Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Trump પર હુમલા પહેલા જ ‘ફાયરિંગ’ની ભવિષ્યવાણી! પ્રેસ સેક્રેટરીના વીડિયોથી અમેરિકામાં ખળભળાટ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટનો એક વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાયો છે. હુમલાના ગણતરીના કલાકો પહેલા તેમના દ્વારા કરાયેલી 'ગોળીબાર'ની વાત પાછળનું રહસ્ય શું છે? શું આ માત્ર શબ્દોની રમત હતી કે પછી કોઈ ગંભીર સુરક્ષા ચૂક? હુમલાખોર પાસેથી મળેલા હથિયારોના જથ્થા અને આ વાયરલ નિવેદન વચ્ચેના જોડાણની તપાસ શરૂ થઈ છે.
trump પર હુમલા પહેલા જ ‘ફાયરિંગ’ની ભવિષ્યવાણી  પ્રેસ સેક્રેટરીના વીડિયોથી અમેરિકામાં ખળભળાટ
Advertisement
  • હુમલાના કલાકો પહેલા કેરોલિન લેવિટે "રૂમમાં ગોળીબાર થશે" તેવું નિવેદન આપ્યું હતું (Karoline Leavitt Viral Video)
  • સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા હુમલાની અગાઉથી જાણ હોવાના લાગ્યા આક્ષેપ
  • હકીકતમાં લેવિટ 'શોટ્સ ફાયર્ડ' શબ્દનો પ્રયોગ ટ્રમ્પના ભાષણના કટાક્ષ માટે કરી રહ્યા હતા
  • હુમલાખોર કોલ થોમસ એલન પાસેથી શોટગન, હેન્ડગન અને અનેક છરીઓ જપ્ત કરાઈ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર હિલ્ટન હોટેલ (Hilton Hotel) માં થયેલા ગોળીબાર બાદ હવે એક નવો વિવાદ છેડાયો છે. સોશિયલ મીડિયા પર વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ (Karoline Leavitt) નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ હુમલાના ગણતરીના કલાકો પહેલા જ "રૂમની અંદર ગોળીબાર થશે" તેવું બોલતા સંભળાય છે. આ નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

Karoline Leavitt Viral Video : શું પ્રેસ સેક્રેટરીને હુમલાની અગાઉથી જાણ હતી?

વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર (White House Correspondents' Dinner) પહેલા એક ઈન્ટરવ્યુમાં કેરોલિન લેવિટને કાર્યક્રમના માહોલ વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજની રાત માટે તૈયાર છે. તેમનું ભાષણ મનોરંજક હશે અને આજે રાત્રે રૂમની અંદર કેટલાક શોટ્સ ફાયર (Shots Fired) થશે. દરેકે તે જોવું જોઈએ." આ નિવેદન બાદ જ્યારે ખરેખર ગોળીબાર થયો, ત્યારે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું આ કોઈ સંકેત હતો? જોકે, તપાસમાં જાણવા મળ્યું છે કે લેવિટ 'શોટ્સ ફાયર્ડ' વાક્યનો ઉપયોગ ટ્રમ્પના ધારદાર મૌખિક પ્રહારો અને કટાક્ષ (Verbal Attacks) માટે કરી રહ્યા હતા, નહીં કે વાસ્તવિક બંદૂકની ગોળીઓ માટે.

Advertisement

Advertisement

હિલ્ટન હોટેલ ગોળીબારની ઘટના

શનિવારે રાત્રે જ્યારે કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક ગોળીબારના અવાજોથી હોલ ગુંજી ઉઠ્યો હતો. સિક્રેટ સર્વિસ એજન્ટોએ (Secret Service Agents) ત્વરિત કાર્યવાહી કરીને ટ્રમ્પને સુરક્ષિત રીતે સ્ટેજ પરથી બહાર કાઢ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને 'હત્યાનો પ્રયાસ' (Attempted Assassination) ગણાવ્યો છે.

હુમલાખોરની ઓળખ અને હથિયારો

તપાસ અધિકારીઓએ હુમલાખોરની ઓળખ કેલિફોર્નિયાના 31 વર્ષીય કોલ થોમસ એલન (Cole Thomas Allen) તરીકે કરી છે. આ શંકાસ્પદ વ્યક્તિ હોટેલમાં મહેમાન તરીકે રોકાયો હતો. તેની પાસેથી એક શોટગન (Shotgun), એક હેન્ડગન (Handgun) અને અનેક તીક્ષ્ણ છરીઓ મળી આવી છે, જે સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કરે છે.

આ પણ વાંચો:  Donald Trumpની અભેદ્ય સુરક્ષા હોવા છતાં હુમલાખોર સફળ કેવી રીતે થયો? રિપોર્ટરે કર્યો ચોંકાવનારો ખુલાસો!

Advertisement

.

×