ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Donald Trump Tariff : રશિયા પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ ન કરી સમગ્ર વિશ્વને ચોંકાવ્યું

Donald Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, બ્રિટન અને જાપાન જેવા સહયોગી દેશો સહિત લગભગ તમામ દેશો પર 10% કે તેથી વધુ ટેરિફ લાદવાની જાહેરાત કરી.
05:02 PM Apr 03, 2025 IST | Hiren Dave
Donald Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, બ્રિટન અને જાપાન જેવા સહયોગી દેશો સહિત લગભગ તમામ દેશો પર 10% કે તેથી વધુ ટેરિફ લાદવાની જાહેરાત કરી.
Russia us Trade

Donald Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક ઐતિહાસિક નિર્ણય લીધો.તેમણે લગભગ સમગ્ર વિશ્વ પર ઓછામાં ઓછા 10 ટકાના ટેરિફની જાહેરાત કરી. ટ્રમ્પે તેમના ટેરિફમાં (Donald Trump Tariff)દૂરના નાના ટાપુ દેશોનો પણ સમાવેશ કર્યો છે.તેમણે ભારત,બ્રિટન,ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા સાથી દેશોને પણ છોડ્યા નહીં.પરંતુ જ્યારે ટ્રમ્પે પોતાના કટ્ટર દુશ્મનો પ્રત્યે ઉદારતા દાખવી ત્યારે દુનિયા આશ્ચર્યચકિત થયા  છે.

 

ટ્રમ્પ વહીવટીતંત્રે તેના પર ફક્ત 10 ટકા ટેરિફ લાદ્યો

રશિયા,ક્યુબા,બેલારુસ અને ઉત્તર કોરિયા જેવા દેશોને આ નવા ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. ટ્રમ્પની યાદીમાં એક પેટર્ન જોવા મળી છે.એટલે કે,ટ્રમ્પે અમેરિકા પર કોઈપણ દેશ જે ટેરિફ લાદે છે તેના કરતાં અડધો ટેરિફ લાદ્યો છે.અફઘાનિસ્તાન ૪૯ ટકા ટેરિફ લાદે છે,તે મુજબ,તેના પર 25 ટકા ટેરિફ લાદવો જોઈતો હતો.પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે તેના પર ફક્ત 10 ટકા ટેરિફ લાદ્યો.

આ પણ  વાંચો-US Trump Tariff : ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એટેકથી દુનિયાભરમાં ડરનો માહોલ

ટ્રમ્પે પહેલાથી જ તેમના પર 25% ટેરિફ લાગુ

યુએસ પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રશિયાને ટેરિફ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યું છે કારણ કે હાલના યુએસ પ્રતિબંધો ત્યાં પહેલાથી જ "વેપાર પ્રતિબંધિત" કરે છે. જોકે, અમેરિકા મોરેશિયસ અને બ્રુનેઈ જેવા દેશો કરતાં રશિયા સાથે વધુ વેપાર કરે છે, પરંતુ તેમના પર હજુ પણ ટેરિફ લાદવામાં આવ્યા છે. જોકે, આ વખતે કેનેડા અને મેક્સિકો જેવા નજીકના સાથી દેશોને પણ નવા ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ આનું કારણ એ છે કે ટ્રમ્પ પહેલાથી જ તેમના પર 25% ટેરિફ લાદી ચૂક્યા છે.

આ પણ  વાંચો -Earthquake : જાપાનની ધરા ધ્રુજી, ક્યૂશૂમાં 6ની તીવ્રતાનો આવ્યો આંચકો

યુદ્ધ બંધ કરવા અંગે વાતચીત

ટ્રમ્પનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાની મધ્યસ્થી હેઠળ ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો આગળ વધતી હોય તેવું લાગતું નથી. રશિયાએ ટ્રમ્પને કેટલાક પ્રતિબંધો હટાવવા કહ્યું છે. ટ્રમ્પે આ અઠવાડિયાની શરૂઆતમાં રશિયન તેલ પર સેકન્ડરી ટેરિફ લગાવવાની ધમકી પણ આપી હતી અને યુક્રેન પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તાજેતરની ટિપ્પણીઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.રશિયા-યુક્રેન યુદ્ધ પછી રશિયા-અમેરિકા વેપારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. 2021માં અમેરિકા અને રશિયા વચ્ચેનો વેપાર $35 બિલિયન હતો, જે ગયા વર્ષે પ્રતિબંધોને કારણે ઘટીને $3.5 બિલિયન થઈ ગયો. લેવિટે કહ્યું છે કે અમેરિકા રશિયા સામે વધુ કડક પગલાં લઈ શકે છે.

Tags :
Donald Trump TariffGlobal Trade WarNew Tariff 2025Russia us TradesupremecourtUS Tariff exempt russia north koreaUS Tariff Policy news
Next Article