ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી ધમકી, કહ્યું- હવે થશે Tit for Tat

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ભારતને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, ભારતને હવે તેની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.
08:00 AM Dec 18, 2024 IST | Hardik Shah
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ભારતને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, ભારતને હવે તેની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.
Donald Trump warns India

Donald Trump warns India : ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા બાદ સતત પોતાના નિર્ણયો અને નીતિઓને કારણે ચર્ચામાં રહ્યા છે. ખાસ કરીને કર લાદવાની નીતિએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તે આમિર ખાનની ફિલ્મ લગાનમાં અંગ્રેજ અધિકારીના ડબલ ટેક્સ (Double Tax) લગાવવાના સંવાદની યાદ અપાવે છે. તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે ભારતને ચેતવણી આપતાં જણાવ્યું કે જો ભારત અમારું ટેરિફ વધારશે, તો અમે પણ તેમના પર સમાન ટેરિફ લાદીશું.

ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ધમકી

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ભારતને ધમકી આપી છે. ટ્રમ્પે સોમવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "અમે પરસ્પર વ્યવહારના ધોરણો અપનાવીશું. જો તેઓ અમારા પર ટેક્સ લગાવે છે, તો અમે પણ તેમના પર ટેક્સ લગાવીશું." ટ્રમ્પે જણાવ્યું કે ભારતના કેટલાક ઉત્પાદનો પર ટૂંક સમયમાં વધુ ટેરિફ લાદવામાં આવી શકે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે ભારતમાં અમેરિકન ઉત્પાદનો પર ઉચ્ચ ટેરિફ લાદવામાં આવે છે, પરંતુ અમેરિકામાં ભારત પર એ પ્રકારનો ટેરિફ લાગુ થતો નથી. ચીન સાથેના સંભવિત વેપાર કરાર પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, ટ્રમ્પે ભારત અને બ્રાઝિલને ઉલ્લેખીત કર્યા હતા કે આ દેશો અમેરિકન ઉત્પાદનો પર ઉંચો ટેરિફ લાદે છે. ટ્રમ્પે પોતાનું રાષ્ટ્રીય હિત સુરક્ષિત કરવા માટે તાકીદ કરી કે તેઓ આ અસમાનતાને દૂર કરશે.

કેમ ટેરિફ લાદવાનું વિચારી રહ્યા છે ટ્રમ્પ?

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે કર નીતિ અંગે કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે માર-એ-લાગોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ભારત પર 100% ટેરિફ લાદવાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "પારસ્પરિકતા" શબ્દ મહત્વપૂર્ણ છે. તેમણે ઉદાહરણ આપ્યું કે જો ભારત સાયકલ સહિતના ઉત્પાદનો પર 100 રૂપિયા કે 200 રૂપિયા સુધી ટેરિફ વસૂલે છે, તો અમેરિકા પણ તેના સમકક્ષ ટેરિફ લાદવા માટે તૈયાર છે. ટ્રમ્પે વધુમાં ઉલ્લેખ કર્યો કે, ભારત જેવા દેશો અત્યંત ઊંચા ટેરિફ લાદે છે, જ્યારે અમેરિકા તે દેશોના ઉત્પાદનો પર નબળું વલણ અપનાવે છે. બ્રાઝિલ જેવા દેશો પણ અમેરિકન ઉત્પાદનો પર ઉચ્ચ ટેરિફ વસૂલતા હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. ટ્રમ્પે આ નીતિને અન્યાયી ગણાવી અને કહ્યું કે, "જો તેઓ અમારી પાસેથી ચાર્જ વસૂલે છે, તો તે યોગ્ય છે, પરંતુ અમારી નીતિ પણ સમાન રહેશે. તેઓ જે ટેરિફ લાદે છે, તે જ ટેરિફ અમે તેમના પર લાદીશું."

આ પણ વાંચો:  America : શપથ લે તે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો

Tags :
Donald TrumpDonald Trump warns IndiaGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahIndia faces tariff threatIndia-US tariff warIndian Productsreciprocal-taxTrump High Tariff WarningsTrump on double taxationTrump's strict tax policyTrump’s warning on import taxesUS reciprocity on tariffsUS-India trade tensions
Next Article