ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Donald Trump અને Putin વચ્ચેની મિત્રતામાં આ મહિલાના કારણે મુકાયું પૂર્ણ વિરામ?

ડૉનાલ્ડ ટ્રમ્પે પુતિન સાથેનું અંતર વધાર્યુ યૂક્રેન માટે પોતાની નીતિ પણ બદલી મેલાનિયાએ મોટા ભાગની બેઠકોમાં ભાગ લીધો Trump Ukraine policy : અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પુતિન (Trump Putin fallout)સાથેનું અંતર વધાર્યુ છે. અને યૂક્રેન માટે પોતાની નીતિ પણ...
07:27 PM Jul 17, 2025 IST | Hiren Dave
ડૉનાલ્ડ ટ્રમ્પે પુતિન સાથેનું અંતર વધાર્યુ યૂક્રેન માટે પોતાની નીતિ પણ બદલી મેલાનિયાએ મોટા ભાગની બેઠકોમાં ભાગ લીધો Trump Ukraine policy : અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પુતિન (Trump Putin fallout)સાથેનું અંતર વધાર્યુ છે. અને યૂક્રેન માટે પોતાની નીતિ પણ...
Trump Russia relations

Trump Ukraine policy : અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પુતિન (Trump Putin fallout)સાથેનું અંતર વધાર્યુ છે. અને યૂક્રેન માટે પોતાની નીતિ પણ બદલી છે. આ તમામ વિક્ષેપ માટે મેલાનિયા ટ્રમ્પ(Trump Ukraine policy) કે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની છે. તેમનો હાથ માનવામાં આવી રહ્યો છે. ટ્રમ્પના વિદેશનીતિ સલાહકારોની સાથે મેલાનિયાએ (Melania Trump)મોટા ભાગની બેઠકોમાં ભાગ લીધો છે. અને મેલાનિયાએ જણાવ્યુ હતુ કે, પુતિન સાથેની મિત્રતા એટલે માસૂમોની મોત પર ચુપ્પી સાધવા સમાન છે.

કેમ બદલાઇ વિચારસરણી ?

રશિયા અને પુતિન પ્રત્યે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બદલાયેલી વિચારસરણી દુનિયા જોઇ ચુકી છે. એ જ ટ્રમ્પ જે પુતિનના વખાણ કરતા ક્યારેય થાકતા નથી. તેઓ તેમને પ્રતિભાશાળી અને સ્માર્ટ કહેતા હતા. તેમણે ઘણી વખત ખુલ્લા મંચ પર યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની પણ ટીકા કરી હતી. પરંતુ હવે એ જ ટ્રમ્પ યુક્રેનને શસ્ત્રો, ભંડોળ અને રાજદ્વારી સમર્થન આપવામાં મોખરે છે. અગાઉ નાટોને નબળા કહેનારા ટ્રમ્પ હવે નાટો સાથે મજબૂત રીતે ઉભા જોવા મળે છે.

આ પણ  વાંચો -India-US Trade Deal: અમેરિકાની ચાલાકીથી ભારત રહે સાવધાન, નહીં તો ચુકવવી પડશે ભારે કિંમત

રશિયાની આક્રમક નીતિઓ

પરિવર્તનનું સૌથી મોટું કારણ મેલાનિયા ટ્રમ્પ છે. તે ઘણીવાર ટ્રમ્પને યાદ અપાવે છે કે યુક્રેનમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. મેલાનિયાએ ટ્રમ્પના વિદેશ નીતિ સલાહકારો સાથે ઘણી બેઠકોમાં પણ ભાગ લીધો હતો અને સ્પષ્ટપણે કહ્યું હતું કે પુતિન પ્રત્યે ઉદારતાનો અર્થ નિર્દોષોના મૃત્યુ પર મૌન છે. મેલાનિયાનો જન્મ સ્લોવેનિયામાં થયો હતો. જે પૂર્વી યુરોપિયન દેશ સોવિયેત પ્રભાવ હેઠળ હતો. પરંતુ રશિયાથી અંતર જાળવી રાખતો હતો. તેના અનુભવથી તેને રશિયાની આક્રમક નીતિઓની ઊંડી સમજ મળે છે. ટ્રમ્પ રશિયા વિરુદ્ધ કડક નિવેદનો આપી રહ્યા છે અને અમેરિકન મિસાઇલો યુક્રેનનું રક્ષણ કરી રહી છે. ત્યારે મેલાનિયાની સંવેદનશીલ વિચારસરણી અને તેની પાછળના નૈતિક દબાણને અવગણી શકાય નહીં.

Tags :
Melania influences TrumpMelania TrumpTrump Melania UkraineTrump Putin falloutTrump Russia relationsTrump Ukraine policyUS Ukraine supportWhite House inside story
Next Article