સત્ય સાંઈ બાબાના ચરણોમાં પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ માદુરો ઝુકાવતા હતા શીશ! જાણો તેમની આધ્યાત્મિક કહાણી
- Maduro Sathya Sai Baba : પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ માદુરો સાઇ બાબા સાથે હતો અતૂટ સંબધ
- માદુરો આધ્યાત્મિક ગુરુ સત્ય સાઈના હતા પરમ અનુયાયી
- માદુરોએ 2005માં આંધ્રપ્રદેશ સ્થિત આશ્રમની લીધી હતી મુલાકાત
યુએસ ઓપરેશન દરમિયાન પત્ની સિલિયા ફ્લોરેસ સાથે પકડાયેલા વેનેઝુએલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અત્યારે વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં છે. જોકે, તેમની આક્રમક રાજકીય છબી પાછળ એક ઊંડું આધ્યાત્મિક પાસું છુપાયેલું છે. જેનો સીધો સંબંધ ભારત સાથે છે. માદુરો અને તેમની પત્ની વર્ષોથી ભારતીય આધ્યાત્મિક ગુરુ સત્ય સાઈ બાબાના પરમ અનુયાયીઓ રહ્યા છે.
'ઓમ' પ્રત્યે હતો ખાસ આદર
કેથોલિક ધર્મમાં ઉછરેલા માદુરોનો પરિચય તેમની પત્ની સિલિયા ફ્લોરેસે સત્ય સાંઈ બાબા સાથે કરાવ્યો હતો. આ દંપતીએ વર્ષ 2005માં આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી સ્થિત 'પ્રશાંતી નિલયમ' આશ્રમની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે સાઈ બાબા સાથે ખાનગી મુલાકાત પણ કરી હતી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક જૂનો ફોટોગ્રાફ વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવાન માદુરો અને તેમની પત્ની સાઈ બાબાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક બેઠેલા જોવા મળે છે.
શોક પ્રસ્તાવ રજૂ કર્યો
Maduro Sathya Sai Baba : જ્યારે સાઈ બાબાનું વર્ષ 2011માં અવસાન થયું, ત્યારે વેનેઝુએલાના તત્કાલીન વિદેશ મંત્રી તરીકે માદુરોએ રાષ્ટ્રીય સભામાં શોક પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને ગુરુના સન્માનમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરાવી હતી. આ જોડાણ એટલું ઊંડું હતું કે 2024માં વેનેઝુએલાના રાષ્ટ્રીય દિવસના સરકારી આમંત્રણ પત્રોમાં પણ 'ઓમ'નું પ્રતીક જોવા મળ્યું હતું.
શ્રદ્ધા અતૂટ
Maduro Sathya Sai Baba માદુરોના શાસન દરમિયાન જ્યારે અનેક વિદેશી સંસ્થાઓ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, ત્યારે પણ 'સત્ય સાઈ સંગઠન' વેનેઝુએલામાં સક્રિય રહ્યું હતું. આજે વેનેઝુએલા લેટિન અમેરિકાના સૌથી મોટા સાઈ ભક્ત સમુદાયોમાંનું એક ગણાય છે. પોતાની ધરપકડના થોડા મહિના પહેલા જ માદુરોએ સાઈ બાબાની શતાબ્દી ઉજવણી કરી તેમને 'પ્રકાશના પુંજ' તરીકે વર્ણવ્યા હતા.
બસ ડ્રાઈવરથી રાષ્ટ્રપતિ પદ સુધીની સફર
23 નવેમ્બર 1962ના રોજ જન્મેલા માદુરોએ પોતાની કારકિર્દીની શરૂઆત એક સામાન્ય બસ ડ્રાઈવર તરીકે કરી હતી. હ્યુગો ચાવેઝના સમર્થક તરીકે ઉભરી આવ્યા બાદ તેમણે વિદેશ મંત્રી અને ત્યારબાદ 2013માં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું. જોકે, તેમનો કાર્યકાળ આર્થિક પતન, રેકોર્ડબ્રેક મોંઘવારી અને રાજકીય અશાંતિ માટે જાણીતો રહ્યો, જેનો અંત નવેમ્બર 2025માં તેમની ધરપકડ સાથે આવ્યો. તેમની રાજકીય સફર ભલે વિવાદાસ્પદ રહી, પરંતુ ભારત સાથેનો તેમનો આધ્યાત્મિક નાતો હંમેશા અકબંધ રહ્યો.
આ પણ વાંચો: વેનેઝુએલા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના પુત્રએ અમેરિકાને આપી આ ચેતવણી


