Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Donald Trump: ટ્રમ્પની કૂટનીતિમાં ભારત આઉટ!, પાકિસ્તાન ઇન? અમેરિકાના પૂર્વ રાજદૂતના દાવાથી ખળભળાટ!

અમેરિકાના પૂર્વ રાજદૂત રહેમ ઇમેન્યુઅલે ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ટ્રમ્પ પ્રશાસને ભારત સાથેના દાયકાઓ જૂના મજબૂત સંબંધોને બાજુ પર મૂકીને પાકિસ્તાનને વધુ પ્રાધાન્ય આપ્યું છે. ભારતને નજરઅંદાજ કરવાના અને પાકિસ્તાની નેતૃત્વ પ્રત્યે લગાવ રાખવાના આ નિર્ણયને કારણે દક્ષિણ એશિયામાં અમેરિકાના વ્યૂહાત્મક હિતો જોખમાયા હોવાનું તેમણે જણાવ્યું છે.
donald trump  ટ્રમ્પની કૂટનીતિમાં ભારત આઉટ   પાકિસ્તાન ઇન  અમેરિકાના પૂર્વ રાજદૂતના દાવાથી ખળભળાટ
Advertisement
  • Donald Trump: અમેરિકાના પૂર્વ રાજદૂત રહેમ ઇમેન્યુઅલનો મોટો આક્ષેપ!
  • શું અમેરિકાએ ભારતનો સાથ છોડી દીધો?
  • ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર પસંદગી ઉતારી!
  • ટ્રમ્પ પ્રશાસન શેહબાઝ-મુનીરની જોડી પર વારી ગયું!
  • મિત્રોને ધમકી અને દુશ્મનોને પંપાળવા?
  • ટ્રમ્પની રમતથી ભારત, જાપાન અને કોરિયા અમેરિકાથી દુર થયા!

Donald Trump: અમેરિકાના પૂર્વ રાજદૂત અને વિદેશ નીતિના (Foreign Policy) નિષ્ણાત રહેમ ઇમેન્યુઅલે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની આકરી ટીકા કરી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે ટ્રમ્પ સરકારે ભારત અને અમેરિકા વચ્ચેના દાયકાઓ જૂના મજબૂત સંબંધોને નજરઅંદાજ કરીને પાકિસ્તાનને (Pakistan) વધુ મહત્વ આપવાનું પસંદ કર્યું છે. આ નિર્ણય અમેરિકાના વ્યૂહાત્મક હિતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેવી ચેતવણી પણ તેમણે ઉચ્ચારી છે.

Donald Trump, Love for Pakistan, Former US Ambassador, Gujarat

Advertisement

ભારત સાથેના ત્રણ દાયકાના સંબંધો જોખમમાં (Relations in Danger)

રહેમ ઇમેન્યુઅલના મતે, છેલ્લા 30 વર્ષમાં ચાર અમેરિકી રાષ્ટ્રપતિઓએ ભારતને અમેરિકાની નજીક લાવવા માટે સખત મહેનત કરી હતી. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પના વર્તમાન અભિગમે આ તમામ મહેનત પર પાણી ફેરવી દીધું છે. ટ્રમ્પ પ્રશાસને ભારત સાથેના સંબંધોમાં જોવા મળતી ઉષ્માને ખતમ કરીને પાકિસ્તાનના પક્ષમાં ઉભા રહેવાનું નક્કી કર્યું છે. ઇમેન્યુઅલે આક્ષેપ કર્યો છે કે અમેરિકાએ હવે એશિયામાં પોતાના સૌથી ભરોસાપાત્ર સાથી ભારતને (India) બદલે પાકિસ્તાનને પોતાની પ્રથમ પસંદગી બનાવી લીધું છે.

Advertisement

આ પણ વાંચો---- Israel Lebanon Ceasefire: ટ્રમ્પે કરી સીઝફાયરની જાહેરાત, ઇઝરાયલ-લેબનોન વચ્ચે 10 દિવસનો ઐતિહાસિક યુદ્ધવિરામ

સહયોગી દેશોને ધમકાવવાનો આક્ષેપ (Threatening Allies)

પૂર્વ રાજદૂતે ટ્રમ્પની કાર્યશૈલી પર પ્રહાર કરતા જણાવ્યું છે કે તેઓ અમેરિકાના મિત્ર દેશોને સતત નીચા દેખાડી રહ્યા છે. જાપાન (Japan) અને દક્ષિણ કોરિયા (South Korea) જેવા મહત્વના સહયોગી દેશો પર આકરા ટેરિફ (Tariff) લાદવા અને તેમને ધમકીઓ આપવાના કારણે આ દેશો હવે અમેરિકાથી અંતર જાળવી રહ્યા છે. જ્યારે આ દેશો અમેરિકાને સમર્થન નથી આપતા, ત્યારે ટ્રમ્પ તેમની સામે ફરિયાદ કરે છે, જે આંતરરાષ્ટ્રીય કૂટનીતિ માટે યોગ્ય નથી. ટ્રમ્પના આવા વલણને કારણે ભારત સહિતના સાથી દેશો આજે અમેરિકા સાથે જોડાયેલા હોવાનો અનુભવ કરી શકતા નથી.

Donald Trump, Love for Pakistan, Former US Ambassador, Gujarat 01

પાકિસ્તાન પ્રત્યેનો વિશેષ લગાવ (Love for Pakistan)

વર્ષ 2025 માં બીજી વાર સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના વલણમાં પાકિસ્તાન પ્રત્યે સ્પષ્ટ ઝુકાવ જોવા મળ્યો છે. પાક પીએમ શેહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર પ્રત્યે તેમનો લગાવ જગજાહેર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સીઝફાયર (Ceasefire) મામલે પણ ટ્રમ્પના નિવેદનો ભારતના વલણથી તદ્દન વિપરીત રહ્યા છે. ટ્રમ્પ દ્વારા ભારત સાથેના સંઘર્ષમય વલણ અને પાકિસ્તાની સૈન્ય નેતૃત્વના સતત વખાણ એશિયાના સંતુલન માટે ચિંતાનો વિષય બન્યા છે.

આ પણ વાંચો---- Trump Modi Conversation : પશ્ચિમ એશિયા અને દરિયાઈ સુરક્ષા પર ગહન ચર્ચા, ટ્રમ્પે પીએમ મોદીને ગણાવ્યા 'ખાસ મિત્ર'


Tags :
Advertisement

.

×