ટ્રમ્પની મોટી જાહેરાત: વિદેશી ફિલ્મો પર 100% ટેરિફ; 'અમેરિકા ફર્સ્ટ'
- US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ટેરિફ લગાવ્યો
- હવે અમેરિકા બહાર બનતી ફિલ્મ પર 100 ટકા ટેરિફ
- સોશિયલ મીડિયા ટ્રૂથ પર પોસ્ટ કરીને આપી જાણકારી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક મોટો નીતિવિષયક નિર્ણય જાહેર કર્યો છે. તેમણે સંયુક્ત રાજ્ય અમેરિકાની બહાર નિર્મિત થતી તમામ ફિલ્મો પર 100% ટેરિફ (જકાત) લગાવવાની ઘોષણા કરી છે. આ નવા નિર્ણયની માહિતી તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને આપી હતી. અગાઉ, ટ્રમ્પે વિશ્વના 150થી વધુ દેશો પર 10 થી 50 ટકા સુધીના વિવિધ ટેરિફ લગાવ્યા હતા.
વિદેશી ખેલાડીઓ અમેરિકન ઉદ્યોગ ચોરી ગયા: ટ્રમ્પ
પોતાની પોસ્ટમાં ટ્રમ્પે આકરા શબ્દોમાં કહ્યું કે, "વિદેશી ખેલાડીઓએ બાળક પાસેથી કેન્ડી ચોરી લે તેવી રીતે અમેરિકાના ફિલ્મ ઉદ્યોગની ચોરી કરી લીધી છે. આનાથી કેલિફોર્નિયામાં સૌથી વધુ નુકસાન થયું છે." તેમણે ઉમેર્યું કે, "આ દૂરગામી નુકસાન અટકાવવા માટે મારે સંયુક્ત રાજ્ય અમેરિકાની બહાર બનતી તમામ ફિલ્મો પર 100% ટેરિફ લગાવવાની ફરજ પડી છે."
ફાર્મા ઉદ્યોગ પર પણ 100% ટેરિફ (Donald Trump Film Tariff)
ફિલ્મો પરના ટેરિફ પહેલાં, પ્રમુખ ટ્રમ્પે 26 સપ્ટેમ્બરના રોજ ફાર્માસ્યુટિકલ (દવા) ઉદ્યોગ પર પણ 100% ટેરિફની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 1 ઓક્ટોબર 2025થી, એવી તમામ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી બ્રાન્ડેડ અથવા પેટન્ટેડ દવાઓ પર 100% ટેરિફ લાગુ થશે, જેની અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી નથી. જો કંપની અમેરિકામાં પ્લાન્ટ સ્થાપે અને દવાઓનું ઉત્પાદન શરૂ કરે તો આ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે.
ટેરિફ લગાવવાનો હેતુ: 'અમેરિકા ફર્સ્ટ' (Donald Trump Film Tariff)
- પ્રમુખ ટ્રમ્પના આ આક્રમક ટેરિફ લગાવવાના નિર્ણયોનો મુખ્ય ઉદ્દેશ 'અમેરિકા ફર્સ્ટ' નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
- તેઓ અમેરિકામાં જ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપીને રોજગાર વધારવા માંગે છે.
- તેમનો હેતુ દેશના બજેટ ખાધ (Budget Deficit)ને ઘટાડવાનો પણ છે.
- તેઓ ઈચ્છે છે કે ફિલ્મ સ્ટુડિયો અને દવા ઉત્પાદક કંપનીઓ અમેરિકામાં જ પ્લાન્ટ સ્થાપીને ઉત્પાદન કરે, જેથી દવાઓ માટે અન્ય દેશો પરની અમેરિકાની નિર્ભરતા ઓછી થાય અને દવાની કિંમતોમાં પારદર્શિતા આવે.
- ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે જે કંપનીઓએ યુએસમાં પ્લાન્ટ સ્થાપવાનું કામ શરૂ કરી દીધું છે, તેમને નવા ટેરિફમાંથી છૂટ મળશે
આ પણ વાંચો : કેનેડા સરકારે લીધો મોટો નિર્ણય, લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યું