ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટ્રમ્પના US રાષ્ટ્રપતિ બનવાના પડઘા કેનેડામાં વાગ્યા, ટ્રુડો થયા નારાજ

અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, 1 ફેબ્રુઆરીથી કેનેડા અને મેક્સિકો પર 25% સુધીની ટેરિફ લાદવામાં આવી શકે છે. ટ્રુડોએ આ મુદ્દે જણાવ્યું કે ટ્રમ્પ પોતાના વેપાર ભાગીદારોમાં અનિશ્ચિતતા પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
08:20 AM Jan 22, 2025 IST | Hardik Shah
અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, 1 ફેબ્રુઆરીથી કેનેડા અને મેક્સિકો પર 25% સુધીની ટેરિફ લાદવામાં આવી શકે છે. ટ્રુડોએ આ મુદ્દે જણાવ્યું કે ટ્રમ્પ પોતાના વેપાર ભાગીદારોમાં અનિશ્ચિતતા પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Justin Trudeau angry trumps new tariff policy

Justin Trudeau : સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ તેમણે અમેરિકા ફર્સ્ટ નીતિને પ્રાધાન્ય આપવાની વાતોને વેગ આપ્યો છે. ટ્રમ્પના નિવેદનો પર હંમેશા દુનિયાની નજર રહેતી હતી અને હવે જ્યારે તેઓ અમેરિકાના બીજી વખત રાષ્ટ્રપતિ બની ગયા છે ત્યારે તેમની વાતને દુનિયાના દેશ ગંભીરતાથી સાંભળી પણ રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. કેનેડાના વડા પ્રધાને શું કહ્યું આવો જાણીએ.

જસ્ટિન ટ્રુડોની પ્રતિક્રિયા

અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, 1 ફેબ્રુઆરીથી કેનેડા અને મેક્સિકો પર 25% સુધીની ટેરિફ લાદવામાં આવી શકે છે. ટ્રુડોએ આ મુદ્દે જણાવ્યું કે ટ્રમ્પ પોતાના વેપાર ભાગીદારોમાં અનિશ્ચિતતા પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના મતે, ટ્રમ્પ આ રીતે અન્ય દેશોની સોદાબાજી કરવાની ક્ષમતાને નબળી પાડવા માગે છે. ટ્રુડોએ ટ્રમ્પના નિવેદનના જવાબમાં જણાવ્યું, “અમે જાણીએ છીએ કે આ વહીવટીતંત્ર તરફથી હંમેશા કેટલીક અણધારી વાતો થતી રહે છે.” તેમણે ટ્રમ્પને કુશળ negotiator ગણાવતાં કહ્યું કે ટ્રમ્પ તેમના વેપાર ભાગીદારો સાથે સંતુલન જાળવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબૌમે પણ ટ્રુડોના આ વિચારોને સમર્થન આપ્યું અને જણાવ્યું કે “આપણે ઠંડા મગજે વિચારવાની જરૂર છે અને માત્ર નિવેદનબાજીથી જ ન ભટકો પણ જે આદેશો પર સિગ્નેચર કરવામાં આવેલા છે તેને પ્રાથમિકતા આપો.”

ટેરિફના પ્રભાવ અને કેનેડાની તૈયારીઓ

ટ્રુડોની સરકારે સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે, જો ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવે છે, તો કેનેડિયન નાગરિકો અને વ્યવસાયોને આર્થિક સહાય અને વળતર આપવામાં આવશે. સાથે જ, કેનેડાએ યુનાઇટેડ સ્ટેટ્સમાં બનતી કેટલીક વસ્તુઓ પર Retaliatory charges લાદવાની યોજના પણ બનાવી છે. જે ટ્રમ્પ જંગી ટેરિફ લાદે તો તેનો અમલ થઈ શકે છે.

આર્થિક અસર અંગે ચેતવણી

જો કે, આ પ્રકારની બદલાની નીતિથી કેનેડાની આર્થિક સ્થિતિ પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. 2019માં બેંક ઓફ કેનેડાએ અંદાજ લગાવ્યો હતો કે, જો યુનાઇટેડ સ્ટેટ્સ 25% ટેરિફ લાદે તો કેનેડાનું કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) 6% ઘટી શકે છે. ટ્રુડોએ જણાવ્યું કે “અમે અગાઉ પણ આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે અને હંમેશા કેનેડા અને યુએસ બંને માટે લાભદાયી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.” કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સે પણ સાવધાની વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તે ટ્રમ્પના નિવેદનોને ગંભીરતાથી લેશે. આલ્બર્ટાના પ્રીમિયર ડેનિયલ સ્મિથે ટ્રુડો સાથે અસંમત થઈને કહ્યું કે કેનેડિયન ઊર્જા નિકાસને યુનાઇટેડ સ્ટેટ્સમાં અટકાવવાની અથવા નિકાસ કર લાદવાની ધમકી આપવાનો વિચાર ખોટો હશે. સ્મિથે દલીલ કરી હતી કે આનાથી અમેરિકન ગ્રાહકો અને વ્યવસાયો માટે કિંમતો વધશે, જે બંને દેશો માટે નુકસાનકારક રહેશે.

આ પણ વાંચો : Donald Trump Oath Ceremony : શપથ પહેલા ટ્રમ્પની વધી ચિંતા? સમર્થકોને ઘરે જ રહેવાની કરી અપીલ

Tags :
25% tariff on Canada and MexicoAlberta energy exportsCanada GDP decline predictionCanada-US economic tensionsCanada-US trade relationsCanadian Chamber of CommerceDonald Trump tariff announcementEconomic impact on CanadaJustin Trudeau on trade policiesJustin Trudeau reactionMexico President Claudia SheinbaumRetaliatory tariffs by CanadaTrade uncertaintyTrump administration trade policiesUS-Canada trade negotiations
Next Article