Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

રણમાં ચીનનો 'પરમાણુ પ્રોજેક્ટ',સેટેલાઇટ તસવીરોએ ખોલી દીધી ડ્રેગનની પોલ!

ચીનના ઉત્તર-પશ્ચિમ રણપ્રદેશમાં જે થઈ રહ્યું છે તે વિશ્વના સુરક્ષા નિષ્ણાતો માટે એક મોટો કોયડો છે. અત્યાધુનિક લોન્ચ પેડ્સ અને વિશાળ સંદેશાવ્યવહાર નેટવર્કનું નિર્માણ દર્શાવે છે કે ચીન પોતાની પરમાણુ નીતિમાં પરિવર્તન લાવી રહ્યું છે.રણમાં પરમાણુ પ્રોજેકટ હાલ કાર્યરત છે. આ પ્રોજેકટ સેટેલાઇટ તસવીરમાં કેદ થઇ ગઇ છે.
રણમાં ચીનનો  પરમાણુ પ્રોજેક્ટ  સેટેલાઇટ તસવીરોએ ખોલી દીધી ડ્રેગનની પોલ
Advertisement

China Nuclear :  વૈશ્વિક સુરક્ષાના સમીકરણો વચ્ચે ચીન (China) હવે પોતાના પરમાણુ શસ્ત્રાગારને વધુ શક્તિશાળી અને સુરક્ષિત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રોઇટર્સ (Reuters) દ્વારા જાહેર કરાયેલી સેટેલાઇટ છબીઓ (Satellite Images) ચીનના ઉત્તર-પશ્ચિમ રણ વિસ્તારમાં થઈ રહેલા મોટા પાયે લશ્કરી બાંધકામની સાક્ષી પૂરે છે. આ બાંધકામો ચીનની પરમાણુ વ્યૂહરચનામાં મોટા બદલાવનો સંકેત આપે છે.

China Nuclear : શિનજિયાંગ અને ગાંસુમાં રણનીતિનું નવું કેન્દ્ર

ચીન દ્વારા શિનજિયાંગ (Xinjiang) અને ગાંસુ (Gansu) પ્રાંતોમાં અત્યાધુનિક લોન્ચ પેડ્સ, કિલ્લેબંધી ધરાવતા લશ્કરી થાણા અને મજબૂત સંદેશાવ્યવહાર નેટવર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ વિસ્તારમાં ચીનની સૌથી લાંબા અંતરની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ (ICBM) તૈનાત છે. આ બાંધકામનો મુખ્ય હેતુ પરમાણુ મિસાઇલોને દુશ્મનના કોઈપણ હુમલાથી સુરક્ષિત રાખવાનો અને 'સેકન્ડ સ્ટ્રાઇક કેપેબિલિટી' (Second Strike Capability) વધારવાનો છે.

Advertisement

અત્યાર સુધીનું સૌથી મોટું લશ્કરી નિર્માણ

ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ (Federation of American Scientists) ના નિષ્ણાત હાન્સ ક્રિસ્ટેનસેન (Hans Kristensen) ના જણાવ્યા અનુસાર, ચીનનું આ બાંધકામ અભૂતપૂર્વ છે. સેટેલાઇટ છબીઓમાં હામી (Hami) પાસે ૮૦થી વધુ કોંક્રિટ લોન્ચ પેડ્સ અને મોટા લશ્કરી થાણા દેખાઈ રહ્યા છે. આ થાણાઓનો ઉપયોગ મોબાઇલ મિસાઇલ લોન્ચર (Mobile Missile Launcher), એર ડિફેન્સ સિસ્ટમ્સ (Air Defense Systems) અને ઇલેક્ટ્રોનિક વોરફેર માટે થવાની શક્યતા છે.

Advertisement

2030 સુધીમાં 1000 પરમાણુ હથિયારોનો લક્ષ્યાંક

ચીન તેની વ્યૂહરચના બદલી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ, ૨૦૩૦ સુધીમાં ચીન પાસે આશરે ૧,૦૦૦ જેટલા પરમાણુ હથિયારો હોઈ શકે છે. હાલમાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) દ્વારા તાઇવાન (Taiwan) મુદ્દે આપવામાં આવેલી ચેતવણી અને વધતી જતી આ લશ્કરી પ્રવૃત્તિઓએ અમેરિકા (USA) અને અન્ય પશ્ચિમી દેશોની ચિંતામાં વધારો કર્યો છે. ચીનની આ રહસ્યમયી પરમાણુ નીતિ હવે વૈશ્વિક સ્તરે ગંભીર ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો: Vladimir Putin ક્યારેય ઘરડા નહીં થાય ? એન્ટિ-એજિંગના ગજબના પ્લાન પર કામ કરી રહી છે પુતિનની દીકરી!

Tags :
Advertisement

.

×