Donald Trump on China : ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું- ચીન અમારી જાસૂસી કરે છે અને અમે પણ એવું જ કરીએ છીએ
Donald Trump on China : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની જાસૂસી, શી જિનપિંગ સાથે થનારી ચર્ચા, 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી અને કેનેડા સાથેની ટ્રેડ ડીલ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. ટ્રમ્પે ચીન અમેરિકા પર જાસૂસી કરે છે એવો દાવો કર્યો, જ્યારે જેડી વેન્સ અને માર્કો રૂબિયોને લઈને પણ સંકેત આપ્યા. સાથે જ તેમણે કેનેડા અને મિડલ ઈસ્ટ મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી.
Advertisement
Donald Trump on China : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ચીન (China)ને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે ચીન અમેરિકા (America)ની જાસૂસી (Espionage) કરે છે અને અમેરિકા પણ ચીન સાથે આવું જ કરે છે. તેમના આ નિવેદન બાદ અમેરિકા-ચીન જાસૂસી સંબંધિત ચર્ચા ફરી તેજ બની છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ની મુલાકાત દરમિયાન તેઓ તેમની સાથે લગભગ દરેક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરશે.

