Donald Trump Gaza Meeting : ગાઝાવાસીઓને મદદ માટે ટ્રમ્પે આપી નવી રૂપરેખા ! 19 ફેબ્રુઆરીએ ગાઝા પીસ બોર્ડની બોલાવી બેઠક
- Donald Trump Gaza Meeting : ટ્રમ્પે 19 ફેબ્રુઆરીએ ગાઝા પીસ બોર્ડની બોલાવી છે બેઠક
- ઇઝરાયલ અને પાકિસ્તાન સહિત 20 થી વધુ દેશોએ બોર્ડમાં ભાગ લેશે
- બોર્ડમાં કાયમી સભ્યપદ માટેની ફી $1 બિલિયન નક્કી કરવામાં આવી છે.
Donald Trump Gaza Meeting : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 19 ફેબ્રુઆરીએ ગાઝા પીસ બોર્ડની બેઠક બોલાવી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ વોશિગ્ટનમાં સભ્ય દેશો સાથે મુલાકાત કરશે. જ્યાં ગાઝા માટે મોટી નાણાકીય અને સુરક્ષા જાહેરાતો કરવામાં આવશે.
Donald Trump Gaza Meeting : સોશિયલ મીડિયા પર આપ્યું નિવેદન
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથસોશિયલ પર લખ્યું હતું કે, "19 ફેબ્રુઆરી,2026 ના રોજ, હું વોશિંગ્ટનમાં પીસ બોર્ડના સભ્યો સાથે જોડાઈશ, જ્યાં સભ્ય દેશો ગાઝામાં માનવતાવાદી સહાય અને પુનર્નિર્માણ માટે 5 બિલિયન ડોલરથી વધુની જાહેરાત કરશે."
આ સાથે જ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે સભ્ય દેશોએ શાંતિ અને સુરક્ષા જાળવવા માટે આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળ અને સ્થાનિક પોલીસમાં હજારો કર્મચારીઓ તૈનાત કરવાનું વચન આપ્યું છે.
શું ગાઝાના લોકોની મદદ કરવા બોલાવી છે મીટિંગ ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, "શાંતિ બોર્ડ પાસે અપાર સંભાવનાઓ છે. ગયા ઓક્ટોબરમાં, મેં ગાઝા સંઘર્ષને કાયમી ધોરણે સમાપ્ત કરવાની યોજના બહાર પાડી હતી, અને અમારા વિઝનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું હતું. ત્યારબાદ અમે રેકોર્ડ ગતિએ માનવતાવાદી સહાય પહોંચાડી અને તમામ બંધકો, જીવંત અને મૃતકોના પરત ફરવાની ખાતરી આપી."
'ગાઝા પીસ બોર્ડ'માં પાકિસ્તાન પણ છે સામેલ
મીડિયા રિપોર્ટસ અનુસાર જૂન સુધીમાં ઇન્ડોનેશિયન સેનામાં સંભવિત માનવતાવાદી મિશન માટે આશરે 8,000 સૈનિકો તૈયાર થઈ શકે છે. બોર્ડમાં કાયમી સભ્યપદ માટેની ફી $1 બિલિયન નક્કી કરવામાં આવી છે. પાકિસ્તાને જોડાવા માટે સંમતિ આપી હોવાનું કહેવાય છે. ભારતે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો નથી, પરંતુ પ્રારંભિક બેઠકોથી દૂર રહ્યો છે.
અહેવાલો અનુસાર ઇઝરાયલ અને પાકિસ્તાન સહિત 20 થી વધુ દેશોએ બોર્ડમાં ભાગ લેવા માટે સંમતિ આપી છે. જોકે, તેની ભૂમિકા અંગે વિવાદ ચાલુ છે. ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને સ્વીડન સહિત ઘણા યુરોપિયન દેશોએ આમંત્રણનો ઇનકાર કર્યો છે.
આ પણ વાંચો---- US Iran Tensions : 'શાસન પરિવર્તન ઈરાન માટે શ્રેષ્ઠ રહેશે,' ટ્રમ્પે ફરી ખામેનીને આપી ધમકી


