ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સરહદો વિશે કહી આ ચોંકાવનારી વાત, વાંચો અહેવાલ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ચર્ચાઓમાં રહેતા હોય છે. હવે તેઓ પોતાના એક નિવેદન માટે ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યા છે. વાસ્તવમાં બાબત એમ છે કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ આશંકા વ્યક્ત કરી છે કે અમેરિકામાં...
09:19 AM Jan 29, 2024 IST | Harsh Bhatt
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ચર્ચાઓમાં રહેતા હોય છે. હવે તેઓ પોતાના એક નિવેદન માટે ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યા છે. વાસ્તવમાં બાબત એમ છે કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ આશંકા વ્યક્ત કરી છે કે અમેરિકામાં...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ચર્ચાઓમાં રહેતા હોય છે. હવે તેઓ પોતાના એક નિવેદન માટે ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યા છે. વાસ્તવમાં બાબત એમ છે કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ આશંકા વ્યક્ત કરી છે કે અમેરિકામાં સરહદ નજીક મોટો આતંકી હુમલો થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાની આ વાત કહી છે, તેમણે લખ્યું છે કે યુએસ-મેક્સિકો બોર્ડરને લઈને થઈ રહેલી ડીલ આફત લાવી શકે છે. તેમણે અમેરિકાની દક્ષિણ સરહદને વિશ્વના ઈતિહાસમાં સૌથી ખરાબ ગણાવી હતી અને આશંકા વ્યક્ત કરી હતી કે અમેરિકામાં કોઈ મોટો આતંકવાદી હુમલો થઈ શકે છે.

દુનિયામાંથી આતંકવાદીઓ કોઈ પણ તપાસ વિના આપણા દેશમાં ઘૂસી રહ્યા છે

આ વિશ્વના ઈતિહાસની સૌથી ખરાબ સરહદો છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર શેર કરેલી પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, 'ત્રણ વર્ષ પહેલા સુધી, અમારી સરહદો અમેરિકાના ઇતિહાસમાં સૌથી મજબૂત અને સુરક્ષિત હતી. આજે આપત્તિ તેની રાહ જોઈ રહી છે. આ વિશ્વના ઈતિહાસની સૌથી ખરાબ સરહદો છે અને તે આપણા દેશ માટે ખુલ્લા ઘા સમાન છે. ટ્રમ્પે લખ્યું છે કે 'આખી દુનિયામાંથી આતંકવાદીઓ કોઈ પણ તપાસ વિના આપણા દેશમાં ઘૂસી રહ્યા છે. અમેરિકામાં બોર્ડર પાસે મોટો આતંકી હુમલો થવાની 100 ટકા શક્યતા છે.

 નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગેરકાયદેસર શરણાર્થીઓનો મુદ્દો સૌથી મહત્વનો

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન યુએસ-મેક્સિકો બોર્ડર પર અમેરિકી સંસદમાં એક સમજૂતીની વાત કરી રહ્યા છે. સાથે જ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના સાંસદોને અપીલ કરી રહ્યા છે કે તેઓ કોઈપણ ડીલમાં ભાગ ન લે. ટ્રમ્પે કહ્યું કે ખરાબ ડીલ કરતાં કોઈ ડીલ ન કરવી વધુ સારું છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે આવતા શરણાર્થીઓના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ જો બિડેનને ઘેરી રહ્યા છે.

માનવામાં આવે છે કે આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગેરકાયદેસર શરણાર્થીઓનો મુદ્દો સૌથી મહત્વનો રહેશે. આ જ કારણ છે કે ટ્રમ્પ આ મુદ્દે જો બિડેનની સરકારને ઘેરવાની કોઈ તક છોડવા માંગતા નથી. બિડેન પણ આ વાત જાણે છે, તેથી જ તેમણે તેમના એક નિવેદનમાં જાહેરાત કરી છે કે જો કોંગ્રેસ સમજૂતી પર પહોંચે છે, તો તેઓ યુએસ-મેક્સિકો સરહદ સંપૂર્ણપણે બંધ કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો -- Forbes list latest: Forbes એ જાહેર કરી નવીનતમ World richest man ની યાદી

Tags :
borderDonald TrumpInternationaljoi bidenpresidentterrorismThreatUSA
Next Article