Donald Trump : ‘હું પાકિસ્તાનને પ્રેમ કરું છું અને ભારત સાથે.., યુદ્ધવિરામ અંગે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા
Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump ceasefire)ફરી એક વાર દાવો કર્યો છે કે તેમને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું છે. ટ્રમ્પે આ વાત એવા સમયે કહી જ્યારે PM મોદી (pm modi)પહેલા આ દાવાને નકારી ચૂક્યા છે અને સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈની પણ મધ્યસ્થતા સ્વીકરાતા નથી, ના કરશે.
હું પાકિસ્તાનને પ્રેમ કરું છું: ટ્રમ્પ
મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ(India and Pakistan war) અટકાવ્યું છે. હું પાકિસ્તાનને પ્રેમ કરું છું. તેમને એમ પણ કહ્યું કે પીએમ મોદી એક શાનદાર વ્યક્તિ છે. આ સિવાય ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ ભારત સાથે વેપાર કરાર તરફ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે પીએમ મોદી સાથે વેપાર કરાર કરવા જઈ રહ્યા છીએ, પરંતુ તે પહેલાં મેં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું હતું.
બંને દેશ પરમાણુ શક્તિ સંપન્ન છે : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે PM મોદી અને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર,બંને આ યુદ્ધ અટકાવવામાં પ્રભાવશાળી રહ્યા. બંને દેશ પરમાણુ શક્તિ સંપન્ન છે અને એકબીજા સામે ટકારવવાના હતા, પરંતુ મેં વચ્ચે આવીને યુદ્ધ અટકાવ્યું. પછી પણ કોઈએ પણ આના વિશે ખબર નથી લખી.
PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની 35 મિનિટ થઈ વાત
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગ્રહ પર તેમની સાથે ફોન પર 35 મિનિટ વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર પર ભારત-પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે થયેલી ઘટનાક્રમ પર વિસ્તારથી ચર્ચા કરી.
ભારત આ મુદ્દે રાજકીય રીતે સંપૂર્ણ રીતે સહમત છે
પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટ રીતે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સીઝફાયર સુધી પહોંચવા માટે ક્યારેય, કોઈપણ સ્તર પર, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અથવા અમેરિકા દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે મઘ્યસ્થતા જેવા મુદ્દાઓ પર વાતચીત થઈ ન હતી. આ વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ કર્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચે ભારત ક્યારેય પણ કોઈની મઘ્યસ્થતા સ્વીકારતો નથી, ના સ્વીકાર્યું છે, અને ન ક્યારેય કરશે. પ્રધાનમંત્રી મોદી એ કહ્યું કે ભારત આ મુદ્દે રાજકીય રીતે સંપૂર્ણ રીતે સહમત છે.