળાઓ અને કચેરીઓ બંધ
- તેહરાન પ્રદૂષણથી પ્રભાવિત: વૃદ્ધો અને બાળકો માટે ચેતવણી
- બે દિવસ માટે શાળાઓ-યુનિવર્સિટીઓમાં રજા
- તેહરાનમાં પ્રદૂષણથી જિંદગી પર અસર
- Visibility ઘટી: તેહરાનમાં પ્રદૂષણનો પ્રભાવ વધ્યો
Tehran air quality : ઇરાનમાં તેહરાન પ્રાંતમાં હવાની ગુણવત્તા ખૂબ ખરાબ થવાથી આજે, મંગળવારથી તમામ સરકારી કચેરીઓ, શાળાઓ અને યુનિવર્સિટીઓને બે દિવસ માટે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ, તેહરાન (Tehran) માં હવાની ગુણવત્તા એટલી ખરાબ થઈ છે કે, Visibility પણ ખૂબ ઓછી થઇ ગઇ છે. આ સ્થિતિમાં વૃદ્ધો, બાળકો અને બીમાર લોકો માટે વધારાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
શનિવારે પણ શાળાઓમાં રજા
પ્રાથમિક શાળાઓ અને કિન્ડરગાર્ડન્સ શનિવાર અને રવિવારે પહેલેથી જ બંધ રાખવામાં આવી હતી. હવે વધતા પ્રદૂષણને કારણે બુધવાર અને ગુરુવારના દિવસો માટે પણ શાળાઓ અને યુનિવર્સિટીઓને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તમામ શિક્ષણ સંસ્થાઓ માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા ચાલુ રહેશે. તેહરાન, જેની વસ્તી 1 કરોડથી વધુ છે, માટે આ નિર્ણય ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિમાં લોકોના સ્વાસ્થ્યને વધુ પ્રભાવિત થવાનો ખતરો રહે છે. જણાવી દઈએ કે ઈરાનમાં સામાન્ય રીતે શાળાઓ શનિવારથી બુધવાર સુધી ચાલે છે. પ્રદૂષણને કારણે લેવાયેલા આ પગલાં દરમિયાન, કેટલીક મહત્વની સેવાઓ સક્રિય રહેશે. જેમ કે, બેંકો, આરોગ્ય કેન્દ્રો અને આવશ્યક જાહેર સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ ખુલ્લી રહેશે. આ સિવાય, અલ્બોર્ઝ અને ઇસ્ફહાન પ્રાંતોમાં પણ શાળાઓ અને યુનિવર્સિટીઓને બંધ રાખવામાં આવશે.
પ્રદૂષણના પ્રભાવ અને કારણો
તેહરાન (Tehran) ની હવાની ગુણવત્તા વિશ્વમાં સૌથી ખરાબ ગણવામાં આવે છે. અહીંના પ્રદૂષણના મુખ્ય કારણો લાખો ઇંધણવાળી કાર, મોટરબાઈક અને ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડા છે. આ સાથે, ભારે ટ્રાફિક અને ઠંડા વાતાવરણમાં પવન અને વરસાદનો અભાવ પણ આ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે. પ્રદૂષણના કારણે લોકડાઉન જેવા નિર્ણય લેવાઈ રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને હાનિકારક હવામાંથી સુરક્ષિત રાખવાનો છે. આગાહી અનુસાર, હાલ પ્રદૂષણની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેથી વડીલો, બાળકો અને તબીબી પરિસ્થિતિથી પીડિત લોકોને ઘરમાં રહેવા અને બહારના વાતાવરણથી બચવાની ખાસ સલાહ આપવામાં આવી છે. આ નિર્ણય લોકોના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ‘Joy Bangla’ નહીં હોય રાષ્ટ્રીય સ્લોગન