ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Donald Trump એ H-1B, H-4 વીઝામાં અરજદારોની સમસ્યા વધારી, ‘સોશિયલ મીડિયા એકાઉન્ટ સાર્વજનિક કરો’

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી વિવિધ ક્ષેત્રમાં આકરા નિયમો લાદી રહ્યા છે. ટ્રમ્પે ફરી એકવાર વીઝા નિયમોમાં આકરું વલણ અપનાવ્યું છે. ટ્રમ્પ પ્રશાસન પોતાની ઈમિગ્રેશન (Immigration) નીતિઓમાં એક પછી એક કડક નિયમો લગાવી રહ્યા છે. જેનાથી વીઝા (Visa) માટે અરજી કરનાર વિદેશી નાગરિકોની સમસ્યામાં વધારો થાય છે.
01:13 PM Dec 10, 2025 IST | Laxmi Parmar
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી વિવિધ ક્ષેત્રમાં આકરા નિયમો લાદી રહ્યા છે. ટ્રમ્પે ફરી એકવાર વીઝા નિયમોમાં આકરું વલણ અપનાવ્યું છે. ટ્રમ્પ પ્રશાસન પોતાની ઈમિગ્રેશન (Immigration) નીતિઓમાં એક પછી એક કડક નિયમો લગાવી રહ્યા છે. જેનાથી વીઝા (Visa) માટે અરજી કરનાર વિદેશી નાગરિકોની સમસ્યામાં વધારો થાય છે.
Donald Trump VISA_GUJARAT_FIRST

Donald Trump એ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે બીજીવાર સત્તા સંભાળી છે. ત્યારથી એક પછી એક આકરા નિયમો લાગુ કરી રહ્યા છે. ક્યારેક ટેરિફ (Tariff), ક્યારેક ઈમિગ્રેશન, ક્યારેક વીઝા નીતિ. ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી વીઝા નીતિમાં ધડાકો કર્યો છે. તેમણે હવે H-1B, H-4 વીઝા માટે અરજી કરનારા લોકોની ચિંતામાં વધારો કરતો નિયમ જાહેર કર્યો છે. ટ્રમ્પે અરજદારોને સૂચના આપી છે કે, જો વીઝા જોઈતા હોય તો તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને સાર્વજનિક કરવું પડશે. આ નિયમ જાહેર થતા જ અનેક અરજદારો અરજી પાછી ખેંચી રહ્યા છે. ટ્રમ્પે વિચિત્ર આદેશ બહાર પાડીને સેંકડો લોકોનો પ્રવાસ અને ફેમિલી પ્લાનને સંકટમાં મુકી દીધા છે.

Donald Trump આગામી 15 ડિસેમ્બરે લાગુ કરશે નિયમ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ આ નિર્ણયને 15 ડિસેમ્બર (December) થી જ લાગુ કરવા જઈ રહ્યા છે. USA ના વિદેશી વિભાગના નવા નિયમ હેઠળ અરજદારોએ પોતાના અને પરિવારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ સાર્વજનિક (public) કરવા પડશે. આ નિયમ નવિનીકરણ અને નવા આવેદન પર લાગુ થશે.

આ પણ વાંચો- Plane Crash: હાઈવે પર ક્રેશ લેન્ડિંગ વખતે કારથી ટકરાયું વિમાન, દુર્ઘટનાનો જુઓ Live Video

સૌથી વધુ અસર ભારતીય નાગરિકોને પડશે

અમેરિકામાં સૌથી વધુ ભારતીય નાગરિકો H-1B, H-4 વીઝા ધારક છે. અમેરિકામાં 70% થી પણ વધુ H-1B, H-4 વીઝા ધારકો ભારતીય નાગરિકોને મળે છે. મોટી સંખ્યામાં ભારતીયો અમેરિકામાં નોકરી કરે છે, વેપાર કરે છે. મોટા ભાગના ભરતીયો ત્યાં જ લગ્ન કરીને ઘર પરિવાર સાથે વસવાટ પણ કરે છે. તેમની સંતાનો પણ ત્યાંજ રહીને અભ્યાસ કરતા હોય છે. આમ સીધી રીતે આ નિયમથી સૌથી પ્રભાવ ભારતીય નાગરિકોને પડશે. અમેરિકામાં જે ટેક કંપનીઓમાં ભારતીયો કામ કરી રહ્યા છે. તે તમામની ચિંતા પણ વધી શકે છે. અમેરિકામાં ટેક કંપનીઓ સલાહ આપી રહી છે કે, કર્મચારીઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઈલ (Profile) ને સુધારી લે.

વીઝાના નવા નિયમ પર વિશેષજ્ઞો (Experts) ને આશંકા

ટ્રમ્પના નવ વીઝા નિયમથી ભારતીય (Indian) અરજદારોમાં ચિંતા પ્રસરી ગઈ છે. આવી સ્થિતિમાં વિશેષજ્ઞો (Experts) એ આશંકા વ્યક્ત કરી છે કે, નવા નિયમ હેઠળ કંસુલર અધિકારી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરશે. અધિકારીઓ નાની નાની બાબતોને મોટું કારણ દર્શવી શકે છે. અને અરજદારની વીઝા અરજી માટે વાંધો પણ ઉઠાવી શકે છે.

નવા નિયમ પર શું કહે છે અમેરિકી વિદેશ વિભાગ?

અમેરિકાના વિદેશ વિભાગે આપેલા ખુલાસા પ્રમાણે, આ નિયમ પહેલાથી ચાલતા ઓનલાઈન તપાસ રેખાની સીમા હેઠળ આવે છે. આ નિયમ એક્સચેન્જ વિઝિટર્સ (Exchange Visitors) માટે પહેલાથી જ લાગુ છે. વીઝા પર કોઈ પણ નિર્ણય લેતા પહેલા રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખવી પડે છે. માટે જ અરજદારોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રોફાઈલને સાર્વજનિક કરવી પડશે.

આ પણ વાંચો- કમરના દુખાવા માટે જૂતાં જવાબદાર? ફ્લેટ શૂઝની અસરો અને જૂતાં બદલવાના સંકેતો

Tags :
AmericaDonald TrumpGujarat FirstH-1Bh-4 visasocial media account
Next Article