Donald Trump : ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, અમેરિકાએ કરી મધ્યસ્થી
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)એક મોટો દાવો કર્યો
- ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા
- આતંકવાદી હુમલો ભારત સામે યુદ્ધનો ગુનો ગણાશે
India Pak War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)એક મોટો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાતભર લાંબી વાતચીત બાદ, બંને દેશો સંપૂર્ણ યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે બંને દેશોને સમજદારીપૂર્વક નિર્ણયો લેવા વિનંતી કરી. જોકે, ભારત કે પાકિસ્તાન સરકાર દ્વારા હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આતંકવાદી હુમલાઓને યુદ્ધની કાર્યવાહી ગણવામાં આવશે
દરમિયાન, ભારત સરકારે આજે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી હુમલો ભારત સામે યુદ્ધનો ગુનો ગણાશે. એટલે કે તેને ભારત સામેનું યુદ્ધ ગણવામાં આવશે. ભારત સરકાર આતંક ફેલાવતા દુશ્મન દેશને યુદ્ધ જેવો જવાબ આપશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યું?
અમેરિકાના વિદેશ મંત્રીએ શું કહ્યું?
બીજી બાજુ, અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું કે, છેલ્લા 48 કલાક દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમણે ભારત અને પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ વાતચીત કરી છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.