ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Donald Trump new look : ડોનાલ્ડ ટ્રમ્પના વાળ ગાયબ, બદલાયેલા દેખાવથી ગંભીર બીમારીની અટકળો

તાજેતરમાં સામે આવેલા ફોટા અને વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો લૂક સંપૂર્ણપણે બદલાયેલો દેખાય છે. જાણો તેમના વાળ કેમ ગાયબ થયા, અને લોકો તેમના સ્વાસ્થ્ય અંગે કેમ અટકળો લગાવી રહ્યા છે.
11:43 AM Sep 02, 2025 IST | Mihir Solanki
તાજેતરમાં સામે આવેલા ફોટા અને વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો લૂક સંપૂર્ણપણે બદલાયેલો દેખાય છે. જાણો તેમના વાળ કેમ ગાયબ થયા, અને લોકો તેમના સ્વાસ્થ્ય અંગે કેમ અટકળો લગાવી રહ્યા છે.
Donald Trump new look

Donald Trump new look : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે કોઈ રાજકીય નિવેદન નહીં, પણ તેમના બદલાયેલા દેખાવને કારણે. તાજેતરમાં જ વ્હાઇટ હાઉસની બહારથી તેમનો એક વીડિયો અને કેટલાક ફોટા સામે આવ્યા છે, જેમાં ટ્રમ્પનો ચહેરો અને વાળ એકદમ અલગ લાગી રહ્યા છે.

શું છે આ બદલાવનું કારણ?

આ ફોટા સામે આવતા જ સોશિયલ મીડિયા પર અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. ઘણા યુઝર્સ કહે છે કે તેઓ ટ્રમ્પને ઓળખી શકતા નથી, જ્યારે કેટલાકનું કહેવું છે કે તેમના માથા પરના મોટાભાગના વાળ ગાયબ થઈ ગયા છે. આ નવા ફોટાએ એ અટકળોને વેગ આપ્યો છે કે શું ટ્રમ્પ કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે કે કોઈ મોટી મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

હાથ પરના કાળા ડાઘથી શરૂ થઈ હતી ચર્ચા

થોડા સમય પહેલા પણ ટ્રમ્પના હાથ પર એક કાળો ડાઘ જોવા મળ્યો હતો, જેના ફોટા ખૂબ વાયરલ થયા હતા. તે સમયે પણ લોકોએ તેમના સ્વાસ્થ્ય પર સવાલો ઉઠાવ્યા હતા. હવે વાળ ગાયબ થવા અને ચહેરાના દેખાવમાં થયેલા ફેરફાર બાદ લોકો બંને ઘટનાઓને જોડીને નવા અનુમાન લગાવી રહ્યા છે.

ટ્રમ્પની ચૂપકીદીથી રહસ્ય વધુ ઘેરું

આ તમામ અટકળો વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યાર સુધી પોતાના સ્વાસ્થ્ય અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમણે ન તો અફવાઓ પર કોઈ સ્પષ્ટતા કરી છે કે ન તો પોતાની હાલત વિશે કંઈ જણાવ્યું છે. તેમની આ ચૂપકીદી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓને વધુ વેગ આપી રહી છે. ઘણા રાજકીય અને મેડિકલ નિષ્ણાતોનું માનવું છે કે આ અચાનક થયેલા ફેરફારો પાછળ કોઈ ગંભીર બીમારી, જેમ કે કેન્સરની સારવાર, હોઈ શકે છે. જોકે, આ અંગે વ્હાઇટ હાઉસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચો  :  Trump Tariff: ભારત પર પ્રતિબંધોની અપીલને નકારી કાઢતા તેમણે કહ્યું- મિત્રતાને વધુ મજબૂત બનાવશે

Tags :
Donald Trump healthDonald Trump new lookTrump hair lossTrump medical conditionTrump viral photo
Next Article