ટેરિફ અંગે પત્રકારના સવાલ પર Donald Trump થયા લાલઘૂમ, ગુસ્સે થઈને કહ્યું તમે "પાગલ" છો
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવ્યો ગુસ્સો
- પત્રકારે ટેરિફ અંગે પ્રશ્ન પૂછતા ટ્રમ્પ થયા લાલઘૂમ
- પ્રથમ કાર્યકાળ દરમિયાન IEEPAનો ઉપયોગ કેમ ન કર્યો?: પત્રકાર
- પ્રશ્ન સાંભળતા જ ટ્રમ્પે પત્રકારને "પાગલ" કહ્યો
US President Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વમાં હાલ ટેરિફના કારણે ચર્ચામાં છે, ત્યારે ફરી એક વખત તેઓ તેમની એક હરકતને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ગુસ્સાના કારણે ચર્ચામાં આવ્યા છે. ગુરુવારે વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક રિપોર્ટ પર તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને તેને "પાગલ" કહી દીધો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પત્રકારે ટ્રમ્પને કર્યો સવાલ
સમગ્ર મામલાની મળતી માહિતી મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરુવારે એક પ્રેસ ફોન્ફરન્સ સંબોધી રહ્યા હતા, ત્યારે તેમને એક પત્રકારે ટેરિફને લઈને તેમને એક મહત્વનો સવાલ કર્યો હતો. પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યુ હતુ કે, તેમણે તેમના પહેલા કાર્યકાળમાં 1977ના જૂના કાયદા(IEEPA)નો ઉપયોગ કરીને ટેરિફ કેમ ન લગાવ્યો?
હું તમારા જેવા પાગલો સામે લડી રહ્યો હતો : ટ્રમ્પ
આ વાત પર ટ્રમ્પે ગુસ્સામાં જવાબ આપતા કહ્યું કે, મારા પહેલા કાર્યકાળમાં હું તમારા જેવા પાગલો સાથે લડી રહ્યો હતો, જે એક ચૂંટાયેલા રાષ્ટ્રપતિ સામે ખોટુ અને અનુચિત કામ કરી રહ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં ટ્રમ્પનો ગુસ્સો અને તેમના હાથના ઈશારો જોઈ શકાતા હતા. ટ્રમ્પનો ગુસ્સાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
પત્રકારે પૂછ્યો હતો આ સવાલ
પત્રકારે પૂછેલા પ્રશ્નની વિગતે વાત કરી એ તો, ટ્રમ્પે ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર એક્ટ (IEEPA)નો ઉપયોગ કરીને પોતાના બીજા કાર્યકાળમાં ટેરિફ લગાવવા કર્યો, જો કે, પહેલા કાર્યકાળમાં અરબો ડોલરની કમાણી થઈ શક્તિ હતી. આ પ્રશ્ન સાંભળતા જ ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે, પહેલા કાર્યકાળમાં પણ ચીન પાસેથી અરબો ડોલરની ટેરિફ વસૂલવામાં આવી છે. તમે લોકોએ તે વખતે ધ્યાનથી જોયુ નહીં હોય.
નવો કાયદો નવો વિવાદ
ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં IEEPAનો ઉપયોગ કરીને નવા ટેરિફ લગાવ્યા છે, જેનો અગાઉ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ગુરુવારે અમેરિકાની કોર્ટેમાં આ અંગે સુનાવણી થઈ હતી, જ્યાં ટ્રમ્પેના આ નિર્ણય અંગે સવાલ ઉઠવવામાં આવ્યો હતો. જ્જ જીમી રેને કહ્યું કે, IEEPAમાં ટેરિફનો સમાવેશ થતો નથી. જો કે, આ અંગે ટ્રમ્પ પ્રશાસને કહ્યું કે, વ્યાપાર ખાધએ રાષ્ટ્રિય આપાતકાલ છે, જેના માટે આ પગલુ લેવામાં આવ્યું છે. જો કે, આ સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો : ભારતને 'ડેડ ઇકોનોમી' ગણાવ્યા બાદ ટ્રમ્પે અમેરિકાને 'ડેડ કન્ટ્રી' કેમ કહ્યું?