WHO ને ચીનની કઠપૂતળી ગણાવનારા Trump રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ લઇ શકે છે મોટો નિર્ણય
- ડોનાલ્ડ ટ્રમ્પનો WHO થી અલગ થવાનો સંકેત
- ટ્રમ્પના પ્રથમ દિવસે WHO અંગે લેવાઇ શકે છે મોટો નિર્ણય?
- WHO પર ટ્રમ્પની ટીકા અને આગામી પગલાં
- રસી વિવાદ અને ટ્રમ્પની આરોગ્ય નીતિમાં થશે ફેરફાર?
- અમેરિકા અને WHO નું જોડાણ તૂટવાની શક્યતા
- WHO ને ચીનની કઠપૂતળી ગણાવનાર ટ્રમ્પનું મોટું અભિયાન
Trump vs Who : અમેરિકાના નવા રાષ્ટ્રપતિ, ડોનાલ્ડ ટ્રમ્પ, આવતા વર્ષે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાની સાથે જ ઘણું મોટું અભિયાન શરૂ કરી શકે છે. સમાચાર અનુસાર, તેઓ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. એક અહેવાલ અનુસાર, તેઓ બીજા કાર્યકાળના પ્રથમ દિવસે WHO માંથી પોતાનું પદ છોડવાની જાહેરાત કરી શકે છે.
ટ્રમ્પ આપી શકે છે WHO ને ઝટકો
રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પ તેમની ટ્રાન્ઝિશન ટીમ સાથે WHO છોડી દેવાની પ્રક્રિયા પર કાર્ય કરી રહ્યા છે. તેમની ટ્રાન્ઝિશન ટીમ આ માટે તૈયારીઓ કરી રહી છે. વોશિંગ્ટનની જ્યોર્જટાઉન યુનિવર્સિટીના વૈશ્વિક આરોગ્ય પ્રોફેસર લોરેન્સ ગોસ્ટિનના અનુસાર, ટ્રમ્પ પોતાના કાર્યકાળના પ્રથમ દિવસમાં WHO ને છોડવાની જાહેરાત કરી શકે છે.
WHO પર ટ્રમ્પની ટીકા
ટ્રમ્પ લાંબા સમયથી WHO પર ટિપ્પણીઓ કરી રહ્યા છે, ખાસ કરીને 2019માં ફેલાયેલા Covid-19 માટે WHO અને ચીન પર ટીકા કરતા આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, WHO એ ચીન વિરુદ્ધ એક શબ્દ પણ નથી કહ્યો અને આ મહામારીના કારણે અનેક લોકોના જીવ ગયા હોવા છતાં, WHO એ ચીનને જવાબદાર ઠેરવ્યું નથી. ટ્રમ્પે WHO ને ચીનની "કઠપૂતળી" ગણાવ્યું હતું. એવી શક્યતા છે કે, જો અમેરિકા WHO માંથી વિમુક્ત થાય તો તે દેશની આરોગ્ય નીતિમાં વિસ્ફોટક ફેરફાર કરશે અને વૈશ્વિક રોગચાળા સામે લડવાના તેના પ્રયાસોથી અમેરિકાને અલગ કરશે.. આરોગ્ય નીતિનું આ પરિવર્તન, વૈશ્વિક સ્તરે સંઘર્ષમાં ફરક લાવશે.
રોબર્ટ એફ. કેનેડી જુનિયર રસી વિરોધ
ટ્રમ્પની આગામી સરકારમાં આરોગ્ય મંત્રી તરીકે પસંદ થયેલા રોબર્ટ એફ. કેનેડી જુનિયર, રસી વિરોધી વ્યક્તિ છે. તેઓએ સતત કહેલું છે કે રસીના ઉપયોગથી ઓટિઝમ અને અન્ય આરોગ્ય સમસ્યાઓનો ખતરો રહે છે. આ પદ માટે તેમની પસંદગી વાસ્તવમાં સૂચવે છે કે ટ્રમ્પે WHO માંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે 2020માં જ WHO થી અમેરિકાના અલગ થવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ 6 મહિના પછી જ જો બાઈડેને રાષ્ટ્રપતિ બનીને આ નિર્ણય પલટાવ્યો હતો.
આ પણ વાંચો: US : ટ્રમ્પ સરકારમાં ભારતીયોનો દબદબો! શ્રીરામ કૃષ્ણનને વ્હાઈટ હાઉસમાં AI ની મળી જવાબદારી