શું આ Trump ને ખતમ કરવાનું કાવતરું હતું? હાઇ-પ્રોફાઇલ ડિનર દરમિયાન હોટેલમાં Shooting થી હાહાકાર
- અમેરિકાના વોશિગ્ટન ડીસીની હિલ્ટન હોટલમાં ફાયરિંગ
- હુમલા સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોટલમાં હાજર હતા
- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુરક્ષિત બહાર કઢાયા
- હોટલમાં ફાયરિંગ કરનારને ઠાર કરવામાં આવ્યો
- હોટલમાં પત્રકારો માટે ડિનરનું આયોજન કરાયુ હતું
Trump Shooting : અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી (Washington, D.C.) માં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર (White House Correspondents' Dinner - WHCA) જેવા હાઇ-પ્રોફાઇલ કાર્યક્રમ દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવતા સળસળાટ મજી ગયો છે. આ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) હાજરી આપી રહ્યા હતા, ત્યારે જ બોલરૂમની બિલકુલ ઉપરના રૂમમાં ગોળીબાર થયો હતો. આ ઘટનાને સુરક્ષામાં એક મોટી અને ગંભીર ચૂક માનવામાં આવી રહી છે.
Trump Shooting : સુરક્ષાકર્મીઓએ ટ્રમ્પને સ્ટેજ પરથી ખસેડ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, કાર્યક્રમ દરમિયાન જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેજ પર બિરાજમાન હતા, ત્યારે અચાનક ગોળીઓ છૂટવાનો અવાજ સંભળાયો હતો. ગોળીબારના વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રમ્પની બિલકુલ સામે જ ફાયરિંગ થઈ રહ્યું છે. ખતરો ભાપી ગયેલા સિક્રેટ સર્વિસ (Secret Service) ના એજન્ટોએ પળવારનો પણ વિલંબ કર્યા વગર રાષ્ટ્રપતિ ટ્રમ્પને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને તેમને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
2600 મહેમાનોમાં નાસભાગ, હોટેલમાં અફરાતફરી
આ હાઇ-પ્રોફાઇલ ડિનરમાં અંદાજે 2600 જેટલા પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત હતા. ગોળીબારનો અવાજ સાંભળતા જ હોટેલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોતાનો જીવ બચાવવા માટે ઘણા લોકો ટેબલની નીચે છુપાઈ ગયા હતા, જ્યારે કેટલાક લોકો સુરક્ષિત બહાર નીકળવા માટે ભાગ્યા હતા. હોટેલ સ્ટાફ અને વેઇટર્સ પણ ગભરાઈને ડાઇનિંગ હોલની બીજી તરફ દોડતા જોવા મળ્યા હતા.
હુમલાખોરની ધરપકડ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ ત્વરિત કાર્યવાહી કરી હતી. સમગ્ર વોશિંગ્ટન હિલ્ટન હોટેલને ખાલી કરાવવામાં આવી હતી. સુરક્ષાકર્મીઓએ ઘટનાસ્થળેથી જ એક શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. આ હુમલામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ
આ ભયાનક ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ દ્વારા પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું, "ડીસીમાં આ સાંજ ખૂબ જ ધમાલભરી અને અણધારી રહી. સિક્રેટ સર્વિસ અને તમામ સુરક્ષા એજન્સીઓએ ખૂબ જ બહાદુરી અને ચપળતા સાથે શાનદાર કામ કર્યું છે. ગોળીબાર કરનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. મેં ભલામણ કરી હતી કે આપણે કાર્યક્રમ ચાલુ રાખવો જોઈએ, પરંતુ સુરક્ષા એજન્સીઓ સાથે પરામર્શ કર્યા બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. નિર્ણય ગમે તે હોય, આ સાંજ અપેક્ષા મુજબ ન હતી અને અમારે તેને ફરીથી શેડ્યૂલ કરવી પડશે."
#WATCH | US President Donald Trump and First Lady Melania Trump rushed out of the White House Correspondents' Dinner after shots were reportedly fired at the event.
(Source: Unrestricted Pool via Reuters) pic.twitter.com/Ulm93FCTM1
— ANI (@ANI) April 26, 2026
હોટેલને ઘેરી લેવામાં આવી
ગોળીબાર બાદ સુરક્ષા જવાનોએ વોશિંગ્ટન હિલ્ટન હોટેલ અને તેની આસપાસના તમામ વિસ્તારોને કોર્ડન કરી લીધા હતા. હોટેલને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવી છે. હાલમાં સુરક્ષાકર્મીઓ હોટેલના તમામ સીસીટીવી ફૂટેજ (CCTV Footage) ની બારીકાઈથી તપાસ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પને વ્હાઇટ હાઉસ (White House) ખાતે સુરક્ષિત રીતે પહોંચાડી દેવામાં આવ્યા છે.


