Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Trump Warning to Canada : "ચીન તમને ગળી જશે", ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા પર કેમ બગડ્યા?

અમેરિકા અને કેનેડા વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ પડી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પડોશીને એવી ધમકી આપી છે કે જેનાથી વૈશ્વિક બજારમાં હડકંપ મચી ગયો છે. કેનેડા ચીન સાથે જે કરવા જઈ રહ્યું છે તેનાથી ટ્રમ્પ ભડક્યા છે. "જો તમે ટેબલ પર નહીં હોવ, તો મેન્યુમાં હશો"—આ નિવેદન કોણે આપ્યું અને તેના જવાબમાં ટ્રમ્પે શું કહ્યું? વાંચો આ અહેવાલ.
trump warning to canada    ચીન તમને ગળી જશે   ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા પર કેમ બગડ્યા
Advertisement
  • કેનેડાને ટ્રમ્પની વોર્નિંગ: 100% ટેક્સ લાગશે
  • ચીન સાથે વેપાર કર્યો તો કેનેડા પર 100% ટેરિફ
  • ટ્રમ્પે કહ્યું- કેનેડા ચીનનું 'ડ્રોપ ઓફ પોર્ટ' ન બને
  • "ચીન તમને એક વર્ષમાં ગળી જશે"- ટ્રમ્પની ચેતવણી
  • દાવોસમાં કેનેડાના પીએમના ભાષણથી ટ્રમ્પ નારાજ

Trump Warning to Canada : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ [US President Donald Trump] એ પોતાના પડોશી દેશ કેનેડા [Canada] ને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો કેનેડા ચીન [China] સાથે વેપાર સમજૂતી કરશે, તો અમેરિકામાં પ્રવેશતા કેનેડાના તમામ સામાન પર 100% ટેરિફ [100% Tariff] ઝીંકવામાં આવશે. શનિવારે ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ [Truth Social] પર આક્રમક પોસ્ટ કરીને કેનેડાના વડાપ્રધાનને સીધો સંદેશ આપ્યો હતો.

Trump Warning to Canada : કેનેડાને 'ડ્રોપ ઓફ પોર્ટ' નહીં બનવા દઉં: ટ્રમ્પ

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "જો કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની [Mark Carney] એવું વિચારતા હોય કે તેઓ કેનેડાને ચીન માટે 'ડ્રોપ ઓફ પોર્ટ' [Drop Off Port] બનાવી દેશે, જ્યાંથી ચીન પોતાનો સામાન અને ઉત્પાદનો અમેરિકામાં ઘુસાડશે, તો તેઓ બહુ મોટી ભૂલ કરી રહ્યા છે." ટ્રમ્પનો ઈશારો સાફ છે કે તેઓ અમેરિકામાં ચીની સામાનની એન્ટ્રી માટે કેનેડાનો રસ્તો વાપરવા નહીં દે. આ પહેલા પણ ટ્રમ્પે ગ્રીનલેન્ડ [Greenland] માં પ્રસ્તાવિત ગોલ્ડન ડોમ મિસાઈલ ડિફેન્સ પ્રોજેક્ટ [Golden Dome Missile Defense] ને નકારવા બદલ કેનેડાનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે અમેરિકાની સુરક્ષા વ્યવસ્થાને બદલે કેનેડા ચીન સાથે સંબંધો મજબૂત કરવામાં પડ્યું છે.

Advertisement

Advertisement

"ચીન તમને એક વર્ષમાં ગળી જશે"

ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પણ કેનેડાને ધમકાવતા કહ્યું હતું કે, "કેનેડા ગોલ્ડન ડોમ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યું છે, જે હકીકતમાં તેમની જ રક્ષા કરશે. તેના બદલે તેઓ ચીન સાથે વેપાર કરવાના પક્ષમાં છે. જો આવું થયું તો ચીન તેમને (કેનેડાને) એક વર્ષની અંદર જ ગળી જશે." ટ્રમ્પનું માનવું છે કે ચીન સાથેની નિકટતા કેનેડાના અસ્તિત્વ માટે ખતરા સમાન છે.

દાવોસમાં માર્ક કાર્નીના નિવેદનથી ભડક્યા ટ્રમ્પ

આ નારાજગીનું મૂળ દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ [World Economic Forum] ની બેઠકમાં છે. જ્યાં કેનેડાના પીએમ માર્ક કાર્નીએ અમેરિકાની આગેવાની હેઠળની વૈશ્વિક વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા. કાર્નીએ ચેતવણી આપી હતી કે દુનિયા વિનાશક તિરાડ તરફ જઈ રહી છે અને દાયકાઓ જૂની નિયમ આધારિત વ્યવસ્થા ધૂંધળી થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, "મિડલ પાવર્સ [Middle Powers] એ એકજૂથ થવું પડશે. જો આપણે ટેબલ પર નહીં હોઈએ, તો આપણે મેન્યુમાં હોઈશું." તેમનો ઈશારો એ હતો કે જો કેનેડા જેવા દેશો એક નહીં થાય તો મહાસત્તાઓ (અમેરિકા) મનમાની કરશે. કાર્નીના આ ભાષણ બાદથી જ ટ્રમ્પ કેનેડા પર લાલઘૂમ છે.

આ પણ વાંચો : US Tariff Cut India : રશિયાને છોડ્યું એટલે અમેરિકા ખુશ? ભારતને મોટી ભેટ!

Tags :
Advertisement

.

×