Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિંધ, બલૂચિસ્તાન, ગિલગીટ, બાલ્ટિસ્તાનને Pakistan થી જોઈએ છે આઝાદી?

પાક સામે બલૂચિસ્તાની આઝાદી માટે લડાઈ સિંધ પ્રાંતમાં આંદોલનની ચીમકી લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યો Pakistan : પાકિસ્તાન હાલમાં યુદ્ધ મોરચે સળગી રહ્યું છે અને કંગાળ બની ગયું છે ત્યારે તેના પ્રાંતવાદમાં અલગ થવા પણ સળગી રહ્યું...
સિંધ  બલૂચિસ્તાન  ગિલગીટ  બાલ્ટિસ્તાનને pakistan થી જોઈએ છે આઝાદી
Advertisement
  • પાક સામે બલૂચિસ્તાની આઝાદી માટે લડાઈ
  • સિંધ પ્રાંતમાં આંદોલનની ચીમકી
  • લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યો

Pakistan : પાકિસ્તાન હાલમાં યુદ્ધ મોરચે સળગી રહ્યું છે અને કંગાળ બની ગયું છે ત્યારે તેના પ્રાંતવાદમાં અલગ થવા પણ સળગી રહ્યું છે. Sindh, Balochistan, ગિલગીટ, બાલ્ટિસ્તાન પાકિસ્તાનથી સ્વતંત્રતા માગી રહ્યા છે પરિણામે પાકિસ્તાનના ટુકડા થઈને વિભાજિત થાય તેમ વિદ્રોહી સ્થિતિ સામે આવી છે.

પાકિસ્તાનના ચુંગાલમાંથી મુક્તિ મેળવવા માંગ

સિંધ, બલૂચિસ્તાન, ગિલગીટ, બાલ્ટિસ્તાનના લોકો પાકિસ્તાનના ચુંગાલમાંથી મુક્તિ મેળવવા માંગે છે. બલૂચિસ્તાનના (Balochistan)નેતાઓએ પણ પાકિસ્તાનથી આઝાદીની ઘોષણા કરી છે અને દેશના અન્ય ભાગોમાં પણ આવા જ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આતંકવાદને સમર્થન આપતો પાડોશી દેશ તેના નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પણ પૂરી પાડી શકતો નથી.

Advertisement

જય સિંધ ફ્રીડમ મૂવમેન્ટ, સિંધ પ્રાંતમાં આંદોલનની ચીમકી

સિંધના રાષ્ટ્રવાદી જૂથો પાકિસ્તાન સરકાર પર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યા છે. સિંધુ રાષ્ટ્રની હિમાયત કરતા એક જૂથે તાજેતરમાં રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સિંધ પ્રાંતમાં, જય સિંધ ફ્રીડમ મૂવમેન્ટ (JSFM) નામના સંગઠને પાકિસ્તાનના કબજામાંથી આઝાદીની માંગણી ઉઠાવી છે. સિંધના રાષ્ટ્રવાદીઓની તાત્કાલિક જેલમુક્તિની માગણી કરતા, પ્રદર્શનકારીઓએ વિશાળ આંદોલનની ચીમકી આપી છે. પાકિસ્તાન સરકાર સિંધની સાંસ્કૃતિક ઓળખને નષ્ટ કરવાનો સતત પ્રયાસ કરી રહી છે.

Advertisement

1947 માં બલૂચિસ્તાન અલગ રજવાડું હતું

બલુચિસ્તાનમાં પણ પાકિસ્તાનથી આઝાદીની માંગ તીવ્ર બની છે.ગયા અઠવાડિયે, કાર્યકર્તા મીર યાર બલોચે સોશિયલ મીડિયા પર બલુચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા કરી હતી.1947 માં ભાગલા સમયે, બલુચિસ્તાન ભારત કે પાકિસ્તાનનો ભાગ નહોતું અને એક અલગ રજવાડું હતું. જોકે, બાદમાં પાકિસ્તાને આ સંસાધન સમૃદ્ધ વિસ્તાર પર બળજબરીથી કબજો કરી લીધો હતો. તેના કબજા સામે સતત વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.

POK નજીક બલવારિસ્તાન દેશ બનાવવાની માગણી

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પણ બળવાનો અવાજ બુલંદ છે. આ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) નો ઉત્તરીય વિસ્તાર છે અને અહીંના ઉગ્રવાદી સંગઠનોએ પોતાના અલગ દેશનું નામ પણ નક્કી કરી લીધું છે. બલવારિસ્તાન એટલે કે ઊંચાઈઓનો દેશ. આ નામ પાછળનું કારણ આ વિસ્તારની ભૌગોલિક રચના માનવામાં આવે છે કારણ કે આ સમગ્ર વિસ્તાર પર્વતો અને ખીણોથી ઘેરાયેલો છે. અહીંના નેતાઓનો આરોપ છે કે પાકિસ્તાનનું શ્રેષ્ઠ પર્યટન સ્થળ હોવા છતાં, સરકારે આ વિસ્તાર સાથે છેતરપિંડી કરી છે.

Tags :
Advertisement

.

×