ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Earthquake : માત્ર 8 સેકન્ડમાં વિનાશ! 150 થી વધુના મોત, 700 લોકો ઈજાગ્રસ્ત

Earthquake : શુક્રવાર, 28 માર્ચ 2025ના રોજ મ્યાનમારના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના સગાઈંગ વિસ્તારની નજીક હતું, જેની અસર પડોશી દેશ થાઈલેન્ડ સહિત 5 દેશોમાં અનુભવાઈ.
08:11 AM Mar 29, 2025 IST | Hardik Shah
Earthquake : શુક્રવાર, 28 માર્ચ 2025ના રોજ મ્યાનમારના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના સગાઈંગ વિસ્તારની નજીક હતું, જેની અસર પડોશી દેશ થાઈલેન્ડ સહિત 5 દેશોમાં અનુભવાઈ.
Earthquake in Myanmar-Thailand

Earthquake : શુક્રવાર, 28 માર્ચ 2025ના રોજ મ્યાનમારના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના સગાઈંગ વિસ્તારની નજીક હતું, જેની અસર પડોશી દેશ થાઈલેન્ડ સહિત 5 દેશોમાં અનુભવાઈ. આ ઘટનાએ માત્ર 8 સેકન્ડમાં વિનાશનું તાંડવ સર્જ્યું, જેમાં 140થી વધુ લોકોનાં મોત થયાં અને 700થી વધુ લોકો ઘાયલ થયા. ભૂકંપ બાદ અનેક આફ્ટરશોક્સે પણ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી.

પ્રાચીન પેગોડા અને મંદિરોને પણ નુકસાન

મ્યાનમારની રાજધાની ન્યાપીતાવમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ ધરાશાયી થયેલી ઇમારતો અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓએ બચાવ કાર્યમાં અવરોધ ઉભો કર્યો છે. સ્થાનિક સૂત્રો અનુસાર, ન્યાપીતાવના એક હજાર બેડના હોસ્પિટલને પણ નુકસાન થયું છે, જ્યાં ઘાયલોની ભીડ જોવા મળી. મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલેમાં પણ ઘણી ઇમારતો જમીનદોસ્ત થઈ, જેમાં પ્રાચીન પેગોડા અને મંદિરોને પણ નુકસાન થયું.

નિર્માણાધીન ગગનચુંબી ઇમારત ધરાશાયી

આ ભૂકંપની અસર થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ જોરદાર રીતે અનુભવાઈ, જે ભૂકંપના કેન્દ્રથી લગભગ 900 કિલોમીટર દૂર છે. બેંગકોકમાં એક નિર્માણાધીન ગગનચુંબી ઇમારત ધરાશાયી થઈ, જેમાં ઘણા કામદારો દટાયાની આશંકા છે. થાઈલેન્ડના વડાપ્રધાને બેંગકોકમાં કટોકટી જાહેર કરી દીધી છે, જ્યારે એરપોર્ટ પર લોકડાઉન લાગુ કરી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે, કારણ કે લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી રસ્તાઓ પર ભાગતા જોવા મળ્યા.

થાઈલેન્ડમાં જ સૌથી વધુ નુકસાન

આ ભૂકંપના ઝટકા ભારત, ચીન, વિયેતનામ અને બાંગ્લાદેશમાં પણ અનુભવાયા, પરંતુ મ્યાનમાર અને થાઈલેન્ડમાં જ સૌથી વધુ નુકસાન થયું. મ્યાનમારના સૈન્ય વડા મિન ઓંગ હ્લેઈંગે હોસ્પિટલની મુલાકાત લઈને ઘાયલોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને મૃત્યુઆંક વધવાની સંભાવના વિશે જણાવ્યું. તેમણે આંતરરાષ્ટ્રીય સહાયની અપીલ કરી, જે મ્યાનમારના સૈન્ય શાસન માટે દુર્લભ ઘટના છે.

મ્યાનમારનું ભૌગોલિક સ્થાન ભૂકંપો માટે જવાબદાર

જાણકારોનું માનવું છે કે, મ્યાનમારનું ભૌગોલિક સ્થાન આવા ભૂકંપો માટે જવાબદાર છે, કારણ કે તે રિંગ ઓફ ફાયરની નજીક આવેલું છે, જ્યાં વિશ્વના 81 ટકા ભૂકંપો થાય છે. આ ઘટનાએ ફરી એકવાર દક્ષિણ-પૂર્વ એશિયાના આ પ્રદેશમાં ભૂકંપીય જોખમોને ઉજાગર કર્યા છે. હાલ બચાવ કાર્યો જારી છે, પરંતુ નુકસાનની સંપૂર્ણ માહિતી હજુ સામે આવવાની બાકી છે.

આ પણ વાંચો :  તમે ક્યારેય આવો Earthquake નહીં જોયો હોય, Video રુંવાટા ઉભા કરી દેશે

Tags :
7.7 Magnitude EarthquakeBangkok Skyscraper CollapseearthquakeEarthquake Aftershocks MyanmarGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahInternational Aid for MyanmarMandalay Pagoda DamageMyanmar Earthquake 2025Myanmar Earthquake Death TollMyanmar Rescue OperationsMyanmar Seismic ActivityMyanmar Thailand DisasterMyanmar Thailand TremorsRing of Fire Earthquake RiskSoutheast Asia EarthquakeThailand Earthquake ImpactThailand Emergency Declaration
Next Article