Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bengal માં ભાજપના ભગવાના વાવાઝોડાથી અમેરિકા પણ ગદગદ, જાણો Donald Trump અભિનંદન પાઠવતા શું કહ્યું ?

પશ્ચિમ બંગાળમાં ભાજપના ઐતિહાસિક વિજય (Donald Trump Congratulates PM Modi) બદલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. ટ્રમ્પે 207 બેઠકોની આ જીતને નિર્ણાયક અને લોકશાહીની તાકાત ગણાવી છે. 15 વર્ષના મમતા બેનર્જીના શાસનનો અંત આવતા અને ભાજપને 45.8% વોટ શેર મળતા, વિશ્વભરમાં પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા થઈ રહી છે. 9 મેના રોજ બંગાળમાં નવી સરકારના શપથ ગ્રહણ યોજાશે.
bengal માં ભાજપના ભગવાના વાવાઝોડાથી અમેરિકા પણ ગદગદ  જાણો donald trump અભિનંદન પાઠવતા શું કહ્યું
Advertisement
  • બંગાળમાં ભાજપના ઐતિહાસિક વિજય પર ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને વધાવ્યા!
  • પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભાજપની સરકાર, 207 બેઠકો પર ભવ્ય જીત
  • વ્હાઇટ હાઉસે પીએમ મોદીના નેતૃત્વ અને લોકશાહી પ્રક્રિયાની કરી પ્રશંસા
  • મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો પતન, ભવાનીપુરમાં પણ 'દીદી'ની હાર
  • 9 મેના રોજ કોલકાતામાં યોજાશે નવી સરકારનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ
  • સંદેશખાલી અને આરજી કર જેવી ઘટનાઓએ બંગાળમાં પરિવર્તનની આણ લાવી

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક અને પ્રચંડ જીત (Donald Trump Congratulates PM Modi) ના પડઘા હવે સાત સમુદ્ર પાર અમેરિકા સુધી પડ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ નિર્ણાયક વિજય બદલ ખાસ અભિનંદન પાઠવ્યા છે. વ્હાઇટ હાઉસ (White House) ના પ્રવક્તા કુશ દેસાઈના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે આ જીતને લોકશાહી પ્રક્રિયામાં જનતાના અતૂટ સમર્થનનું પ્રતીક ગણાવ્યું છે.

બંગાળમાં 15 વર્ષના 'દીદી' શાસનનો અંત

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 (West Bengal Assembly Election 2026) ના પરિણામોએ ભારતના રાજકીય ઇતિહાસમાં નવું પ્રકરણ લખ્યું છે. 294 સભ્યોની વિધાનસભામાં ભાજપે ૨૦૭ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. આ સાથે જ મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે, જે 2021 ની 215 બેઠકોની સરખામણીએ મોટો ઘટાડો દર્શાવે છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

પરિવર્તન પાછળના કારણો

રાજકીય વિશ્લેષકો માને છે કે સંદેશખાલી અને આરજી કર હોસ્પિટલ જેવી ઘટનાઓ, ભ્રષ્ટાચારના આરોપો અને વિકાસની તીવ્ર માંગને કારણે એન્ટી-ઈન્કમ્બન્સી (Anti-incumbency) ફેક્ટર કામ કરી ગયું છે. ભાજપનો વોટ શેર પણ વધીને 45.8% થયો છે. ખુદ મમતા બેનર્જી તેમની ભવાનીપુર બેઠક પરથી શુભેન્દુ અધિકારી સામે પરાજિત થયા છે. 9 મેના રોજ બંગાળમાં પ્રથમવાર દક્ષિણપંથી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જોકે, હારથી નિરાશ મમતા બેનર્જીએ પરિણામોમાં ગેરરીતિના આક્ષેપો કર્યા છે, જેને ભાજપે પાયાવિહોણા ગણાવ્યા છે.

આ પણ વાંચો : Mamata Banerjee ની રાજીનામું ન આપવાની જીદ પર Suvendu Adhikari નું સામે આવ્યું નિવેદન, જાણો શું કહ્યું ?

Tags :
Advertisement

.

×