ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

America : ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તરાધિકારીનું નામ કર્યું જાહેરાત! જુઓ કોનું આપ્યું નામ

ટ્રમ્પના રાજકીય વારસાને આગળ ધપાવનાર અને ભવિષ્યમાં રિપબ્લિકન પક્ષનું નેતૃત્વ કરી શકે તેવા કેટલાક લોકો પણ છે.
08:35 PM Aug 06, 2025 IST | Hiren Dave
ટ્રમ્પના રાજકીય વારસાને આગળ ધપાવનાર અને ભવિષ્યમાં રિપબ્લિકન પક્ષનું નેતૃત્વ કરી શકે તેવા કેટલાક લોકો પણ છે.
Donald Trump names successor

America : અમેરિકાના (America)રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ( Donald Trump)પોતાના ઉત્તરાધિકારીના નામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી.વેન્સ મારા (JD Vance)‘મેક અમેરિકા ગ્રેટ અમેરિકા’ અભિયાનના ઉત્તરાધિકારી બનવાની સંભાવના વધુ છે. તેમણે કહ્યું કે, 2028માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે મારા સૌથી પસંદગીના ઉત્તરાધિકારી ઉપરાષ્ટ્રપ્રમુખ વેન્સ છે. તેમણે એવું પણ કહ્યું કે, વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ કોઈને કોઈ રૂપે તેમની સાથે જોડાઈ શકે છે.

વેન્સ જ મારા ઉત્તરાધિકારી હોવાની પૂરી સંભાવના : ટ્રમ્પ

વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પને ‘મેક અમેરિકા (America)ગ્રેટ અમેરિકા’ના ઉત્તરાધિકારી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તો તેમણે કહ્યું કે, ‘મને લાગે છે કે, જેડી વેન્સ (J.D.Vance) જ મારા ઉત્તરાધિકારી હોવાની પૂરી સંભાવના છે. ઈમાનદારીથી કહું તો તે (Successor) ઉપરાષ્ટ્રપ્રમુખ જ છે.’ મીડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પે કહ્યું કે, ‘મારા ઉત્તરાધિકારી અંગે વાત કરવી ખૂબ વહેલું કહેવાશે, કારણ કે નિશ્ચિત વેન્સ ખૂબ જ સારુ કામ કરી રહ્યા છે અને હાલના સમયમાં તેઓ સંભવતઃ મારા સૌથી પસંદગીના છે.

ટ્રમ્પના રાજકીય વારસાના સંભવિત દાવેદારો (America)

ઉપ-રાષ્ટ્રપતિના પદ ઉપરાંત ટ્રમ્પના રાજકીય વારસાને આગળ ધપાવનાર અને ભવિષ્યમાં રિપબ્લિકન પક્ષનું નેતૃત્વ કરી શકે તેવા કેટલાક લોકો પણ છે. ટ્રમ્પના સૌથી મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પક્ષના આક્રમક વક્તા તરીકે જાણીતા છે અને સોશિયલ મીડિયા પર તેમના પિતાની રાજકીય વિચારધારાને સતત પ્રોત્સાહન આપે છે. ટ્રમ્પની પુત્રી અને તેમના ભૂતપૂર્વ સલાહકાર ઇવાન્કા ટ્રમ્પની રાજકીય મહત્વાકાંક્ષા અંગે અવારનવાર અટકળો થતી રહે છે. જોકે, તેમણે સક્રિય રાજકારણથી થોડું અંતર રાખ્યું છે. રુબિયો અને વેન્સ જેવા નેતાઓને પણ ટ્રમ્પના વારસાને આગળ ધપાવનારા નેતા તરીકે જોવામાં આવે છે, જેઓ ભવિષ્યમાં રાષ્ટ્રપતિ પદ માટે દાવેદાર બની શકે છે.

આ પણ  વાંચો -Trump Warns :ટ્રમ્પની નજર ભારતના આ સેક્ટર પર ? 250 ટકા ટેરિફ લાદવાની તૈયારી!

જેડી વેન્સ અમેરિકાના 50માં ઉપરાષ્ટ્રપ્રમુખ (America)

જેડી વેન્સ એક અમેરિકન રાજકારણી, લેખક અને પૂર્વ મરીન છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિપદ હેઠળના અમેરિકાના 50મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. તેમનો જન્મ 2 ઓગસ્ટ-1984ના રોજ ઓહાયોના મિડલટાઉનમાં થયો હતો. તેમનો ઉછેર એક ગરીબ કાર્યકારી પરિવારમાં થયો હતો, અને તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને યેલ લો સ્કૂલમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. હાઈસ્કૂલ બાદ, તેમણે યુએસ મરીન કોર્પ્સમાં સેવા આપી હતી અને ઇરાક યુદ્ધમાં પણ ફરજ બજાવી હતી.

આ પણ  વાંચો -Donald Trump : સૌથી મોટા સમાચાર, ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફની કરી જાહેરાત

એક સમયે વેન્સ ટ્રમ્પના વિરોધી હતા

2016માં તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના શરૂઆતી વિરોધીઓમાંના એક હતા, પરંતુ પાછળથી તેઓ ટ્રમ્પના કટ્ટર સમર્થક બની ગયા. 2022માં તેઓ ઓહાયો રાજ્યમાંથી યુએસ સેનેટર તરીકે ચૂંટાયા હતા. જુલાઈ 2024માં ડોનાલ્ડ ટ્રમ્પે તેમને 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉપ-રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે પસંદ કર્યા. નવેમ્બર 2024ની ચૂંટણીમાં જીત બાદ, 20 જાન્યુઆરી, 2025થી તેમણે અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

Tags :
Donald TrumpGujrata FirstIndiaJD VanceMarco RubioOilrussiatarrifTradeDealtrump jd vance tiestrump on 2028 electiontrump on jd vanceUS ElectionUS President Donald Trump
Next Article