Donald Trump US Passport : અમેરિકી રાષ્ટ્રપતિના ‘હુંપણા’નો નવો અધ્યાય, ડોલર પર સિગ્નેચર પછી હવે પાસપોર્ટ પર દેખાશે ટ્રમ્પ
- Donald Trump US Passport : અમેરિકાના ઈતિહાસમાં પ્રથમવાર જીવિત રાષ્ટ્રપતિનો ફોટો પાસપોર્ટ પર છપાશે.
- અમેરિકી ડોલર બાદ હવે પાસપોર્ટ પર પણ જોવા મળશે ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર.
- અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થતા ખાસ 'લિમિટેડ એડિશન' પાસપોર્ટ કરાશે જારી.
- નવા પાસપોર્ટમાં સોનેરી અક્ષરોમાં લખાણ અને ખાસ 'નંબર 250' વાળો અમેરિકન ધ્વજ હશે.
- 4 જુલાઈ પહેલા વોશિંગ્ટન ઓફિસથી 30,000 જેટલા ખાસ પાસપોર્ટ જારી કરવામાં આવશે.
Donald Trump US Passport : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. યુએસ ડોલર (US Dollar) પર પોતાના હસ્તાક્ષર બાદ, હવે ટ્રમ્પનો ફોટો અમેરિકાના પાસપોર્ટ (US Passport) પર જોવા મળશે. અમેરિકાના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના હશે જ્યારે કોઈ જીવિત રાષ્ટ્રપતિનો ફોટો સત્તાવાર પાસપોર્ટ પર છાપવામાં આવશે.
Donald Trump US Passport : ખાસ 'લિમિટેડ એડિશન' પાસપોર્ટ
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ (US State Department) દ્વારા મંગળવાર, 28 એપ્રિલના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે અમેરિકાની 250મી વર્ષગાંઠ (US 250th Anniversary)ની ઉજવણીના ભાગરૂપે આ ખાસ પાસપોર્ટ જારી કરવામાં આવશે. આ પાસપોર્ટ મર્યાદિત સંખ્યામાં હશે અને તેમાં વિશિષ્ટ આર્ટવર્ક સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ફોટોગ્રાફ સામેલ કરવામાં આવશે.
આ પાસપોર્ટની મુખ્ય વિશેષતાઓ:
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ગોલ્ડન સિગ્નેચર પાસપોર્ટના એક પૃષ્ઠ પર ટ્રમ્પનો ફોટો અને સોનેરી અક્ષરોમાં તેમના હસ્તાક્ષર જોવા મળશે. તેમજ કવર પેજ પર 'United States of America' અને 'Passport' બોલ્ડ ગોલ્ડ અક્ષરોમાં લખેલું હશે. આ ઉપરાંત પાછળના કવર પરતારાઓથી ઘેરાયેલો અમેરિકન ધ્વજ (American Flag) હશે. અમેરિકાની 250મી વર્ષગાંઠ નિમિત્તે અંદાજે 25,000 થી 30,000 જેટલા પાસપોર્ટ વોશિંગ્ટન ડી.સી. ઓફિસ દ્વારા જારી કરવામાં આવશે.
ક્યારથી મળશે આ પાસપોર્ટ?
આ ખાસ ડિઝાઈન કરેલા પાસપોર્ટ 4 જુલાઈ એટલે કે અમેરિકાના સ્વતંત્રતા દિવસ (US Independence Day) પહેલા ઉપલબ્ધ થઈ જશે. સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, જે લોકો વોશિંગ્ટન ઓફિસમાં અરજી કરશે તેમને ડિફોલ્ટ રૂપે આ પાસપોર્ટ આપવામાં આવશે. જો કે, જે નાગરિકો સામાન્ય પાસપોર્ટ ઈચ્છતા હોય તેઓ ઓનલાઈન અથવા અન્ય સેન્ટર પરથી અરજી કરી શકશે.
Sneak peak here: pic.twitter.com/sx3EhXLcAt
— Department of State (@StateDept) April 28, 2026
ઈતિહાસમાં પ્રથમવાર
અત્યાર સુધી યુએસ પાસપોર્ટ પર માત્ર દિવંગત પ્રમુખો જેવા કે જ્યોર્જ વોશિંગ્ટન (George Washington) અને અબ્રાહમ લિંકનના ફોટા માઉન્ટ રશમોરના ભાગરૂપે જોવા મળતા હતા. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું કે, આ પાસપોર્ટ ઐતિહાસિક પ્રસંગને યાદગાર બનાવવા માટે છે અને તેમાં સુરક્ષાની તમામ અત્યાધુનિક સુવિધાઓ જાળવી રાખવામાં આવી છે.
આ પણ વાંચો: Google ને પાછળ પાડવા ભારતમાં સૌથી મોટું AI ડેટા હબ બનશે, રિલાયન્સે 1.6 લાખ કરોડ રોક્યા


