Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Donald Trump ની એક શરતે Pakistan ની ઉડાવી ઊંઘ: "Israel ને માન્યતા આપો, નહીં તો..."

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ ઈરાન સાથેના તણાવનો અંત લાવવા મુસ્લિમ દેશો સમક્ષ 'અબ્રાહમ અકોર્ડ' સ્વીકારી ઈઝરાયેલને માન્યતા આપવાની નવી શરત મૂકી છે. આ પ્રસ્તાવથી પાકિસ્તાન જેવા દેશો માટે રાજકીય સંકટ ઊભું થયું છે, કારણ કે તેમના આદર્શો અને બંધારણીય નિયમો ઈઝરાયેલ સાથે સંબંધો બાંધવાની મંજૂરી આપતા નથી. પરિણામે, ટ્રમ્પની આ શરત મધ્ય પૂર્વ માં નવા રાજકીય સમીકરણો સર્જી રહી છે.
donald trump ની એક શરતે pakistan ની ઉડાવી ઊંઘ   israel ને માન્યતા આપો  નહીં તો
Advertisement

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા ઈરાન અને સમગ્ર મુસ્લિમ વિશ્વ સમક્ષ મૂકવામાં આવેલી એક અચાનક અને કઠોર શરતે મધ્ય પૂર્વ (Middle East) માં રાજકીય ભૂકંપ સર્જી દીધો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથેના તણાવનો કાયમી અંત લાવવા માટે મુસ્લિમ દેશોએ ‘અબ્રાહમ અકોર્ડ’ (Abraham Accords) પર હસ્તાક્ષર કરવા પડશે અને ઈઝરાયેલ (Israel) ને એક દેશ તરીકે સત્તાવાર માન્યતા આપવી પડશે. આ શરત મુસ્લિમ દેશો માટે 'ગળેની હાડકી' સમાન બની ગઈ છે, કારણ કે એક તરફ અમેરિકાનો દબદબો છે અને બીજી તરફ ધાર્મિક તથા રાજકીય આદર્શોની મજબૂરી છે.

પાકિસ્તાન માટે રાજદ્વારી સંકટ

આ સમગ્ર વિવાદમાં સૌથી ખરાબ સ્થિતિ પાકિસ્તાનની થઈ છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif) અને સેના પ્રમુખ અસીમ મુનીર (Asim Munir) સતત ટ્રમ્પની જી-હજૂરીમાં વ્યસ્ત હતા, પરંતુ ટ્રમ્પના આ પગલાએ તેમને અચાનક અટવાઈ દીધા છે. પાકિસ્તાન માટે ઈઝરાયેલને માન્યતા આપવી એ પોતાના પગ પર કુહાડી મારવા સમાન છે. પાકિસ્તાનના પાસપોર્ટ પર આજે પણ સ્પષ્ટ લખેલું છે કે, 'આ પાસપોર્ટ ઈઝરાયેલ સિવાય વિશ્વના તમામ દેશો માટે માન્ય છે.' આવી સ્થિતિમાં, ઈઝરાયેલને માન્યતા આપવી તે પાકિસ્તાન સરકાર માટે પોતાની જ જનતા સામે આત્મસમર્પણ કરવા જેવું છે, જે કોઈ પણ સરકાર માટે રાજકીય આત્મહત્યા સાબિત થઈ શકે છે.

Advertisement

શું છે અબ્રાહમ અકોર્ડ?

વર્ષ 2020 માં અમેરિકાની મધ્યસ્થીથી શરૂ થયેલ ‘અબ્રાહમ અકોર્ડ’નો મુખ્ય ઉદ્દેશ્ય આરબ દેશો અને ઈઝરાયેલ વચ્ચેના દાયકાઓ જૂના દુશ્મનાવટને ખતમ કરી મધ્ય પૂર્વમાં ઈરાનના વધતા પ્રભાવને નાથવાનો હતો. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે (Khawaja Asif) આ પ્રસ્તાવને સખત શબ્દોમાં નકારી કાઢતા કહ્યું છે કે, જે સોદો દેશના મૂળભૂત આદર્શોની વિરુદ્ધ હોય, તેમાં પાકિસ્તાન ક્યારેય સામેલ થશે નહીં.

Advertisement

શું આ છે ટ્રમ્પનો માસ્ટર સ્ટ્રોક?

આ પરિસ્થિતિ હવે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં નવી તિરાડ ઉભી કરી શકે છે. એક તરફ ટ્રમ્પનું આ 'માસ્ટરસ્ટ્રોક' પગલું ઈરાનને ઘેરવા માટે છે, તો બીજી તરફ તે પાકિસ્તાન જેવા દેશો માટે અસ્તિત્વની લડાઈ બની ગયું છે. મુસ્લિમ વિશ્વ હવે એવા વળાંક પર છે જ્યાં તેમને નક્કી કરવાનું છે કે તેઓ અમેરિકાની ઈચ્છા મુજબ ઈઝરાયેલ સાથે હાથ મિલાવશે કે પછી પોતાના જૂના આદર્શો પર અડગ રહેશે. ટ્રમ્પની આ શરત આવનારા દિવસોમાં મધ્ય પૂર્વના રાજકીય સમીકરણોને બદલી નાખવા માટે પૂરતી છે.

આ પણ વાંચો : Gaza Conflict News : ઇઝરાયલી સેનાનો ગાઝા પર મોટો હુમલો ! પેલેસ્ટિનિયન મહિલા અને બાળકનું મોત

Tags :
Advertisement

.

×