'આવતીકાલની રાત ઘણી મોટી થવાની છે.'... ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટથી દુનિયાભરમાં હલચલ
- ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટથી દુનિયામાં હંગામો
- યુક્રેનને અપાતી યુએસ સૈન્ય સહાય રદ કરવા અંગે ચર્ચા
- ઘણા દેશો ઝેલેન્સકીના સમર્થનમાં આવ્યા
Donald Trump's post : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની એક પોસ્ટથી આખી દુનિયામાં હંગામો મચાવી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પરની પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આવતીકાલની રાત ઘણી મોટી થવાની છે. આ બાબતે હું ઠીક એ જ બતાવીશ જે છે. આ પોસ્ટ પછી, આખી દુનિયામાં આ વાતને લઈને ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પર બદલો લેવાની તૈયારી કરી લીધી છે કે, પછી તેઓ પુતિન સાથે મુલાકાત કરીને કોઈ નવો 'બોમ્બ' ફોડવાના છે?
આ પોસ્ટના એક કલાક પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે બીજી પોસ્ટ પણ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, એકમાત્ર રાષ્ટ્રપતિ જેમણે યુક્રેનની કોઈ પણ જમીન રશિયાને નથી આપી. તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. યાદ રાખો કે જ્યારે નબળા અને બિનઅસરકારક ડેમોક્રેટ્સ ટીકા કરે છે, ત્યારે ફેક ન્યૂઝ ખુશી-ખુશી તેમની કહેલી દરેત વાતને સામે રાખે છે.
યુક્રેનને લઈને મોટી બેઠક કરશે ટ્રમ્પ
ટ્રમ્પ યુક્રેનને અપાતી યુએસ સૈન્ય સહાય રદ કરવા અંગે ચર્ચા કરવા માટે તેમના સહયોગીઓ સાથે મુલાકાત કરશે. આ સહાય પાછલા વહીવટીતંત્ર દરમિયાન ફાળવવામાં આવી હતી. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એક અધિકારીએ જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ યુક્રેન માટે ઘણા નવા વિકલ્પો પર વિચારણા કરવા અને પગલાં લેવા માટે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ સહિતના અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
આ પણ વાંચો : વધુ બાળકો કેવી રીતે પેદા કરશે ચીની લોકો...શી જિનપિંગની સરકારે તૈયાર કર્યો આ ફોર્મ્યુલા
ટ્રમ્પ-ઝેલેન્સ્કી વચ્ચે થઈ હતી દલીલ
શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથેની મીટિંગ અને ચર્ચા બાદ ટ્રમ્પે આ પોસ્ટ કરી છે કે 'કાલની રાત ઘણી મોટી થવાની છે'. અમેરિકી રાષ્ટ્રપતિની ઓવલ ઓફિસમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ. આ બધું એટલા માટે થયું કારણ કે ઝેલેન્સકીએ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે પુતિનની પણ ટીકા કરી હતી.
ઝેલેન્સકીને સ્ટોર્મરનુ સમર્થન
આ ચર્ચા પછી, ઘણા દેશો ઝેલેન્સકીના સમર્થનમાં આવ્યા. આ યાદીમાં બ્રિટિશ વડા પ્રધાન સ્ટોર્મરનું નામ પણ સામેલ છે. ઝેલેન્સકીને મળ્યા બાદ તેમણે કહ્યું હતું કે તેમને દેશનુ અતૂટ સમર્થન છે. લંડનમાં ઝેલેન્સ્કી અને સ્ટોર્મર વચ્ચે મીટિંગ પણ થઈ હતી. સ્ટોર્મરે ઝેલેન્સકીને કહ્યું કે, જેમ તમે બહાર રસ્તા પર નારા સાંભળ્યા, તમને સમગ્ર યુકેમાંથી પુરુ સમર્થન છે.
તેમણે કહ્યું, અમે તમારી સાથે છીએ. યુદ્ધ ગમે તેટલો સમય ચાલે. આ અંગે, ઝેલેન્સકીએ તેમનો અને બ્રિટનના લોકોનો તેમના સમર્થન અને મિત્રતા બદલ આભાર માન્યો. આ મુલાકાત પછી, સ્ટોર્મરે શનિવારે સાંજે યુએસ પ્રમુખ ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પણ વાત કરી.
આ પણ વાંચો : America : વિદેશમાં ભારતીય પરિવારે જીવંત રાખી પરંપરા, નવા ઘરમાં ગૌમાતા સંગ કર્યો ગૃહ પ્રવેશ