Donald Trump Tarrif Policy : અમેરિકામાં આયાત ટેરિફમાં 10%નો ઘટાડો, ખેડૂતો અને ઉદ્યોગોને મળશે મોટી રાહત!
Donald Trump Tarrif Policy : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ વૈશ્વિક વેપાર અને દેશના આંતરિક અર્થતંત્રને એક નવી દિશા આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ અને સાહસિક નિર્ણય લીધો છે. વ્હાઇટ હાઉસ (White House) દ્વારા અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું છે કે, હવેથી કૃષિ (Agriculture) અને ઔદ્યોગિક સાધનો (Industrial Equipment) ની આયાત પર લાગતા ટેરિફમાં 10 ટકાનો મોટો ઘટાડો કરવામાં આવશે. આ નિર્ણય બાદ અત્યાર સુધી જે ટેરિફ દર 25 ટકા હતા, તે ઘટીને માત્ર 15 ટકા થઈ જશે. આ નવી ટેક્સ વ્યવસ્થા ડિસેમ્બર 2027 સુધી અમલી રહેશે.
Donald Trump Tarrif Policy : ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો માટે મોટી રાહત
ટ્રમ્પ સરકારના આ વ્યૂહાત્મક પગલાથી અમેરિકાના કૃષિ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને સીધો ફાયદો થશે:
કૃષિ ક્ષેત્રમાં તેજી: કમ્બાઈન મશીન, હાર્વેસ્ટર અને અન્ય અત્યાધુનિક કૃષિ ઉપકરણોના આયાત પર ટેક્સ ઘટતા ખેડૂતોની ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. આનાથી અમેરિકન ખેડૂતોની સ્પર્ધાત્મક શક્તિ વધશે અને ખેતીમાં વધુ આધુનિક મશીનરીનો ઉપયોગ કરવાનું પ્રોત્સાહન મળશે.
Advertisementઔદ્યોગિક ગતિશીલતા: બુલડોઝર, ફોરલિફ્ટ અને અન્ય પ્રકારની મોબાઈલ ઇન્ડસ્ટ્રીયલ મશીનરી (Mobile Industrial Machinery) ના આયાત ડ્યુટીમાં ઘટાડો થવાથી બાંધકામ અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ વધશે, જે રોજગારીની નવી તકો ઉભી કરશે.
'મેડ ઇન અમેરિકા'ને પ્રાધાન્ય
આ નિર્ણયનું સૌથી આકર્ષક પાસું સ્ટીલ અને એલ્યુમિનિયમ (Steel & Aluminum) ઉદ્યોગ માટેના ખાસ નિયમો છે. જો આયાત કરેલા કેપિટલ ઇક્વિપમેન્ટમાં 85%થી વધુ વજન ધરાવતું સ્ટીલ કે એલ્યુમિનિયમ અમેરિકન મૂળનું હોય (અને તે અમેરિકામાં જ પ્રક્રિયા પામેલું હોય), તો તેમને માત્ર 10% ટેરિફનો જ લાભ મળશે. આ શરતનો હેતુ વિદેશી નિર્ભરતા ઘટાડીને અમેરિકાના ઘરેલું મેટલ ઉત્પાદકોને સુરક્ષા અને પ્રોત્સાહન આપવાનો છે.
વ્હાઈટ હાઉસે બહાર પાડ્યુ નિવેદન
વ્હાઇટ હાઉસના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, આ પગલું માત્ર આર્થિક રાહત નથી, પરંતુ એક વ્યૂહાત્મક નિર્ણય છે જે રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરે છે. સસ્તા અને અસુરક્ષિત આયાતી સામાનના જોખમ સામે અમેરિકન પરિવારો, સ્થાનિક વ્યવસાયો અને સમુદાયોને રક્ષણ આપવા માટે આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ટૂંકમાં, ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકાના કૃષિ અને ઉદ્યોગ જગત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ફરીથી નવી ઉર્જાનો સંચાર થશે અને અમેરિકન અર્થતંત્ર વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે તેવી પૂરી સંભાવના છે.
આ પણ વાંચો : US Iran War : શું ત્રીજું વિશ્વયુદ્ધ નજીક છે? ઇઝરાયેલની કાર્યવાહીથી ઈરાન ભડક્યું, અમેરિકા સાથેની વાતચીત તોડી!


