Donald Trumpની લોકપ્રિયતામાં મસમોટું ગાબડું, સર્વેમાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો
- રોઇટર્સ-ઇપ્સોસ સર્વેમાં 62% અમેરિકનોએ ટ્રમ્પની કાર્યશૈલીને નકારી (Donald Trump Approval Rating)
- ઈરાન યુદ્ધ અને પોપ સાથેના વિવાદને કારણે એપ્રુવલ રેટિંગ ઘટીને 36% થયું
- રિપબ્લિકન પાર્ટીના 46% સભ્યો ટ્રમ્પના શાંત સ્વભાવ સાથે અસંમત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) માટે મુશ્કેલીના વાદળો ઘેરાયા છે. રોઇટર્સ અને ઇપ્સોસ (Reuters-Ipsos) દ્વારા કરવામાં આવેલા તાજેતરના સંયુક્ત સર્વેમાં (Joint Survey) ચોંકાવનારો ખુલાસો થયો છે કે બે તૃતીયાંશ અમેરિકન નાગરિકો ટ્રમ્પના સ્વભાવ અને તેમની નિર્ણય લેવાની ક્ષમતાથી સંતુષ્ટ નથી. ખાસ કરીને ઈરાન પર હુમલાની ધમકી અને નાટો (NATO) માંથી ખસી જવાના તેમના વિચારોને બહુ ઓછું જનસમર્થન મળી રહ્યું છે.
Donald Trump Approval Rating : સર્વેમાં ટ્રમ્પનું અત્યાર સુધીનું સૌથી નીચું રેટિંગ
તાજેતરના ઓપિનિયન પોલ (Opinion Poll) અનુસાર, ફક્ત 36% અમેરિકનો જ ટ્રમ્પની કાર્યનીતિને સમર્થન આપે છે. જ્યારે તેઓએ 20 જાન્યુઆરી, 2025 ના રોજ પદ સંભાળ્યું ત્યારે આ રેટિંગ 47% હતું. ઈરાન સાથેના યુદ્ધની સ્થિતિ અને દેશમાં વધતા જીવનનિર્વાહના ખર્ચ (Cost of Living) ને કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગેસોલિનના ભાવમાં થયેલા તીવ્ર વધારાને પગલે આર્થિક મોરચે ટ્રમ્પનું મંજૂરી રેટિંગ ઘટીને 26% પર આવી ગયું છે.
Reuters/Ipsos poll | 4/15-4/20
President Trump approval
❌Disapprove 62% (no change)
✅Approve 36% (no change)
——
By race (% who approve)
White 44%
Hispanic 27%
Black 12%
——
How has Trump's mental sharpness changed?
Gotten worse 51%
Gotten better 6%
Stayed the same 40%Link to… https://t.co/TBMGjaJGhC pic.twitter.com/CffyGWLdsg
— Politics & Poll Tracker 📡 (@PollTracker2024) April 21, 2026
પક્ષમાં વિખવાદ
79 વર્ષીય રાષ્ટ્રપતિના "શાંત સ્વભાવ" (Calm Temperament) અંગે રિપબ્લિકન પાર્ટીના (Republican Party) સભ્યોમાં પણ મતભેદ સર્જાયા છે. સર્વે મુજબ, ફક્ત 26% અમેરિકનો ટ્રમ્પને શાંત માને છે. પોતાની જ પાર્ટીના 46% રિપબ્લિકન સભ્યો માને છે કે ટ્રમ્પ શાંત સ્વભાવના નથી. આ ઉપરાંત, પોપ લીઓ (Pope Leo) દ્વારા ઈરાન યુદ્ધની ટીકા કર્યા પછી ટ્રમ્પે તેમના પર કરેલા વ્યક્તિગત પ્રહારો અને ઈરાની સભ્યતાને મિટાવી દેવાની ધમકીથી ડેમોક્રેટ્સ (Democrats) સહિત તટસ્થ નાગરિકો પણ નારાજ છે.
વ્યૂહાત્મક ભૂલો અને સાથી દેશો સાથે તણાવ
ગ્રીનલેન્ડના જોડાણ મુદ્દે ડેનમાર્ક સામે લશ્કરી બળ વાપરવાની ધમકી આપીને ટ્રમ્પે અગાઉ સાથી દેશોને ચોંકાવ્યા હતા. હાલમાં, વ્હાઇટ હાઉસે આ સર્વેના પરિણામો પર કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે આ સર્વે રિપોર્ટ ટ્રમ્પની આગામી રાજકીય સફર માટે જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: હંગેરીમાં સત્તા પરિવર્તન US- Europe માં દક્ષિણપંથી રાજનીતિની ઉલટી ગણતરીના સંકેત!


