Donald Trump ની મોટી જાહેરાત, હવે અમેરિકી નેવીના કમાન્ડ હેઠળ ચાલશે ઓઈલ શિપિંગ
- હોર્મુઝની ખાડીમાં ઈરાનની ધમકી વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય!
- યુએસ નેવી હવે તેલ ટેન્કરોને આપશે ખાસ સુરક્ષા કવચ
- વૈશ્વિક ઉર્જા પુરવઠો જાળવી રાખવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાત
- જહાજ માલિકો માટે રાજકીય જોખમ વીમો આપવા DFC ને આદેશ
- 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરી ઈરાનને આપ્યો કડક સંદેશ
- જરૂર પડ્યે અમેરિકી યુદ્ધ જહાજો ટેન્કરોને કરશે એસ્કોર્ટ\
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વિશ્વના ઉર્જા પુરવઠાને સુરક્ષિત રાખવા માટે એક મોટી જાહેરાત કરી છે. ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી (Strait of Hormuz) બંધ કરવાની ધમકી બાદ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકી નૌકાદળ (US Navy) હવે કોમર્શિયલ તેલ ટેન્કરોને સુરક્ષા કવચ પૂરું પાડશે.
US President Donald Trump posts on Truth Social - "Effective IMMEDIATELY, I have ordered the United States Development Finance Corporation (DFC) to provide, at a very reasonable price, political risk insurance and guarantees for the Financial Security of ALL Maritime Trade,… pic.twitter.com/xSMY1YRgIv
— ANI (@ANI) March 4, 2026
Donald Trump એ કહ્યું ઉર્જા પુરવઠો ખોરવાશે નહીં
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર પોસ્ટ કરીને જણાવ્યું કે, વિશ્વને મળતો ઉર્જાનો જથ્થો કોઈપણ સંજોગોમાં અટકવો જોઈએ નહીં. તેમણે કહ્યું, "જો જરૂર પડશે તો યુએસ નેવી ટેન્કરોને એસ્કોર્ટ (Escort) કરવાનું શરૂ કરશે, જેથી સમુદ્રી વેપાર સુરક્ષિત રહી શકે."
શિપિંગ કંપનીઓ માટે વીમાની સુવિધા
માત્ર સૈન્ય સુરક્ષા જ નહીં, પરંતુ ટ્રમ્પે આર્થિક સુરક્ષાની પણ ખાતરી આપી છે. તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (DFC) ને આદેશ આપ્યો છે કે ખાડીમાંથી પસાર થતા તમામ જહાજોને વ્યાજબી દરે રાજકીય જોખમ વીમો (Political Risk Insurance) અને ગેરંટી પૂરી પાડવામાં આવે. આ પગલાથી જહાજ માલિકોનો ડર ઓછો થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો સ્થિર રાખવામાં મદદ મળશે.
ઈરાનની ધમકી અને ટ્રમ્પનો પડકાર
ઈરાને અગાઉ ચેતવણી આપી હતી કે તે હોર્મુઝમાંથી પસાર થતા ટેન્કરોને નિશાન બનાવી શકે છે. આના જવાબમાં ટ્રમ્પે અમેરિકાની આર્થિક અને સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા કહ્યું કે, "યુનાઇટેડ સ્ટેટ્સની શક્તિ પૃથ્વી પર સૌથી મહાન છે અને અમે વિશ્વના ઉર્જા બજારને સુરક્ષિત રાખવા માટે હજુ પણ કડક પગલાં ભરીશું."
Donald Trump : "ઈરાન હવે વાતચીત કરવા માંગે છે"
બીજી તરફ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ઈરાનને આકરી ધમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઈરાનનું હવાઈ સંરક્ષણ, નૌકાદળ અને નેતૃત્વ હવે ખતમ થઈ ચૂક્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "ઈરાન હવે વાતચીત કરવા માંગે છે, પરંતુ મેં કહી દીધું છે કે હવે ઘણું મોડું થઈ ગયું છે." ટ્રમ્પના મતે આ યુદ્ધ આગામી 4 થી 5 અઠવાડિયા સુધી ખેંચાઈ શકે છે.
આ પણ વાંચો : Iran-Israel અને USA વચ્ચે અત્યાર સુધી કેટલી વાર સીધું યુદ્ધ થયું? જાણો કોની થઇ જીત


