Trump ની માતાનો 'સિક્રેટ ક્રશ' કોણ? ખુદ અમેરિકાના પ્રેસિડેન્ટે કર્યું રહસ્યોદ્ધાટન!
. ટ્રમ્પની માતાને બ્રિટિશ રાજ પરિવાર પ્રત્યે ઘણું આકર્ષણ હતું
. ઈરાનને પરમાણુ શક્તિ બનતું રોકવા માટે કિંગ ચાર્લ્સ અને ટ્રમ્પ એકમત છે
. ટ્રમ્પે તેમની માતાના સ્કોટિશ મૂળ અને 19 વર્ષની ઉંમરે અમેરિકા આવવાના સંઘર્ષને યાદ કર્યો
King Charles III State Dinner White House : બ્રિટનના કિંગ ચાર્લ્સ - III (King Charles III) માટે વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમમાં સ્ટેટ ડિનર (State Dinner) નું આયોજન કરાયું હતું. આ સમારંભમાં અમેરિકાના ફર્સ્ટ લેડી (First Lady) મેલાનિયા ટ્રમ્પ અને મહારાણી કેમિલિયા (Queen Camilla) પણ હાજર હતા.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ (President) ડોનાલ્ડ ટ્રમ્પે મજાકિયા લહેજામાં યાદ કરતા કહ્યુ કે સ્કોટલેન્ડમાં જન્મેલી તેમની માતા મેરી એની મેકલિયોડને કિંગ ચાર્લ્સ પર ક્રશ (Crush) હતો.
ટ્રમ્પે કહ્યુ કે તેમની માતા રાજ પરિવાર (Royal Family) ને ઘણો પ્રેમ કરતા હતા અને મહારાણી એલિઝાબેથ-II (Queen Elizabeth II) ના વખાણ કરતા હતા.
આ પણ વાંચો : Narrative Terrorism: કાશ્મીરમાં આતંકવાદ હવે Ecosystem Warfare માં ફેરવાઈ રહ્યો છે!
Trump ની માતાને ચાર્લ્સ પસંદ હતા
ટ્રમ્પે કહ્યુ કે જ્યારે પણ મહારાણી કોઈ સમારંભ કે કાર્યક્રમમાં સામેલ થતા હતા, મારી માતા ટીવી સાથે ચોંટીને જોતાં રહેતા હતા. ટ્રમ્પે કહ્યુ કે તે કહેતી હતી કે જુઓ ડોનાલ્ડ, તે કેટલા સુંદર છે.
તેમણે આગળ યાદ કરતા કહ્યુ કે મને એ પણ યાદ છે કે તે ઘણું સ્પષ્ટપણે કહેતી હતી, ચાર્લ્સને જુઓ, યુવાન ચાર્લ્સ. તે કેટલો સરસ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મજાકિયા અંદાજમાં કહ્યુ કે મારી માતાને ચાર્લ્સ પર ક્રશ હતો. શું તમે વિશ્વાસ કરી શકો છો? કમાલ છે. મને આશ્ચર્ય થઈ રહ્યું છે કે તે હાલ શું વિચારી રહી હશે.
🚨Trump turns to King Charles during the royal welcome and drops a hilarious personal story: his late mother had a major crush on young Charles.
“My mother had a crush on Charles… I wonder what she’s thinking right now.”
Classic Trump warmth and humor cutting through the pomp. pic.twitter.com/OoRM8VvYdY
— Don Keith (@RealDonKeith) April 28, 2026
ટ્રમ્પની આ ટીપ્પણી વ્હાઈટ હાઉસમાં સાઉથ લૉનમાં આયોજીત સત્તાવાર સમારંભ દરમિયાન સામે આવી છે. કિંગ ચાર્લ્સ-III અને મહારાણી કેમિલિયા બંને અમેરિકાની રાજદ્વારી યાત્રા પર છે.
પોતાના ભાષણમાં ટ્રમ્પે પોતાના પરિવારના સ્કોટલેન્ડ સાથેના સંબંધનો પણ ખુલાસો કર્યો. તેમણે કહ્યુ કે તેમની માતા સ્ટૉનોર્વ (આઉટર હેબ્રિડીઝ)માં જન્મ્યા હતા અને 19 વર્ષની વયે અમેરિકા આવ્યા હતા.
આખરમાં તેમણે મહારાણી એલિઝાબેથને એક ઘણાં, ઘણાં ખાસ મહિલા ગણાવ્યા કે જેમને અટલાન્ટિકના બંને કિનારાઓ પર ઘણાં યાદ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે મહારાણી એલિઝાબેથનું 2022માં નિધન થયું હતું.
આ પણ વાંચો : ચીન અત્યારે હુમલો કરે તો અમેરિકા યુદ્ધ હારી જશે! Trump સેના બોલી- અમે તૈયાર નથી
Iran ને પરમાણુ શસ્ત્રો નહીં રાખવા દેવા પર ચાર્લ્સ સંમત
TWO KINGS. 👑 pic.twitter.com/iPVUxc4i4H
— The White House (@WhiteHouse) April 28, 2026
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ઼ ટ્રમ્પે દાવો કર્યો છે કે કિંગ ચાર્લ્સ - III એ વાત પર સંમત છે કે ઈરાનને પરમાણુ શસ્ત્રો (Nuclear Weapons) રાખવા દેવા જોઈએ નહીં.
ટ્રમ્પે વચ્ચે થોડીક રાજનીતિની વાત કરતા અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન સાથે જોડાયેલા તણાવ (Geopolitical Tension) નો ઉલ્લેખ કર્યો હતો. આ મામલો અમેરિકા અને બ્રિટન વચ્ચે મહત્ત્વનો કૂટનીતિક ખટરાગનો વિષય બની ગયો છે.
તેમણે કહ્યુ કે અમે હાલ મધ્યપૂર્વ (Middle East) માં થોડું કામ કરી રહ્યા છીએ અને અમે ઘણું સારું કરી રહ્યા છીએ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યુ છે કે અમને સૈન્ય ઢબે તે ખાસ પ્રતિદ્વંદ્ધીને હરાવ્યો છે અને અમે ક્યારેય પણ તે પ્રતિદ્વંદ્વીને (ચાર્લ્સ મારાથી પણ વધુ સંમત છે) ક્યારેય પણ પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવા દઈશું નહીં.
આ પણ વાંચો : US War Economy: પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અમેરિકામાં 21,000 નવા કરોડપતિ બન્યા હતા!


