Donald Trump Tariff Policy: શું ભારત-ચીન પર લાગશે વધારે ટેક્સ? સુપ્રિમ કોર્ટ વિરુદ્ધ ટ્રમ્પના તેવર આક્રમક
- ટેરિફ મુદ્દે ટ્રમ્પ અને સુપ્રીમ કોર્ટ સામસામે, દુનિયાભરના દેશોને ધમકી! (Donald Trump Tariff Policy)
- સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની ગ્લોબલ ટેરિફ નીતિને ગેરબંધારણીય ઠેરવી
- આક્રોશમાં આવેલા ટ્રમ્પે કહ્યું- 'અમેરિકાને લૂંટનારાઓએ હવે ભોગવવું પડશે'
- ભારત, ચીન અને યુરોપ પર ફરી તોળાઈ રહ્યું છે ઊંચા ટેક્સનું જોખમ
- કોંગ્રેસની મંજૂરી વિના ટેરિફ વધારવા પર અડગ રહ્યા રાષ્ટ્રપતિ ટ્રમ્પ
Donald Trump Tariff Policy : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા સામે આક્રમક વલણ અપનાવતા વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતાના સંકેત આપ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર પોસ્ટ શેર કરીને ચેતવણી આપી છે કે જે દેશો અમેરિકાને વર્ષોથી લૂંટી રહ્યા છે, તેમણે હવે વધુ ઊંચા ટેરિફ (High Tariffs) નો સામનો કરવો પડશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, "ખરીદનાર સાવધાન રહે!"
Donald Trump Tariff Policy : શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત અમેરિકી સુપ્રીમ કોર્ટના (US Supreme Court) તે ઐતિહાસિક ચુકાદાથી થઈ જેમાં ટ્રમ્પની વૈશ્વિક ટેરિફ નીતિને ગેરબંધારણીય ઠેરવવામાં આવી છે. 20 ફેબ્રુઆરી 2026 ના રોજ 6-3 ના બહુમતીથી આવેલા આ ચુકાદામાં અદાલતે જણાવ્યું હતું કે ટ્રમ્પે ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ [IEEPA] હેઠળ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. આ નીતિ હેઠળ ટ્રમ્પ પ્રશાસને ભારત (India), ચીન (China) અને યુરોપિયન યુનિયન સહિતના દેશો પર 10 થી 15 ટકા ટેરિફ લાદ્યા હતા, જેને કોર્ટે રાષ્ટ્રપતિની એકપક્ષીય અને ગેરકાયદેસર કાર્યવાહી ગણાવી છે.
US President Donald Trump posts - "Any Country that wants to “play games” with the ridiculous Supreme Court decision, especially those that have “Ripped Off” the U.S.A. for years, and even decades, will be met with a much higher Tariff, and worse, than that which they just… pic.twitter.com/Miol56TRLJ
— ANI (@ANI) February 23, 2026
ટ્રમ્પનો પલટવાર
ટ્રમ્પે આ ચુકાદાને ‘અમેરિકા-વિરોધી’ ગણાવ્યો છે. તેમનો તર્ક છે કે વિદેશી ઉત્પાદનો પર ટેક્સ લગાવીને જ ઘરેલું ઉદ્યોગોને બચાવી શકાય છે. તેમણે દાવો કર્યો કે રાષ્ટ્રપતિ તરીકે તેમને ટેરિફ માટે કોંગ્રેસ (US Congress) ની મંજૂરીની જરૂર નથી, કારણ કે આ સત્તા તેમને ઘણા સમય પહેલા જ મળી ચૂકી છે. આ કાયદાકીય જંગ હવે રાજકીય વળાંક લઈ રહી છે.
ભારત પર અસર
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો ટ્રમ્પ નવા કાયદા કે અન્ય માર્ગે ટેરિફમાં વધારો કરશે, તો ભારત જેવા દેશોના આઈટી (IT), ફાર્મા અને ટેક્સટાઇલ સેક્ટરને મોટું નુકસાન થઈ શકે છે. 2026 ની મધ્યસત્ર ચૂંટણીમાં આ મુદ્દો કેન્દ્રસ્થાને રહેવાની પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો : Bangladesh Political Crisis : ‘મને મહેલનો કેદી બનાવ્યો’, રાષ્ટ્રપતિ શહાબુદ્દીને ખોલી મોહમ્મદ યુનુસના ષડયંત્રની પોલ


