લંડનથી લઈને વોશિંગ્ટન સુધી, જાણો ટ્રમ્પ સામે વિશ્વભરમાં કેમ થઈ રહ્યો છે વિરોધ?
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે વિરોધ પ્રદર્શન (Trump No Kings Protest)
- લાખો લોકો ટ્રમ્પનો વિરોધ કરવા રસ્તા પર ઉત્તરી આવ્યા
- માઈગ્રેશન, શિક્ષણ અને સુરક્ષાની નીતિ સામે વિરોધ
- વિરોધઓ ટ્રમ્પના નિર્ણયને તાનાશાહી ગણાવી રહ્યા છે
Trump No Kings Protest : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (President Donald Trump) ના પ્રશાસન વિરુદ્ધ હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ટ્રમ્પ સરકારની નીતિઓનો વિરોધ કરવા માટે જનતા દ્વારા 'નો કિંગ્સ' (No Kings) નામનું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. વોશિંગ્ટન ડીસીથી લઈને લંડન અને સ્પેનના મેડ્રિડ સુધી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવ્યા છે.
આ પ્રદર્શનનું મુખ્ય કારણ ટ્રમ્પની માઇગ્રેશન (વસાહત), શિક્ષણ (Education) અને સુરક્ષા (Security) નીતિઓ સામે લોકોનો વિરોધ છે. વિશ્વભરમાં 2600 થી વધુ વિરોધ પ્રદર્શનો (Protests) થઈ રહ્યા છે, જે ફક્ત અમેરિકા પૂરતા સીમિત નથી.
100,000+ out for a “No Kings” protest in Chicago.
— Spencer Hakimian (@SpencerHakimian) October 18, 2025
'ટ્રમ્પ તાનાશાહી કરી રહ્યા છે' (Trump No Kings Protest)
પ્રદર્શનના આયોજકો અને લોકો ટ્રમ્પની નીતિઓને 'તાનાશાહી' (Authoritarian) પ્રવૃત્તિઓ ગણાવી રહ્યા છે. લંડનની રેલીઓમાં, અમેરિકી દૂતાવાસની બહાર અને મેડ્રિડ-બાર્સેલોનામાં પણ ટ્રમ્પ વિરુદ્ધ લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. વિરોધ કરનારા સમૂહ 'ઇન્ડિવિઝિબલ'ના સહ-સંસ્થાપકે જણાવ્યું કે, "અમારા દેશમાં રાજાઓ નથી હોતા અને આ જ અમેરિકાની સૌથી મોટી ઓળખ છે. 'નો કિંગ્સ' પ્રદર્શન દ્વારા લોકો તાનાશાહી પ્રવૃત્તિઓનો ખુલ્લેઆમ વિરોધ કરી શકે છે અને અમે તેને વધવા નહીં દઈએ." ડોનાલ્ડ ટ્રમ્પે આ વિરોધ પ્રદર્શનો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ અગાઉ એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, "હું રાજા નથી, પણ મને રાજા કહેવામાં આવી રહ્યો છે."
વિરોધનું કારણ: લોકશાહીના સિદ્ધાંતો પર જોખમ
વોશિંગ્ટનમાં પ્રદર્શનકારીઓએ વિવિધ પ્રકારના પોશાક પહેર્યા હતા અને હાથમાં બેનરો લીધા હતા, જ્યારે પેન્સિલવેનિયામાં માર્ચ યોજાઈ હતી. આ પ્રદર્શનને 300 થી વધુ સંગઠનોનું સમર્થન મળી રહ્યું છે. આ ઉગ્ર વિરોધના ઘણા કારણો સામે આવ્યા છે, જેમાં અમેરિકન શટડાઉન અને ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી માઇગ્રેશન નીતિઓમાં વધેલી સખ્તાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિરોધીઓ એવા મુદ્દાઓની પણ આલોચના કરી રહ્યા છે, જેમ કે પેલેસ્ટાઇનને સમર્થન આપતી યુનિવર્સિટીઓનું ફંડ અટકાવવું. વિવેચકોનું માનવું છે કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ઉઠાવેલા આ પગલાં લોકશાહીના સિદ્ધાંતો (Principles of Democracy) પર જોખમ ઊભું કરી રહ્યા છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશના ઢાકા એરપોર્ટના કાર્ગો વિલેજમાં ભીષણ આગ, તમામ ફલાઇટ કરાઇ રદ


