Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રમ્પની ધમકી : ન્યૂયોર્કની ચૂંટણીમાં જો મમદાની જીતશે તો ન્યૂયોર્કની ફંડિંગ કટ!

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક મેયર ચૂંટણીમાં ભારતીય મૂળના ડેમોક્રેટિક ઉમેદવાર જોહરાન મમદાનીનો વિરોધ કર્યો છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો 'કમ્યુનિસ્ટ' મમદાની જીતશે, તો ન્યૂયોર્ક શહેરને મળતી ફેડરલ ફંડિંગ રોકી દેશે, કારણ કે તે શહેર માટે વિનાશકારી સાબિત થશે. ટ્રમ્પે પોતાની પાર્ટીના બદલે પૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોના ઉમેદવારને સમર્થન આપ્યું છે. જોકે, ટ્રમ્પની ધમકીઓ છતાં મમદાની હાલ ચૂંટણીમાં મજબૂત લીડ જાળવી રહ્યા છે.
ટ્રમ્પની ધમકી   ન્યૂયોર્કની ચૂંટણીમાં જો  મમદાની જીતશે તો ન્યૂયોર્કની ફંડિંગ કટ
Advertisement
  • ભારતીય મૂળના મમદાની જીતશે તો ન્યૂયોર્કની ફંડિંગ કટ! (Donald Trump Zohran Mamdani )
  • ટ્રમ્પે ભારતીય મૂળના ઉમેદવાર જોહરાન મમદાની સામે મોરચો ખોલ્યો
  • મમદાની જીતશે તો ન્યૂયોર્કની ફેડરલ ફંડિંગ રોકાશે.
  • ટ્રમ્પે મમદાનીને 'કોમ્યુનિસ્ટ' ગણાવ્યા.
  • ટ્રમ્પે પોતાની પાર્ટીને બદલે કુઓમોના કેન્ડિડેટને સમર્થન આપ્યું
  • ધમકીઓ છતાં મમદાની ચૂંટણીમાં લીડ જાળવી રહ્યા છે

Donald Trump Zohran Mamdani  : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કના મેયર પદની ચૂંટણીના પરિણામો આવે તે પહેલાં જ એક મોટો રાજકીય દાવ ખેલ્યો છે. તેમણે ભારતીય મૂળના ડેમોક્રેટિક ઉમેદવાર જોહરાન મમદાનીને મત ન આપવા માટે ન્યૂયોર્કવાસીઓને આગ્રહ કર્યો છે, જ્યારે કે ટ્રમ્પે ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રુ કુઓમોના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો જોહરાન મમદાની ચૂંટણી જીતશે, તો ન્યૂયોર્ક શહેરને મળતી ફેડરલ ફંડિંગ અટકાવી દેવામાં આવશે. તેમનું માનવું છે કે મમદાનીનું મેયર બનવું ન્યૂયોર્ક માટે મુશ્કેલીઓથી ભરેલું અને વિનાશકારી સાબિત થશે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શું પોસ્ટ કર્યું? – Donald Trump Threat

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના 'ટ્રુથ સોશિયલ' એકાઉન્ટ પર એક પોસ્ટમાં સ્પષ્ટપણે લખ્યું કે જો કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર મમદાની ન્યૂયોર્ક શહેરના મેયર બનશે, તો તેઓ ન્યૂયોર્કને આપવામાં આવતી તમામ આર્થિક સહાય રોકી દેશે. ટ્રમ્પે દલીલ કરી કે એક કમ્યુનિસ્ટના નેતૃત્વમાં ન્યૂયોર્કનો વિકાસ શક્ય નથી, પરંતુ શહેરની હાલત વધુ ખરાબ થઈ જશે. તેમણે ઉમેર્યું કે દેશનું સંચાલન કરવું એ તેમનું દાયિત્વ છે અને મમદાનીના નેતૃત્વમાં ન્યૂયોર્કને ફંડ આપીને તેઓ પૈસા બરબાદ કરવા માંગતા નથી, કારણ કે આનાથી શહેર આર્થિક અને સામાજિક રીતે સંપૂર્ણપણે તબાહ થઈ જશે.

Advertisement

 ...તો ન્યૂયોર્ક બરબાદ થઈ જશે: ટ્રમ્પ – New York Mayor Election

ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું કે ભૂતકાળમાં ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રુ કુઓમો સાથે તેમના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે, તેમ છતાં તેમણે આજે ન્યૂયોર્કના લોકોને કુઓમોના ઉમેદવારને સમર્થન આપવા માટે વિનંતી કરી છે. ટ્રમ્પે જોહરાન મમદાનીને 'કોમ્યુનિસ્ટ' અને 'નવોદિત' ગણાવીને તેમને મત ન આપવાની અપીલ કરી છે. મમદાનીની જીત પર ફંડિંગ રોકવાની તેમની ધમકીએ ન્યૂયોર્કના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

Advertisement

ટ્રમ્પે પોતાની પાર્ટીને બદલે કુઓમોને કેમ સમર્થન આપ્યું? – Andrew Cuomo Support

અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે (ડેમોક્રેટિક) ફરીથી ચૂંટણી લડવાનો ઇનકાર કરતાં ડેમોક્રેટિક પાર્ટીએ ૩૪ વર્ષીય જોહરાન મમદાનીને મેદાનમાં ઉતાર્યા છે. તેમની સામે ગવર્નર એન્ડ્રુ કુઓમો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર કર્ટિસ સિલ્વા છે. આશ્ચર્યની વાત એ છે કે ટ્રમ્પે પોતાની રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારને સમર્થન આપવાને બદલે અપક્ષ ઉમેદવાર એન્ડ્રુ કુઓમોના કેન્ડિડેટને સમર્થન આપ્યું અને લોકોને મમદાનીને વોટ ન આપવા જણાવ્યું.

ન્યૂયોર્ક મેયરની ચૂંટણીમાં કોણ કોણ છે મેદાનમાં? – Zohran Mamdani Democrat

ટ્રમ્પની ધમકીઓ છતાં, વર્તમાન અહેવાલો મુજબ જોહરાન મમદાની ચૂંટણીમાં મજબૂત લીડ જાળવી રહ્યા છે અને તેમની જીતની સંભાવનાઓ વધુ છે. ટ્રમ્પની આ દરમિયાનગીરી ન્યૂયોર્કની રાજનીતિમાં નવો વળાંક લાવી શકે છે.

આ પણ વાંચો : અમેરિકાના ઈતિહાસનું સૌથી લાંબુ સરકારી શટડાઉન, 42 હજાર લોકોને સીધી અસર

Tags :
Advertisement

.

×