Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

અમેરિકાની મહિલા MP એ યુદ્ધ મંત્રીને પુછયું, શું ટ્રમ્પનું મગજ ઠેકાણે છે?

અમેરિકાની ડેમોક્રેટિક સાંસદ (Democratic MP) સારા જેકબ્સે હાઉસ આર્મ્ડ સર્વિસિઝ કમિટીની બેઠકમાં યુદ્ધ મંત્રી પીટ હેગસેથને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના માનસિક સ્વાસ્થ્ય (Mental Health) અંગે આકરો સવાલ કર્યો. જેકબ્સે પુછયું કે શું ટ્રમ્પ કમાન્ડર ઈન ચીફ તરીકે યોગ્ય છે? હેગસેથે આને અપમાનજનક ગણાવીને ટ્રમ્પનો બચાવ કર્યો અને જૉ બાઈડેનનો ઉલ્લેખ કરીને પલટવાર કર્યો. ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે આ વિવાદ વધુ વકર્યો છે
અમેરિકાની મહિલા mp એ યુદ્ધ મંત્રીને પુછયું  શું ટ્રમ્પનું મગજ ઠેકાણે છે
Advertisement

. ડેમોક્રેટિક MP સારા જેકબ્સે ડોનાલ્ડ ટ્રમ્પની માનસિક સ્થિરતા અને કમાન્ડર ઈન ચીફ તરીકેની તેમની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા
. જેકબ્સે ટ્રમ્પના વિવાદાસ્પદ એઆઈ-જનરેટેડ મીમ (AI-generated meme) અને 'સભ્યતા ખતમ' કરવાના ટ્વિટ્સને ટાંક્યા
. યુદ્ધ મંત્રી પીટ હેગસેથે આ સવાલને અપમાનજનક ગણાવ્યો, પૂછ્યું કે શું આવો સવાલ બાઈડેનને પૂછવામાં આવ્યો હતો?

Donald Trump Mental Health : અમેરિકાની મહિલા ડેમોક્રેટિક સાંસદે (female US Democratic lawmaker) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના માનસિક સ્વાસ્થ્યને લઈને સવાલ ઉઠાવ્યો છે. તેમની માનસિક સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હાઉસ આર્મ્ડ સર્વિસિઝ કમિટીની બેઠકમાં સેને ડિએગો (San Diego) ના ડેમોક્રેટ સાંસદ સારા જેકબ્સે (Sara Jacobs) યુદ્ધ મંત્રી પીટ હેગસેથ (Pete Hegseth) ને સવાલ કર્યો કે શું ડોનાલ્ડ ટ્રમ્પ કમાન્ડર ઈન ચીફ (Commander-in-Chief) તરીકે યથાવત રહેવા માટે માનસિકપણે સ્થિર છે? હેગસેથે આ સવાલ પર નારાજગી વ્યક્ત કરી હતી.

Advertisement

તેમણે આને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું અપમાન ગણાવ્યું. હેગસેથે પલટવાર કરીને જેકબ્સને સવાલ કર્યો કે શું તમે આ સવાલ જૉ બાઈડેનને ચાર વર્ષ સુધી પુછયો હતો ? તેના પર જેકબ્સે કહ્યુ કે જૉ બાઈડેન રાષ્ટ્રપ્રમુખ નથી. ટ્રમ્પ ગત દોઢ વર્ષથી રાષ્ટ્રપ્રમુખ છે. આ દરમિયાન જેકબ્સે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના ઘણાં જૂનાં ટ્વિટ્સનો ઉલ્લેખ કર્યો. ખાસ કરીને તેના પર એઆઈ જનરેટેડ મીમનો જેમાં તેમણે ખુદને ઈશુ ખ્રિસ્ત (Jesus Christ) તરીકે દર્શાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: BJP ના વોટ વધે છે તો પ્રાદેશિક પક્ષોનું બેન્ડ વાગે છે! કેજરીવાલ-પટનાયક પછી મમતાનો વારો?

હેગસેથ કર્યો Trump નો બચાવ

હાઉસ આર્મ્ડ સર્વિસિઝ કમિટીની બેઠખમાં જેકબ્સ અને હેગસેથ વચ્ચે જબરદસ્ત જીભાજોડી થઈ. હેગસેથે ટ્રમ્પનો બચાવ કરતા તેમને ઝડપી અને દૂરદર્શી કમાન્ડર ઈન ચીફ ગણાવ્યા. અમેરિકાના યુદ્ધમંત્રીએ જેકબ્સને કહ્યુ કે તમે કમાનડર ઈન ચીફ સંદર્ભે જે પ્રકારની અપમાનજનક ટીપ્પણી કરી રહ્યા છો, હું તેના પર બિલ્કુલ ધ્યાન નહીં આપું. તે આપણા સૌથી સારા કમાન્ડર ઈન ચીફ છે.

આ ચર્ચા એવા સમયે થઈ છે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ (US - Iran War) જેવી સ્થિતિઓ ફરીથી બની રહી છે અને ટ્રમ્પ પ્રશાસનની નીતિઓ પર વિપક્ષ સતત હુમલાખોર છે. આના પહેલા ગત મહિને પૂર્વ રિપબ્લિકન સાંસદ માર્જોરી ટેલર ગ્રીન (Republican MP Marjorie Taylor Green) એ પણ ઈરાન યુદ્ધને લઈને ટ્રમ્પની માનસિક સ્થિતિ પર સવાલ કર્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરીએ થઈ હતી.

આ પણ વાંચો: શું China ભારતની ફેક્ટરીઓને તાળાં લગાવી શકે? જાણો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું ખતરનાક સત્ય!

જેકબ્સે ટ્રમ્પના ઘણાં ટ્વિટને ટાંક્યા

આટલા દિવસના યુદ્ધ દરમિયાન ટ્રમ્પે ઘણાં એવા ભ્રામક ટ્વિટ કર્યા હતા, જેનો જેકબ્સે હવાલો પણ આપ્યો. ડેમોક્રેટિક સાંસદે ટ્રમ્પના આજ રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે, તેવો ઉલ્લેખ કરતા ટ્રમ્પના ટ્વિટને ટાંક્યું હતું. જેક્સે એ તસવીર દેખાડી કે જેમાં ટ્રમ્પે ઈશુ ખ્રિસ્તના રૂપમાં ખુદને દેખાડયા અને તે લોકોને ઠીક કરતા દેખાઈ રહ્યા છે. જેકબ્સે પુછયું કે હું મારા વોટર્સને આના સંદર્ભે કેવી રીતે સમજાવું?

આના સંદર્ભે થયેલી ચર્ચા દરમિયાન હેગસેથ અને જેકબ્સ વચ્ચે ખૂબ જીભાજોડી થઈ હતી. હેગસેથ ગુસ્સામાં લાલચોળ થઈ ગયા અને તેમણે કહ્યુ કે હું અહીં આ પદ સંદર્ભે સમજાવવા આવ્યો નથી. આપણી પાસે એક અવિશ્વસનીય કમાન્ડર ઈન ચીફ છે, જે આપણા સૈનિકોને સર્વોપરી રાખે છે. શું તમે આ સવાલ ત્યારે પુછવા માંગતા હતા જ્યારે તમે અને તમારા સાથી ડેમોક્રેટ્સે જૉ બાઈડેન (Joe Biden) નો બચાવ કર્યો, જેઓ મુશ્કેલીથી બોલી શકતા હતા.

આ પણ વાંચો: Trump ની માતાનો 'સિક્રેટ ક્રશ' કોણ? ખુદ અમેરિકાના પ્રેસિડેન્ટે કર્યું રહસ્યોદ્ધાટન!

Tags :
Advertisement

.

×